Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 221
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! અત્યારે મોક્ષમાર્ગ જૈનોના માટે ખુલ્લો છે. ખરું જૈન પુદ્ગલ તો યથાર્થ જૈન હતા ને ત્યારે હતું. આ તો નામ જૈન છે. એટલે ખરું જૈન પુદ્ગલ નથી આ. એટલે આ તૂટે એવું છે પુદ્ગલ. નામ જૈન એટલે જૈનને ત્યાં જન્મ્યા માટે જૈન, અને પેલા સાચા જૈન, ભાવે જૈન નહીં, દ્રવ્યે જૈન અને આ તો જન્મ તો થયો એટલું, કોઈ (પૂર્વ ભવના) બ્રાહ્મણનો (આ ભવમાં) જૈનને ત્યાં જન્મ થાય અને એ જૈન થાય એથી કરીને ખરેખર જૈન કહેવાય નહીં. એટલે આ પુદ્ગલ તૂટી જાય, સુંવાળું પુદ્ગલ છે આ કાળમાં ! ૩૫૫ એટલે જૈન, વૈષ્ણવ એ બધી પૌદ્ગલિક માયા છે. એ માયામાંથી નીકળવાનું છે. આ સાધના કરતાં કરતાં, સાધનો એ જ માયા છે, એનાથી છૂટવાનું છે. જૈનના સાધુઓ ઉપદેશ આપે તો બીજા ધર્મના ઊઠીને ચાલતા થાય, ત્યારે જ્ઞાનીને એવું ના હોય. વીતરાગ માર્ગ ને જૈન માર્ગમાં ઘણો ફેર. વીતરાગ માર્ગને એય પુદ્ગલ અડે નહીં ને જૈન માર્ગને જૈન પુદ્ગલ અડે. જૈન પુદ્ગલ છેવટે ખપાવવું પડે ને ! વીતરાગ માર્ગમાં તો જૈન, વૈષ્ણવ બધાનું કામ થાય. જૈનો (જ્ઞાન) સમજવામાં શૂરા પણ (આવરણો) ખપાવવામાં નબળા. જૈન પુદ્ગલ ખપાવવું બહુ અઘરું છે. અમે જ્ઞાન આપ્યા પછી મહીં અવળું નીકળે તો જાણવું કે આ જૈન પુદ્ગલ ફૂટ્યું. જેમ દુકાનમાં દારૂખાનું ફૂટે તો શેઠ તેને જાણે કે દારૂખાનું ફૂટ્યું, હું ફૂટ્યો નથી. શ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દારૂખાનું ફૂટે કે પોતે ફૂટી જાય ? જૈન પુદ્ગલભાવ જાય ત્યારે આત્મા પ્રાપ્ત થશે. પ્રશ્નકર્તા : દાદા, હજુ ઘણા જણાને જ્ઞાન લીધા પછી પણ એ અટકણ રહ્યા કરે છે, કે આ કંદમૂળ શું કામ ખાતા હશે... એમાં ઉપયોગ કેમ નથી રહેતો ? દાદાશ્રી : એને તીર્થંકર ભગવાને જૈન પુદ્ગલ કહ્યું છે. જૈન અટકણો લઇને આવ્યા છે. તે હજુ અટકણોમાં જ બેસી રહ્યા છે. વૈષ્ણવ હોય તેને વૈષ્ણવની અટકણ હોય, તેવી જૈનને ના હોય અને ૩૫૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) જૈનને જૈનની અટકણ હોય. પણ તે અટકણો માત્ર પુદ્ગલ છે, આત્મા તેવો નથી. આત્મા અટકણોને જાણનાર છે કે આ અટકણ આવી. અને એવો આત્મા ‘તમને’ આપ્યો છે કે બધી અટકણોને જાણે એવો. બધી જાણી જાયને ? પ્રશ્નકર્તા : બિલકુલ. રાત્રિ ભોજન અટકણ, કંદમૂળ અટકણ ! દાદાશ્રી : હા, એ બધા જૈનની અટકણ, ત્યાગીઓની અટકણ. આ બધા ત્યાગી મહારાજ જે લઇ ગયા ને જ્ઞાન, તેમને આવી અટકણો પાછી આવવાની. એટલે જુદી જુદી અટકણ હોય. અટકણને અને આપણે લેવાદેવા શું ? આપણે જોયા કરવાનું. ‘એય દેરાસર ના જવાય.' એ વૈષ્ણવ પુદ્ગલ જ એવું હોય. વૈષ્ણવોને વૈષ્ણવ પુદ્ગલ ખપાવવાનું હોય, જૈનને જૈન પુદ્ગલ ખપાવવાનું હોય. કારણ કે મોક્ષમાં ત્યાં કોઈ પુદ્ગલ કામ લાગશે નહીં. એટલે બધું ખપાવી દેવાનું. કહે છે.’ ‘સહજ સ્વરૂપે આ જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ - શ્રીમદ્ રાજચંદ્ર અમારી સહજ સ્વરૂપે થઈ ગઈ છે અને તમારે સહજ સ્વરૂપ થવાનું છે. પણ તમારે પેલું પુદ્ગલ નડેને, જૈન પુદ્ગલ. તે જૈન પુદ્ગલને ખપાવવાં પડશે. વૈષ્ણવને વૈષ્ણવ પુદ્ગલ હોય, જૈનને જૈન પુદ્ગલ હોય. એ બધાં ખપાવવાં પડશે. એ મારી પાસે સમજી લેશો એટલે ખપી જશે. ‘સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી' એટલે શું કે અહીં આગળ ગાતા હોય તે ઘડીએ ગાવું, ખાતા હોય તે ઘડીએ ખાવું, ઊઠતા હોય તો ઊઠવું, સૂવાનું થાય તો સૂઈ જવું, ડખો નહીં. ના પીવું હોય તો કહી દેવું કે ‘ચા નથી પીવી.’ પણ ડખો નહીં. ‘મને આમ કેમ થાય છે ?’ એવું ના હોવું જોઈએ. તમને કેમ કરીને થાય ? આત્માને કેમ કરીને કશું થાય ?

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243