________________
૩૭૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧૧) પુદ્ગલ ભાવ !
૩૭૫ આ “અમે' “અમારે ઘેર જઈએ... પ્રશ્નકર્તા ઃ રાગ-દ્વેષ હવે તો નથી પણ છતાં કોઈ વખતે અભાવ ઉત્પન્ન થાય.
દાદાશ્રી : એ બરોબર છે, રાગ-દ્વેષ નથી એ મુખ્ય આપણે અને અભાવ તો પુદ્ગલનો સ્વભાવ છે. ભારેય થઈ જાય કોઈ જગ્યાએ, અભાવેય થઈ જાય પણ આપણને રાગ-દ્વેષ ના હોય.
રાગ-દ્વેષ નહીં થવું એ આપણો ધર્મ. અભાવ અને ભાવ એ પુદ્ગલનો ધર્મ છે.
રાગનો અર્થ જ સમશ્યા નથી તેનું આ બધું બફાયું છે. કોઈની ઉપર ભાવ થાય છે તેને રાગ માને છે, કોઈની ઉપર અભાવ થાય છે તેને દ્વેષ માને છે. પણ આ ભાવ-અભાવ તે પુદ્ગલનો સ્વભાવ છે. ઘરમાં આકર્ષણ થાય તે દેહનું આકર્ષણ છે, આત્માનો સ્વભાવ જ નથી.
આપણે આ અભાવ ભરેલો છે તે નીકળે છે, ભાવ ભર્યો હોત તો ભાવ નીકળત અને આ બેઉ કેડશે. આ બાજુ મોટો જુઓ છો તો આ બાજુ નાનો જુઓ છે પણ બન્નેય જુઓ જ છો. માટે વિદાયગીરી આપી દેવી, આપણે વીતરાગ રહેવું.
વીતરાગ જ થવાની જરૂર. બીજા બધા ભાવ દેખાય, એ પુદ્ગલના દેખાય છે ને આ પુદ્ગલ એને રસ્તે જતું હોય, આપણે આપણા રસ્તે જતા હોઈએ. એ આપણામાં ડખલ ના કરે, આપણે એનામાં ડખલ ના કરીએ. એની મેળે એ જતા રહે.
એ છે બધા પગલે ભાવો ! પ્રશ્નકર્તા: કર્મના ઉદયથી એક પરિસ્થિતિ ઊભી થાય અને આત્મભાવથી એક પરિસ્થિતિ ઊભી થાય, તો એ કર્મના ઉદયથી થઈ છે કે આત્મભાવથી થઈ છે, એનું લક્ષણ ખરું ?
દાદાશ્રી : એ બન્નેય ખબર પડે. (આ જ્ઞાન લીધેલા) લગભગ દસ-દસ હજાર માણસને ખબર પડતી હશે. આ પુદ્ગલ ભાવ આવ્યો, આ જડ ભાવ ને આ ચેતન ભાવ, બેઉને ઓળખોને તમે ?
તરત જુદું જ પડી જાય. તે ધારા જ તદન જુદી વહ્યા કરે. નિરંતર આખો દહાડોય અને તે જુદું જ દેખાયા કરે. ગુસ્સો નીકળે ત્યારે જુદું દેખાતું નથી ? તદન જુદું દેખાય છે ? અને તે ઘડીએ તમારો ભાવ કેવો હોય છે ? તે ઘડીએ આત્મભાવ અહિંસક હોય છે અને બહાર ગુસ્સો ચાલે છે, અજાયબી જ છે ને !
મહીં ભાવો, પુદ્ગલ ભાવો ઉત્પન્ન થાય છે, તેને સંસાર ભાવો કહેવાય છે. અહીં જાત જાતના ભાવો ઉત્પન્ન થાય એ બધા પણ પુદ્ગલ ભાવ છે. જે ભાવ આવે ને પછી વિનાશ થઈ જાય એ બધા પુદ્ગલ ભાવમાં છે. તે આપણે ચોંટી પડીએ, કે “મને ઉત્પન્ન થયું આવું', તો માર ખાવો પડે.
પ્રશ્નકર્તા : પણ જે પુદ્ગલ ભાવો આવે, આપણે જે જાણ્યા તો
પ્રશ્નકર્તા : આ ભાવ અને અભાવ કરાવે એ પણ વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : ભાવ અને અભાવ એ વ્યવસ્થિતના આધીન ખરા. તેની પર આપણે ‘જોવાનું ફક્ત. પુદ્ગલ ભાવ છે, ભાવ છે તે વ્યવસ્થિતના આધીન આવે ને જાય. અભાવ થાય છે તે વ્યવસ્થિતના આધીન થાય. એ હઉ ‘જોયા’ કરવાનું તો જતો રહેશે. પછી આપણે જો નામ ના દઈએ તો કશો વાંધો નથી. આપણે એને ડખલ કરીએ તો ઊભો રહે ને દાવો માંડે. “અમે અમારા રસ્તા ઉપર, તમે તમારા રસ્તે જાઓ. અમારામાં શું કામ ડખલ કરો છો ? તમે તમારા વીતરાગના રસ્તે જાઓ. અમે અમારા પૂરણ-ગલનના રસ્તે જઈએ છીએ.’ એમનો કયો રસ્તો ? પૂરણ-ગલનનો. જે અભાવ ભર્યા હોય તે અભાવ ઉદય આવે ને જતા રહે પછી. પૂરણ કરેલો અભાવ, એ ગલન થતી વખતે અભાવ જ હોય. તે પછી અભાવ થઈને નીકળી જાય. તે આપણે જોયા કરવાનું. આપણે એ ઉપરથી સમજી જવાનું કે