Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 239
________________ (૧૨) પુદ્ગલ અને આત્મા ! દાદાશ્રી : પુદ્ગલનો સ્વભાવ છે ભક્તિ કરવાનો. પણ વાંકું કર્યું હોય તો ભક્તિ કરવાનું બંધ થઇ જાય. પુદ્ગલનો સ્વભાવ જ બ્રહ્મ સામે બ્રહ્મ લટકાં કરે. આપણે વાંક, ચૂક, આડઇ કાઢી નાખીએ એટલે પુદ્ગલ ભકિત કર્યા જ કરે. આ જ્ઞાન આપીએ એટલે ‘હું ચંદુ છું’ રોંગ બિલીફ ઊડી જાય ને ‘હું શુદ્ધાત્મા છું’ રાઇટ બિલીફ થાય, એ જ ચેતનની ભક્તિ છે. એ ભક્તિથી આવરણ તૂટે ને દેખાય. પ્રશ્નકર્તા : પુદ્ગલ છે તે ચેતનની ભક્તિ કરે તો ચેતન પ્રાપ્ત થાય ? ૩૯૧ દાદાશ્રી : ચેતનની ભક્તિ એટલે ચેતન પ્રાપ્ત થયા પછી જ ચેતનની ભક્તિ થાય. ભક્તિથી આવરણ તૂટી જાય ને વધારે દેખાય. એ ભક્તિ કોની કરે છે એના પર આધાર છે. ચેતન પ્રાપ્ત કરેલા પુરુષની ભક્તિ કરવાથી ચેતન પ્રાપ્ત થાય. મારે કોણ ? વાગે કોતે ? પ્રશ્નકર્તા : આત્મ તત્ત્વ ને જડ તત્ત્વને કોઇ દિવસ ઘર્ષણ થાય ? દાદાશ્રી : બે જીવંત વસ્તુને ઘર્ષણ થાય. આમાં એક ચેતન ને એક જડ, પુદ્ગલ. આપણે જડને માર માર કરીએ તો મારનારને વાગે, એવી રીતે આ (વ્યવહાર) આત્માને વાગે છે બધું. પ્રશ્નકર્તા : પણ એ મારે એટલે મારવાથી જડને અસર તો થાય ને ? દાદાશ્રી : અસર થાય પણ જે ચેતન હોય તેને સમજણ પડે ને ! નહીં તો લોઢું ટીપ ટીપ કરો તો લોઢાના બાપનું શું જાય ? ટીપનાર થાકશે. પ્રશ્નકર્તા : પણ લોઢાને વાગવાથી એની, એની કંઈક... દાદાશ્રી : ના, એવું કશું નહીં. એને આત્મા ક્યાં મારે છે, ૩૯૨ લોઢાને લોઢું મારે છે. પ્રશ્નકર્તા: હંસ. આપ્તવાણી-૧૪ (ભાગ-૨) દાદાશ્રી : ત્યારે લોઢાને મારનાર કોણ ? ત્યારે કહે, આ તેનું તે જ પુદ્ગલ, એમાં આત્મા ભળતો જ નથી. આત્માનો ભાવ એકલો જ ભળે છે. બધાં એના હથિયારથી જ બધું થઈ રહ્યું છે પણ એમાં ચેતન નથી એટલે પાછું જોખમદારી નથી ને ! આ આંખે આખી દુનિયા રૂપી દેખાય છે એ બધી જ પરમાણુની છે, એમાં આત્મા નથી. આ સંત પુરુષો બધાં ફરે છે ને, એમાં આત્મા જ નથી. એમાં આત્મા જે છે તે તદન જુદો, એમને ખ્યાલેય નથી કે આત્મા ભીતર ક્યા કર રહા હૈ ? એ તો એમ જ જાણે છે કે વાત કરે છે, બધું કરે છે, એ જ ચેતન છે. આ તો પાવર ચેતન છે, મૂઆ. પ્રશ્નકર્તા : તો શુદ્ધ ચેતનને દેહની જરૂર ખરી, પુદ્ગલની જરૂર ખરી ? દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા : કારણ કે ચેતન એકલું ન રહી શકે, તો પુદ્ગલની જરૂર ખરીને ? દાદાશ્રી : એને જરૂર હોય, તો એ ભિખારો કહેવાય. એવો ભિખારી નથી એ. એ તો પુદ્ગલને લઇને ક્ષેત્ર પોતાનું શ્યાં નથી, ત્યાં રહેવું પડે છે. એ પુદ્ગલ એનું છૂટી ગયું, એની બહાર નીકળી ગયો એટલે થઇ રહ્યું. આ સાયન્ટિફિક ઇફેક્ટમાં આવી ગયા છે, સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં. આ બધા છ તત્ત્વો ફર્યા કરે તેમ આ બે તત્ત્વો મેટર (જડ) અને સૉલ (ચેતન) સાથે આવે, તો એનાંથી ફેરફાર થઇ જાય. આત્મા અઈફેક્ટિવ ! શુદ્ધ ચૈતન્ય અઈફેક્ટિવ છે. પુદ્ગલ હંમેશાં ઈફેક્ટિવ છે. વિભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ હોવાથી તેમાં ‘હું’પણાનો ભાર છે, તેથી

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243