________________
(૫) પ્રયોગસા - મિશ્રા - વિશ્રા !
૨૪૭
૨૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
તમારો શું ગુનો છે કે કરે છે કો'ક ને તમે માનો છો “હું કરું છું.' એટલે એ ગુનાનો દંડ છે આ.
પ્રશ્નકર્તા : પુનરાવર્તન થાય તે, ‘હું કરું છું” એવો ભાવ હોય તો જ થાય ને ?
દાદાશ્રી : હા, તો જ તે થાય.
પ્રશ્નકર્તા: તે શ્યાં શ્યાં કર્તાભાવ થયો એટલે એ પુનરાવર્તન થાય પાછું ?
દાદાશ્રી : આખું જગત કૌંભાવમાં જ છે. સાધુ-સંન્યાસીઓ બધા કર્તાભાવમાં જ છે. “અમે જ કરીએ છીએ” એ ભાન છે. ફક્ત આ જ્ઞાનને લઈને તમને કર્તાપણું છૂટ્યું, એટલે તમે શુદ્ધાત્મા થયા.
હવે પરિગ્રહેડિસ્ચાર્જ ! એટલે હવે હિસાબ બંધાશે નહીં. નહીં તો આ તો એ આખી દુનિયા જોડે ફેલાવો જ રહ્યા કરે. અને આપણી તો આ લિમિટ આવી ગઇ, ડિસ્ચાર્જની લિમિટ આવી ગઈ કે આટલા જ.
પ્રશ્નકર્તા : બસ, આ પૂર્વના બાકી છે એ. દાદાશ્રી : હં, એટલા જ પરમાણુ.
પ્રશ્નકર્તા : એ આ પરિગ્રહ કહે છે એ લિમિટને ? પરિગ્રહને સંકોચવો એ લિમિટ કે પરિગ્રહની મર્યાદા બાંધવી એ ?
દાદાશ્રી : બધુંય ડિસ્ચાર્જ. પરિગ્રહ વધારવો તેય ડિસ્ચાર્જ અને પરિગ્રહ મર્યાદા કરવો તેય ડિસ્ચાર્જ.
પ્રશનકર્તા : તેય ડિસ્ચાર્જ ?
દાદાશ્રી : હં, અને અપરિગ્રહી રહેવું તેય ડિસ્ચાર્જ. કારણ કે અપરિગ્રહી રહેવાનો જે ભાવ કર્યો હતો તે અપરિગ્રહી આવ્યું. પણ એય ડિસ્ચાર્જ છે. એય છોડી દેવું પડશે. એય જોડે ત્યાં મોક્ષે ના આવે કંઇ.
એ તો જે (ક્રમિક માર્ગના) સ્ટેશને એ હેલ્પ કરતું હતું તે સ્ટેશને હેલ્પ કરે. આ (અક્રમ માર્ગના) સ્ટેશને કશું હેલ્પ કરે નહીં. આ સ્ટેશનનો તો તમારે ઉકેલ લાવવાનો છે. એ બધાને સૉલ્વ કરી નાખવાનું છે. કારણ કે બધા પરમાણુના નિકાલ લાવવાના છે.
આજ્ઞાથી થાય શુદ્ધ ! કો'કને મહીં ગાળો ભાંડો ને તે તપ્યું કે ગમે તે થયું, પણ સમભાવે નિકાલ કર્યો, એટલે વિશ્રસા થઈને ચાલ્યા જાય. હવે એ શું કહે છે ? પુદ્ગલની ફરિયાદ છે. પુદ્ગલ કહે છે કે ‘તમે શુદ્ધાત્મા થયા, દાદાએ તમને મુક્ત કર્યા એ અમેય સ્વીકારીએ છીએ પણ અમારું શું ? અમને દાદા, કંઈ મુક્ત કરી શકે નહીં. જેટલું અમને કરી શકાય એટલું હતું તે કર્યું દાદાએ, બીજું તમારે કરવાનું છે. કારણ કે જિમેદાર તમે છો. અમે આ ચોખ્ખા હતાં, બગાડનાર તમે છો. અમને શુદ્ધ કર્યા વગર તમે છૂટો નહીં, કારણ કે પરમાણુ શું કહે છે, “અમે અમારી મેળે અશુદ્ધ થયા નથી, તમે તમારા ભાવ ચોપડ્યા તેથી અમે અશુદ્ધ થઈ ગયેલાં. એટલે અમને શુદ્ધ કરશો તો તમે છૂટા થશો, નહીં તો નહીં થાવ. અમે જેવી સ્થિતિમાં હતા તેવીમાં મૂકી દો. એ જોખમદારી તમારી છે.”
‘તમે અમને વળગ્યા છો. હવે તમે કહો કે હું છૂટો થઈ ગયો, હવે ધક્કા મારો તે ચાલે નહીં', કહે છે. ત્યારે કહે, “શી રીતે કરીએ ?” ત્યારે કહે કે “દાદા કહે એમ આજ્ઞા પાળો અને નિરાંતે રસ-રોટલી જમો. પછી પેટ ઉપર હાથ મૂકીને સૂઈ જાવ, જરા આરામ કરો, પણ નિરંતર દાદાની આજ્ઞા પ્રમાણે રહો.’
એટલે પછી આ આપણે એમ કહ્યું કે આ સમભાવે નિકાલ કર્યા કરો. કો'ક ગાળો ભાંડે તો સમભાવે નિકાલ કર્યા કરો. હવે એ પરમાણુ છે તે તપ્યા એટલે કડવું ફળ આવ્યું. અને પેલા મહીં આનંદ થઈ ગયો, મીઠું ફળ આવ્યું. એને જોયા કરો એટલે એ ફળ આપીને ચાલ્યા જશે તો શુદ્ધ થશે, એ પરમાણુ પછી ઊડી જાય બધાય.