________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
૪૩
છે. એટલે પોતાનો ગુણ નથી, જડનો ગુણ નથી. એ તો સહાય કરે છે, ગતિ કરવાની ઈચ્છા થાય ત્યારે.
પ્રશનકર્તા : એટલે એ ચેતનનો વ્યતિરેક ગુણ છે એ ગતિ ?
દાદાશ્રી : ના, એ ચેતનનું અને જડનું, બેઉનું છે. બે જ વસ્તુને ગતિ સહાય કરી શકે.
પ્રશ્નકર્તા : જડ અને ચેતનના વિશેષભાવે કરીને આખો સંસાર ઊભો થયો, તો એમાં ગતિસહાયક તત્ત્વ અને સ્થિતિસહાયક તત્ત્વ એ કઈ રીતે કામ કરે છે ?
દાદાશ્રી : એ તો આ ચેતન અને જડને અહીંથી આઘુંપાછું થવાની પોતાની શક્તિ છે નહીં, અગર એનામાં એ સ્વભાવ જ નથી. જેમ પાણીને આપણે આમ રેડીએ એટલે ઢાળ હોય તે બાજુ જાય, કોઈની શરમ રાખ્યા વગર, વચ્ચે ખાણ ઊભી હોય તો ખાણમાં રહીને ચાલ્યું જાય. એને કોઈની પડેલી નથી. એવી રીતે જડ ને ચેતનની અહીંથી બીજી જગ્યાએ જવાની શક્તિ નથી, પણ એનામાં ભાવ છે કે મારે આમ જવું છે તો પછી એ ભાવ છે તો એને મદદ કરે છે.
પ્રશ્નકર્તા : ભાવ જડમાં છે કે ચેતનમાં છે ?
દાદાશ્રી : એ છે ચેતનમાં. મહીં ભાવ કરેને માણસ કે મારે આટલું લઈ જવું જોડે.
પ્રશનકર્તા : એ ભાવ કરવાવાળો આત્મા કે જડ ? દાદાશ્રી : માનેલો આત્મા (વ્યવહાર આત્મા). પ્રશનકર્તા : અચ્છા, તો પછી ભાવ શું કામ કરે છે એ ઠેકાણે ? દાદાશ્રી : ભાવથી તો આ ભેગું થાય, તેડી જાય. પ્રફનકર્તા : અને ક્ષેત્રથી ? દાદાશ્રી : ક્ષેત્રથી તો ક્રોધ-માન-માયા-લોભ વધતા-ઓછા પ્રમાણમાં
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પડી જાય. ક્ષેત્ર ફેરફારથી સરખું પ્રમાણ ના રહે, અને ભાવ પેલાને તેડી જાય છે. નક્કી કરે કે મારે સવારમાં જવું છે, કલકત્તે.
પ્રશનકર્તા : તો એમાં ગતિસહાયક અને સ્થિતિસહાયક તત્ત્વો શું કામ કરે છે ?
દાદાશ્રી : મદદ કરે. એ (વ્યવહાર આત્મા) ભાવ કરે તો મદદ કરે, ભાવ ન કરે તો મદદ ના કરે.
પ્રશનકર્તા : આ જે ગતિસહાયક અને સ્થિતિસહાયક તત્ત્વોનો ઉપયોગ કેવી રીતે લઈ શકાય ?
દાદાશ્રી : આપણાથી લઈ શકાય નહીં. પ્રશ્નકર્તા : તો કઈ રીતે એનો ઉપયોગ થતો હશે ?
દાદાશ્રી : આ તો આપણે નક્કી કરીને કે મારે અહીંથી આમ જવું છે એટલે એ ઉપયોગમાં આવે. એટલે આપણી ઇચ્છાઓ પ્રમાણે જમા થઈ જાય નહીં. કારણ કે બન્નેમાં પોતાનામાં ગતિ કરવાની શક્તિ નથી. એટલે પોતાની ઇચ્છા થાય તો આ મદદ કરે એને. અને આકાશ હોય તો આપણે ઊભું રહેવાયને મહીં. વ્યવહારમાં ઊભું રહેવું હોય તો આકાશ જોઈએ. નિશ્ચયમાં ઊભું રહેવું હોય તો આકાશની જરૂર નથી. એટલે વ્યવહારમાં રહેવું હોય તો ટાઈમની જરૂર. કારણ કે અનિત્ય છે. એટલે. નિશ્ચયમાં નિત્યમાં ટાઈમ ના હોય. આપણામાં છએ છ છે જ મહીં.
પ્રશ્નકર્તા : તો આ ગતિ સહાયક તત્ત્વમાં ને સ્થિતિ સહાયક તત્ત્વમાં પણ કંઇ સુધારો કરી શકાય કે એ પણ ભાવથી જ થાય ?
દાદાશ્રી : બધું ભાવથી જ થાય. જેનો ભાવ ચોખ્ખો તેનું એ ચોખ્ખું. ભાવ ચોખ્ખો આવડે નહીં ને ! નહીં તો એ આવડતો હોય તો તો બહુ કામ જ થઇ ગયું ને !
ઘણા ખરા મકાન પર મોટા મોટા છાપરાં હોય છે તે આખા