________________
૧૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
- ૧૭૩ ઓળખાય. નહીંતર ઓળખે શી રીતે ? પુગલ મૂર્ત ના હોય તો આત્માને અમૂર્ત કહેવાની જરૂર જ શું ?
ષસેય પુદ્ગલ ! છ પ્રકારના સ્વાદ છે; કડવો, મીઠો, તીખો, ખારો, તૂરો, ખાટો. એ જડના ગુણો છે. જગતમાં બધાય રસ છે, પણ રસ માત્ર પૌગલિક છે. એ પુદ્ગલના ગુણ છે.
આ કેરી છે તે ગળી લાગે છે. અહીં કેમ ગળ્યું થયું અને અહીં કેમ ખાટું થયું તેય પણ ગુણ જડનો છે, ભાવ આત્માનો છે. આ ભાવનો આપણે અભાવ કરી નાખીએ, પછી છે તે તમે ખાવ તો વાંધો નથી. પછી પુદ્ગલ પુદ્ગલને ખાય છે. ભાવને (રસને, રાગને) તમારે અભાવ (નિરસ, સમભાવ) કરી નાખવો ના જોઈએ ? અગર તો આપણી નવી સિસ્ટમથી એમ કહેવું જોઈએ કે આહારી આહાર કરે છે અને હું તો નિરાહારી માત્ર જાણું છું. એટલે પેલો ભાવ નીકળી જ ગયોને !
પૌદ્ગલિક ગુણ-સ્પર્શ ! આ તો ખાલી પરિવર્તન થયા કરે, અવસ્થાઓ જ બદલાયા કરે. એના એ પુદ્ગલ પરમાણુ છે ને એના ગુણધર્મ છે અને અવસ્થાઓ છે. એ અવસ્થાઓ કેવી કેવી છે ? ઘડીકમાં પીળું દેખાય, ઘડીકમાં લાલ દેખાય, ઘડીકમાં ધોળું દેખાય, ઘડીકમાં આમ થાય, ઘડીકમાં આમ થાય, ફેરફાર થયા જ કરે. પાછા એનાં સ્પર્શ ગુણ, તે આઠ પ્રકારનાં છે. હલકું, ભારે, સુવાળું, ખરબચડું, ગરમ, ઠંડું, ચીકણું, લુખ્ખ, ખરબચડું, સુંવાળું થઈ જાય. ઘડીકમાં આમ થઈ જાય, કકરું થઈ જાય, ગરમ થઈ જાય, ઘડીકમાં ઠંડો થઈ જાય, એ બધા સ્પર્શ ગુણો. એટલે આ બધા ગુણને લઈને આ બધું જગત ઊભું થઈ ગયું.
ગરમ હાથ થયો હોય તો, “ઓહોહો ! મને તાવ આવ્યો છે', કહે છે. “અલ્યા મૂઆ, તને શું ?” આ સ્પર્શનો ગુણ જ છે, આત્માનો
એવો ગરમ થવાનો ગુણ જ નથી. એ બહુ સમજવા જેવું છે. અને માણસ આરોપણ શું કરે કે “મને તાવ આવ્યો, મારું શરીર ગરમ થઈ ગયું.” હવે આત્મામાં તાવનો ગુણ સ્વભાવ છે નહીં, બળ્યો. તે તાવ તો પુદ્ગલનો સ્વભાવ છે, તે પોતાના સ્વરૂપમાં લઈ જાય કે મને તાવ આવ્યો. તો બોલો, ગૂંચામણ ઊભી જ થાયને પછી. પછી બોલે એટલે સાયકોલોજિકલ ઈફેક્ટ થાય. પાછી ખરેખર ઈફેક્ટ નહીં, પણ સાયકોલોજિકલ તો થાય જ. આખું જગત એટલે સાયકોલોજિકલ ઈફેક્ટ જ છે. બીજું કશું છે નહીં આ, પણ બહુ ભારે સાયકોલોજિકલ ઈફેક્ટ છે.
પ્રશનકર્તા : આ તો અમારી સમજ કરતાં જુદું જ નીકળ્યું.
દાદાશ્રી : આત્મામાં છે તે સ્પર્શ ગુણ નથી અને અનાત્મામાં સ્પર્શ ગુણ છે. ઠંડી લાગે, ગરમ થાય, પછી ચીકણો લાગે, ખરબચડો લાગે, બધા આત્માના ગુણ નથી, પુલના ગુણધર્મ છે.
પછી નિરંતર સ્પર્શના બદલાયા કરે. ઘડીકમાં હાઈ લોડ થઈ જાય, ઘડીકમાં લૉ લોડ થઈ જાય. આ બધું બદલાયા કરે. આત્મામાં લોડ છે નહીં કોઈ જાતનો. હમણાં આત્મા સાથે લોડ કરીએ અને પછી કોઈ કહે કે મારો આત્મા કાઢીને લોડ કરો, તો બેઉ સરખો જ હોય. એનો લોડ નથી. પછીથી એ ફેરફાર થયા કરે.
નિયમ, યુગલ સ્પર્શતાતા ! દેહ પરમાણુનો બનેલો છે. આ જ્ઞાન મળ્યું છે છતાં મહીં હૃદય લાલ લાલ થાય. તે પોતાના નિજ સ્વભાવથી લાલ થાય છે. વસ્તુ માત્રને નિજ સ્વભાવ હોય, પોતાના ગુણધર્મ હોય.
તે પૂર્વે જેવા ભાવ કર્યા હોય, તે ‘ભાવ'ના પરમાણુ મહીં છે. ઉગ્ન ભાવ કર્યો હોય તો એ તે (ઉગ્ર) ભાવના પરમાણુ મહીં છે. એ હોટ પરમાણુ મહીં છે તે સંયોગ ભેગા થાય, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય ત્યારે એ ફૂટે ને આત્મા તન્મયાકાર થઈ ગયો,