Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 237
________________ (૧૧) પુદ્ગલ ભાવ ! રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. મેં પલાંઠી વાળી, મેં આમ કર્યું, સામાયિક કરી, મેં પદ્માસન વાળ્યું ને પદ્માસન કર્યું ને પ્રાણાયામ કર્યું, ફલાણા આસન કર્યા... પ્રશ્નકર્તા : ‘હું’પણાનો ભાવ છે, એ જડ છે ? દાદાશ્રી : હા, એ પાછો ગુરુ-લઘુ હોય. બધાય શેયો જડ ભાવ છે ને ગુરુ-લઘુ સ્વભાવના. વધી જાય, ઘટી જાય. એટલું નહીં સમજવાથી આ બધું આંટી પડે. એમાં તો બધું આખું વિજ્ઞાન આવી જાય. આ શાસ્ત્રો જ એટલા હારુ લખ્યા છે. આત્મા જડતો જ નથી ને ! અને જડે એવો છેય નહીં આત્મા ! ૩૮૭ ચેતન-જડ ભાવોનું કોઈને ભાન ના હોય. પણ અમે તમને જ્ઞાન આપીએ છીએ ત્યારે જડ ભાવોને આમ બતાવીએ ને ચેતન ભાવને આમ જુદા બતાવીએ. ‘આ’ અને તે મુનિન્દ્ર સર્વશે જોયેલા, તેમાં કશો જ ફેર નથી, એ જ આપીએ છીએ. મુનિન્દ્ર સર્વશે જે ચેતન ભાવો અવલોક્યા છે અને આ ભાવો એ જ ચેતન છે, એવી આસ્થા બેસે, એવું એક કિરણ ફૂટે, એ વાંચીને ધારણ કરે, તેને સમ્યકત્વ કહ્યું. તે અમે અવલોકન કરીને કહ્યું. તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ છું. મન-વચન-કાયાના લેપાયમાન ભાવો એ જડ ભાવો છે, એ ચેતનના ભાવો નથી. ફક્ત દૃષ્ટિફેરમાં શું છે ? ત્યારે કહે છે કે આ પુદ્ગલ ભાવ છે અને આ આત્મ ભાવ છે. એની જગતના લોકોને ખબર જ નથી. બધા જ્ઞાનીઓ આ સ્ટેશને ભેગા થાય કે આ પુદ્ગલ ભાવ છે ને આ આત્મ ભાવ છે. એ અહીં જો મળતું ના આવતું હોય તો એ જ્ઞાની નહોય. આ સ્ટેશન એવું છે, એની આગળ બધું બહુ લાંબું છે, પણ પહેલું અહીં તો ભેગું થવું જ પડે. એને જીવાજીવનું જ્ઞાન થયું કહેવાય. ܀܀܀܀܀ [૧૨] પુદ્ગલ અને આત્મા ! આત્માતું વજન કેટલું ? પ્રશ્નકર્તા : જે આ પુદ્ગલ કે આ પરમાણુઓ છે, અત્યારે વિજ્ઞાનમાં આ પરમાણુઓ પર જ વધારે ભાર મૂકાયો છે, પણ જે આત્મતત્ત્વ છે, એના પર કોઈએ કશું વૈજ્ઞાનિક દૃષ્ટિએ કહ્યું નથી કે આ અમુક તત્ત્વ છે. દાદાશ્રી : એ શબ્દની વૈજ્ઞાનિકોને ખબર જ નથી ને ! પ્રશ્નકર્તા : વિજ્ઞાનમાં એ માપી શકાય એવું નથી ? દાદાશ્રી : ખબર જ નથી એમને. પ્રશ્નકર્તા : પણ ખબર પડે એ વિજ્ઞાનની અંદર ? દાદાશ્રી : ના, એ લોકોને જડે એમ નથી. એ લોકોને મહીં શંકા પડે છે કે એવું તત્ત્વ છે કે જે કંઈ આ બધાને જીવંત કરે છે, પણ એમને કયું તત્ત્વ છે એ ખબર નથી પડતી. અને આપણું કહેલું એ માનવા તૈયાર ના થાય. એ એમને સમજણમાં આવે, પોતાને દર્શનમાં આવે તો જ તૈયાર થાય. એટલે આપણાં શાસ્ત્રોને એ એક્સેપ્ટ ના કરે. પ્રશ્નકર્તા : એ એમને મગજમાં ઉતરે તો બધું કામ થાય. દાદાશ્રી : આત્મા માન્યો મનાય તેવો નથી. જેમ આ પુદ્ગલ અનુભવમાં આવે તેવું છે તેમ આત્મા અનુભવમાં આવે તેવો છે. પ્રશ્નકર્તા : કેટલાક સંતો એમ કહે છે કે આત્માનું વજન પણ

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243