Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 213
________________ (૧૦) પુદ્ગલની પરિભાષા ! ૩૩૯ ૩૪૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) રમણતા. પોતે પોતાની જ રમણતા. આ પુદ્ગલ રમણતાથી સંસાર ઊભો થાય અને આત્મરમણતાથી મોક્ષ થાય. નથી. જ્ઞાતા-દ્રષ્ટા એ આપણા પરિણામ અને આ અવળહવળ કરવું એ પુદ્ગલના પરિણામ. સત્તા નહીં ત્યાં હાથ ઘાલીએ તો શું કામનું ? કલેક્ટરની સત્તામાં કારકુન સાઈન કરે તો ? અરે, આખો દિવસ કારકુનને ભય રહ્યા કરે. રમણતા, પૌદ્ગલિક કે આત્મ ? આ પૌલિક રમણતાવાળું જગત છે ! એક ક્ષણ પણ આત્મા આરાધે, તેનો મોક્ષ થયા વગર રહે નહીં. અવસ્થાઓમાં તન્મયાકાર રહે તેનું નામ સંસાર. અવસ્થાઓમાં તન્મયાકાર એટલે પુગલ રમણતા. ‘હું ચંદુભાઈ છું, હું વકીલ છું, આનો મામો છું, આનો સસરો છું, આનો ફૂઓ થઉં.” જો આખો દહાડો ! ‘વેપારમાં આમ નફો છે, આમ નુકસાન છે' ગા-ગા કરે, એ બધું પુદ્ગલ રમણતા. જેમ સંસારીઓ ગાય તેવું ગાણું ‘આમ કમાયો ને તેમ ગયો ને આ ખોટ ગઈ ને ફલાણું છે' ને માર તોફાન ! “સવારમાં વહેલા ઊઠવાની ટેવ મારે. સવારમાં ઊઠતાંની સાથે બેડ ટી પીવી પડે. પછી પેલી ટી..” એનું બધું ગા-ગા કરેને તે જાણવું કે આ પુદ્ગલ રમણતા. જે અવસ્થા ઊભી થઈને તેની મહીં જ રમણતા. ઊંઘની અવસ્થામાં રમણતા, સ્વપ્ન અવસ્થામાં રમણતા. જાગ્રતમાં ચા પીવા બેઠો તો તેમાં તન્મયાકાર. ધંધા ઉપર ગયો તો ધંધામાં તન્મયાકાર. તેય તન્મયાકાર તો ફોરેનવાળા (સહજ પ્રકૃતિવાળા તેથી) રહે છે. આ પાછા આ તો તન્મયાકારેય નહીં. આ તો ઘેર હોય ત્યારે ધંધો, ધંધામાં તન્મયાકાર હેય જમતી વખતે. ત્યાં આગળ ધંધા ઉપર (ચિત્તમાં) જમવામાં તન્મયાકાર હોય. એટલી બધી આપણી અવળચંડાઈ ! અવળચંડા કહેવાય અને સ્વરૂપમાં તન્મયાકાર રહે તેનો મોક્ષ. પુદ્ગલથી વિરામ પામવું તેનું નામ વિરતિ. આ જ્ઞાન મળતાં સુધી પુદ્ગલને જ રમાડતાં'તાં. ‘હું ચંદુભાઈ ને આ બધું મારું, આનો ધણી ને આનો બાપો ને આનો મામો.” શાસ્ત્રીય પુદ્ગલ કહેવાય. સાધુ-મહારાજો શાસ્ત્રોને રમાડ રમાડ કરે તેય પણ પુદ્ગલ રમકડાં જ કહેવાય. ત્યાં સુધી કોઈ દા'ડો આત્મરમણતા ઉત્પન્ન થાય નહીં. આત્માનો સ્વાદ ચાખ્યાં પછી આત્મ રમણતા હોય. અને પુદ્ગલ રમણતા એનું નામ જ સંસાર. કંઈ દા'ડો વળશે નહીં. તું ગમે તે હોય, એમાં ભગવાનને શું લેવાદેવા...? ભગવાનને પૂછે, ‘રમણતા શી છે ?” ત્યારે કહે, ‘પુદ્ગલ રમણતા.' ત્યારે કહે, ‘સાહેબ, બધાં શાસ્ત્રોના જાણકાર છે.’ ‘તે અમારે વાંધો નથી, એ જાણ્યું છે તેનું ફળ મળશે. પણ રમણતા શું છે ?” ત્યારે કહે, ‘મુદ્દગલ રમણતા.’ એટલે સાધુ-આચાર્યો છે તે પુસ્તકો રમાડ રમાડ કરે, પછી માળા રમાડે રમાડ કરે. માળા તે ચેતન છે ? એ તો લાકડાની માળા. તો માર મીઠું ને કર ચોકડી. અને આ લોકસંજ્ઞાથી પુસ્તકો વાંચે છે. શાસ્ત્રય પુદ્ગલ છે. એ તો બધા સાધનોમાં એક સાધન છે. બધા સાધનો પુદ્ગલ છે. પુદ્ગલનાં સાધનથી આત્મા પ્રાપ્ત કરવાનો છે. પણ એ એક સાધન છે. અને સાધન તો, એનાથી કાર્ય થઈ ગયું એટલે એને છોડી દેવાનું. સાધન કાયમને માટે ના હોય. આપણું સાધ્ય પ્રાપ્ત થઈ જાય, એટલે સાધનો છોડી દેવાના. પણ આ તો સાધનોમાં જ કાયમ મઝા કરે છે. શોભે ખરું ? સાધનો તો સાધ્ય પ્રાપ્ત થવા માટે સાધનો છે. આ તો સાધનો જ બંધન થઈ પડ્યાં ! જે છૂટવાનાં સાધનો હતાં, તે બંધન થઈ પડે. થાય કે ના થાય એવું ? સાણસીથી આપણે કામ કરી લીધું, સાણસી બાજુએ મૂકી દેવાની. કોઈ કંઈ કરતું હોય તેને આપણે ન કહી શકીએ કે તમે આ ન કરશો. કારણ કે દરેકનું પુદ્ગલ જુદું હોય છે. આપણને કહેવાનો પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું અને પુદ્ગલ રમણું છે. આ ત્રણ જ ચીજ જગતમાં બધાને છે. એનાં અનેક નામ આપ્યાં. ખાણું-પીણું એ બાબત ‘લિમિટેડ’ છે પણ રમણું ‘અલિમિટેડ’ છે. આખું જગત પુદ્ગલ રમણું કરે છે ! પુદ્ગલ રમણતા, પ્રાકૃત રમણતા અને એક પોતાની, આત્માની

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243