Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 228
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૬૯ ૩૭૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પ્રશ્નકર્તા : પણ એ તો જોવા જ ના મળે ને ? ચર્મચક્ષુથી તો એ જોવાય જ નહીં ને ? દિવ્ય દિવ્ય પુદ્ગલ કે દિવ્યાતિદિવ્ય પુદ્ગલ, ચર્મચક્ષુથી દેખાય ? દાદાશ્રી : હા, દેખાય. પુદ્ગલ તો આમ બીજાને જ દેખાય. લોકોની પાસે બીજાં ક્યા ચક્ષુ ? એય ના દેખાય તો પછી એમને એ ઉત્પન્ન થયાનું ફળ શું ? પ્રશ્નકર્તા : પણ આ કાળમાં એ શક્ય છે ? દાદાશ્રી : તીર્થંકર જ ના હોયને આ કાળમાં ! કળિયુગમાં આ ક્રિયાકારી શાસ્ત્રો ! નિમિત્તેય પુદ્ગલ, ઉપાદાનેય પુદ્ગલ. પ્રશ્નકર્તા : આ તો એક-એક શબ્દો આપના છે એ એક-એક કળિયુગના નવાં શાસ્ત્રો જેવી રચના કરી નાખશે. દાદાશ્રી : નવાં શાસ્ત્રો જ છે આ. અને લોકો એનો જ ઉપયોગ કરશે પછી. પ્રશ્નકર્તા : પહેલામાં પહેલો ફોડ પાડ્યો, પુદ્ગલ, પૂરણ-ગલનનો. આ પૂરણ-ગલનનો તમે જે ફોડ પાડ્યો. તે મને નથી લાગતું કે આ ભગવાન મહાવીર પછી કોઈ સમસ્યું હોય એ વાત ? દાદાશ્રી : ના, પણ જ્ઞાની સિવાય શી રીતે સમજે લોકો ? આમાં આ ગજું જ નહીંને લોકોનું. લોક પુદ્ગલ જ બોલ્યા કરે. પુદ્ગલ એટલે શું ? ત્યારે કહે, દેહ. એટલે દેહનું બીજું નામ પુદ્ગલ. આ આની શોધખોળો કરવા માટે મેં ૨૦ વર્ષ સુધી બહુ ટાઈમ લગાડેલો કે આ પુદ્ગલ ને આ બધા શબ્દો છે ને આ પુદ્ગલ, શી રીતે ભગવાન જડે આ બધું ? આ પુદ્ગલ શબ્દ બહુ મોટી શોધખોળ છે. એટલે આ પૂરણ ગલન એટલું જ જો સમજાયું હોય ને, બહુ થઈ ગયું. આ પૂરણ-ગલન અને તું શુદ્ધાત્મા છું. તો એની મેળે પૂરણ-ગલન શું શું થાય છે જોઈ લે અને આ બાદ કરી નાખું, તો તું શુદ્ધાત્મા જ છું. હવે એટલી બધી સમજણ લોકોને હોય જ નહીં આ બધી. એટલે પાછું જ્ઞાનીની પાસે આવવું પડે. આમ શીખવવાથી, આમ બોલવાથી કંઈ પેલો સમજી જાય ખરો કે બરોબર, વાત તમારી કરેક્ટ છે પણ પાછું અમલમાં મૂકવું વસમું પડી જાય ને ! પ્રશ્નકર્તા : દાદા, આમ શાસ્ત્રમાં તો પુદ્ગલ શબ્દનો અર્થ તો લખેલો જ છે ને, આ રીતે આ બધે શાસ્ત્રોમાં ? તમે કહો છો કે ૨૦ વર્ષે અમે એનો અર્થ શોધ્યો. દાદાશ્રી : આપણાં તો હમણાં લખાયાં, એ તો હમણાં આપ્તવાણી એ બધું આ બહાર પડ્યું. નહીં તો પડ્યું જ નહોતું ને ! આ તો નવી ચોપડીમાં લોકો સમજી ગયા, જાણી ગયા બધા. સત્સંગની વાતોમાં ને વાતોમાં, વાતો કરી. લોક જાણતા નો'તા પુદ્ગલ, ખાલી ‘પુદ્ગલ, પુદ્ગલ’ એટલું બોલ્યા કરે છે. પ્રશ્નકર્તા : દાદા, આ કઈ સાલની વાત છે આ ? ક્યારથી ‘પુદ્ગલ’ શબ્દ સમજવાનો પ્રયત્ન કરેલો ? દાદાશ્રી : આ તો ૧૯૩૨ની સાલની વાત છે. '૪૦, '૪૨ની સાલમાં મને પુદ્ગલ નહીં સમજાયેલું, '૪૨ની સાલમાંય નહીં સમજાયેલું. પ્રશ્નકર્તા : દાદા, આપ જે પુદ્ગલ કહેવા માંગો છો, આખું મિશ્ર ચેતન અને પેલા લોકો જે પુદ્ગલ એટલે પૂરણ-ગલન કહેવા માંગે છે એમાં ફરક ખરો ને ? દાદાશ્રી : એ પુદ્ગલ અને પૂરણ-ચલન એ બધા કહે છે ખરા, પણ એટલે શું, એ ના સમજે. એવું તેવું કશું સમજે નહીં. અત્યારેય સાધુ મહારાજો નથી સમજતા.

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243