________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
૨૫
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : એ ભળે નહીં. એના ભેગાં થવાથી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે.
કશું નથી. તેમાં તો કેટલીય વસ્તુ, વિકલ્પો કેટલા બધા ! ત્યારે પછી કોઈ પૂછે, કે વિકલ્પો કેટલા બધા હશે ? એની કોઈ લિમિટ-બિમિટ ? ત્યારે કહે, અલિમિટેડ વસ્તુ જ આ જગતમાં નથી કોઈ. બધી લિમિટવાળી વસ્તુઓ. લિમિટવાળી ના હોત તો તો કોઈ પહોંચી જ ના શકત. મોક્ષની તો વાત જ ના હોત. બધું જ લિમિટવાળું છે. આ લિમિટવાળું છે તેથી આપણને મોક્ષ મળે, નહીં તો આ કઢાપો-અજંપો ને ચિંતા પાર વગરની હોય.
પ્રશ્નકર્તા : જો લિમિટવાળું જ છે બધું, તો પછી અનંત શબ્દ ક્યાંથી આવ્યો ?
દાદાશ્રી : અનંત એને લાગતુંવળગતું નથી. ‘અનંત’ ને એને શું લેવાદેવા છે ? આ બધું લિમિટવાળું છે. અનંત તો આત્માના ગુણો આપણે કહીએ છીએ, તેય તમને સમજાવવા માટે. કારણ કે એ લોકોને (છ તત્ત્વોને) તો છ તત્ત્વ જાણવાની જરૂર જ નથી. આ તો ‘તમને' તમારું' ભાન કરાવવા માટે. ‘તમે' કેવા છો તે ? બાકી એમને કંઈ જાણવાનું હોય જ નહીં ને ! આ તો બેભાન થયેલો હોય તેને ભાન કરાવવાનું, તેને એમ કહેવાનું કે “ભઈ, તું અનંત જ્ઞાનવાળો છું. તું અનંત દર્શનવાળો.” પણ જે ભાનમાં હોય તેને કશું કહેવાનું હોય જ નહીં ને !
જો આ અલિમિટેડ હોતને તો આ માણસો બધા સરખા દેખાય એવું ને એવું બધું સરખું ના હોત. કો'કને ત્રણ પગ હોત, કો'કને સાડા ત્રણ પગ હોત, કો'કને ત્રણ હાથ હોત, કો'કને ચાર હાથ હોત, કો'કને ત્રણ આંખો હોત. પણ ના, એમ નથી. જો અનલિમિટેડ હોતને તો આ બહારગામના માણસો આવે, તે કંઈ નવી જ જાતના દેખાય. પેલા ગામના જુદા. એટલે લિમિટેડ છે, એ એઝેક્ટ છે. કોઈ પણ દેશમાં જાવ તો માણસ બે પગવાળો ને બધું સરખું દેખાય.
પ્રશ્નકર્તા: એક તત્ત્વ બીજાં તત્ત્વમાં ભળતું જ નથી, એ બન્ને અલગ જ રહે છે ને ?
પ્રશ્નકર્તા : ભેગાં થાય છે કે એકબીજા નજીકમાં આવવાથી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : હા, એ જ સ્તો ને. ફરતાં ફરતાં ભેગાં થયાં એટલે અવસ્થાઓ ફર્યા કરે. મૂળ વસ્તુને કશો ફેરફાર થતો નથી.
પ્રશ્નકર્તા : છતાં એ તત્ત્વો તો બધાં અલગ જ રહેવાનોને ?
દાદાશ્રી : હા, એ કાયમ અલગ. અત્યારેય અલગ છે. અત્યારેય શરીરમાં છે, તોય અલગ છે બધા.
પ્રશ્નકર્તા : એમના ગુણ-દોષો અલગ જ હોય ?
દાદાશ્રી : બધું અલગ, સ્વતંત્ર, ગુણ-દોષો અલગ ! એટલે આ તત્ત્વને અમે જુદા પાડીએ. જેમ સોનું અને તાંબું બે ભેગાં થયેલાં હોય. તે પેલા સોની લોકો જુદા પાડે ને એવી રીતે આ જ્ઞાની પુરુષ જુદાં પાડી શકે. ભેદ વિજ્ઞાની, જેને ભગવાનનું પ્રતિનિધિપણું હોય તે ભાગ પાડી શકે. તે અમે પાડી શક્યા. એટલે જુદો થઈ જાય આત્મા. આત્મા જુદો થઈ જાય એટલે કર્મ બંધાય નહીં. ‘હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી કર્મ બંધાય. ‘હું કોણ છું એવું ભાન થાય એટલે કર્મ ના બંધાય.
પ્રશ્નકર્તા : એ આત્માનું અસ્તિત્વ પણ કંઈ કારણને લીધે જ હશેને ?
દાદાશ્રી : અસ્તિત્વને કારણ હોતું નથી ને ! જે અસ્તિત્વ છે, તે કેવું છે? અસ્તિત્વ છે, તે વસ્તુત્વવાળું છે, સનાતન છે. સનાતનને કોઈ કારણ લાગતું જ નથી. બધાં કારણો લાગુ થાય છે અવસ્થાઓને. પોતે' અવસ્થામાં છે અને દેખાય એ બધીય પાછી અવસ્થાઓ જ