________________
(૯) પુદ્ગલમાં નિરંતર થાય પૂરણ-ગલન !
છે જગતનું અને પછી ગલન થાય છે. તે ગલનની તમારે ચિંતા નહીં
કરવાની.
૩૧૩
પ્રશ્નકર્તા : એ ઑટોમેટિક થયા કરે ?
દાદાશ્રી : હા, હવે ખરેખર આ (મૂળ) પૂરણ નથી. (મૂળ) પૂરણ તો ગયા અવતારે કર્યું છે, તેનું આ સંજોગો ભેગા થયા છે એને, તે એનું પૂરણ દેખાઈ રહ્યું છે તમને અને તે ગલન થશે. એટલે આ પૂરણમાં કંઈ પણ મહેનત કરવી પડે છે અને ગલન વગર મહેનતે થાય. એટલે મેં તમને કહ્યું કે આ જ્ઞાન મળ્યા પછી તમે પૂરણ કરતા બંધ થયા છો. હવે તમારે માટે ગલન એ બધું વ્યવસ્થિતને તાબે છે, એ એની મેળે ગલન થયા જ કરશે. તમારે ચિંતા નહીં. મેં તમને શું કહ્યું છે, તમારે આ ગલન એકલું રહ્યું છે, પૂરણ બંધ થઈ ગયું. ચાર્જ થતું બંધ થઈ ગયું અને ડિસ્ચાર્જ એકલું રહ્યું છે. એટલે હવે તમારે આ વ્યવસ્થિત જ છે. અને તમારે આત્મા ભણી એ (પુરુષાર્થ) કર્યા કરો. આ એની મેળે વ્યવસ્થિત થયા જ કરશે. તમારે કશું કરવાપણું રહ્યું નથી આમાં એવું સમજાયને, ડિસ્ચાર્જમાં ?
પુર્ + ગલ = પુદ્ગલ !
આ (જગતમાં જે દેખાય છે તે) ચાલબાજી બધી પરમાણુની છે. જે પૂરણ થયું તે ગલન થાય છે. સંયોગ છે તે વિયોગ થાય છે.
પ્રશ્નકર્તા : હું એવું જોતો આવ્યો છું કે દરેક વસ્તુમાં મને અપજશ જ મળ્યા કરે છે.
દાદાશ્રી : હવે જશ મળે એવું કરવું છે ? અપજશ નથી ગમતો ?
પ્રશ્નકર્તા : ના ગમે.
દાદાશ્રી : અત્યાર સુધી જે પૂરણ કરેલું હતું ને, તે ગલન થયું. એ ગલન અપજશ આપીને ગયું, એટલે પૂરણ કરતાં તમને આવડ્યું નથી. પહેલાં પૂરણ કરતી વખતે શું ખરીદી કરવી, એ આવડી નથી.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
તેનો આ માર ખાધો છે, અત્યારે. જશ મળે તેય જોયા કરો, અપજશ મળે તેય જોયા કરો. કારણ કે જશ-અપજશ બેઉ પુદ્ગલ છે, પૂરણ
ગલન છે.
૩૧૪
એ પુદ્ગલ લખેલુંને, એ પુરગલ છે, ૨ નો દ્ થઈ ગયો છે અહીં. એની સંધિથી પુર + ગલ, પૂરણ અને ગલન કહેવાય અને શુદ્ધાત્મા ચેતન છે. અહીંથી બજારમાં જઈને શાક લઈને આવ્યો તો અહીંથી શાક લેવા ગયો એ પુર કહેવાય અને પાછો આવ્યો એ ગલ કહેવાય. આ જગત બધું પુદ્ગલ છે. એ પુદ્ગલ સમજવા જેવો શબ્દ છે.
પ્રશ્નકર્તા : આ તો સચોટ અર્થ મળી ગયો.
દાદાશ્રી : સચોટ અર્થ મળે તો જ આ સમજાય એવી વાત છે. આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે સાયન્ટિસ્ટો કબૂલ કરે તેવી વાત છે આ.
શુદ્ધાત્મા તે પૂરણ-ગલત !
અને અમે તો ચોખ્ખું કહીએ છીએ ને કે શુદ્ધાત્મા ને પૂરણગલન. ક્રેડિટ એન્ડ ડેબિટ, ક્રેડિટ એન્ડ ડેબિટ. બીજું કશું થઈ જ રહ્યું નથી. બેન્કમાં કોઈની મૂકેલી રકમ સ્થિર રહે છે ? આવવાની અને જવાની. પૂરણ અને ગલન બે ખાતાં માણસ રાખે છે. (બેન્કમાંથી પૈસા) લેવા જાય તે ગલન, મૂકવા જાય તે પૂરણ.
ગયા અવતારે પૂરણ કર્યું હતું, ક્રેડિટ કરી હતી, તે આ અવતારમાં એ ડેબિટ થયા કરે છે. પાછું અત્યારે નવું ક્રેડિટ કરવાનું ચાલુ તે આવતા અવતારે કામ લાગે. પછી બેન્કમાં મૂકેલા જેવું, આખી જીંદગી ખાયા કરો. જેવું પૂરણ કરે, એવું ગલન આવે.
હવે ટૂંકમાં, ઈન શોર્ટ દૃષ્ટિમાં તમને સમજાયું ? કમ ટુ ધી શોર્ટ, નહીં તો આનો તો પાર આવે એવો નથી. આ જગતમાં પાંચ ચીજો છે. આ દેહમાં ત્રણ છે; પૂરણ, ગલન અને શુદ્ધાત્મા. અને બહાર બે જ ચીજો છે; ભોજનાલય અને શૌચાલય. ભોજનાલય તે ભોગવવા