Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ કરાવે. શંકા એટલે ઘોર અજ્ઞાનતા. અક્રમ વિજ્ઞાનમાં શંકાની પ્રકૃતિથી બચવા ‘વ્યવસ્થિત'ની નિઃશંક દશામાં સ્થિર રહેવાની વૈજ્ઞાનિક સમજણ જ્ઞાની પુરુષ દ્વારા આજ્ઞા સ્વરૂપે પ્રાપ્ત થાય તેમ છે. ખૂલે-ખીલે ને જીવનમાં આડાઈઓથી, રિસાવાથી, ત્રાગાંથી પોતે છૂટી શકે અથવા તો આડાઈઓવાળાથી, રિસાનારથી કે ત્રાગાંવાળાથી પોતે છટકી શકે. પોતાની પ્રકૃતિથી છૂટી જવાની જ્ઞાનકળાઓ અને સામાની પ્રકૃતિના સકંજામાં ન ફસાતાં તેની જોડે સમાધાની નિકાલ થવાની સમ્યક્ પ્રકારની સમજણો અક્રમ વિજ્ઞાન દ્વારા જ્ઞાની પુરુષ કહી જાય છે, જે મોક્ષમાર્ગે બાધકતા નિવારવા અત્યંત ઉપકારી થઈ પડે ! ૨. ઉદ્વેગ : શંકા : નોંધ સામા પાસે ધાર્યું કરાવવાની રીતમાં આડાઈથી શરૂઆત કરીને રિસાવાની રીત અજમાવે ને તેમ છતાં સફળ ના થાય તો ત્રાગાં આદરે. પણ તો ય ધાર્યું ના થાય તો પોતે અત્યંત ઉગને પામે છે. ધારેલું કરાવવાની દાનત ઘસાય તો ઉગના દુ:ખ-ભોગવટાથી છૂટતો જાય. મોહની પરાકાષ્ટાઓથી ઉગ સર્જાય છે અને ઉગમાં ભયંકર કર્મો બંધાઈ જાય છે. પ્રકૃતિના વેગ-આવેગ ને ઉગના સૂક્ષ્મ ફોડ જ્ઞાની પુરુષ જ જણાવી શકે ! અને ઉગના નિમિત્ત-કારણોથી મુક્ત થવાની સરળ ચાવીઓ પણ એવા જ્ઞાનીપુરુષ પાસેથી સંપ્રાપ્ત થાય. ઉગથી બચવા તેના નિમિત્તો ખોળી તેનાથી છેટા રહેવું ઘટે અગર તો એ વસ્તુ ગમે તેટલી અમૂલ્ય કેમ ના હોય, પણ તો ય છોડી દેવી પડે, પણ ઉદ્ધગના કારણને મૂળથી ઉખેડી નાખવાં પડે. કારણ કે સહેજ પણ ઉદ્વેગ થાય ત્યાંથી જ એ મોક્ષમાર્ગ નથી. અક્રમ વિજ્ઞાનમાં જે ઉગમાં ફસાય છે તેને પોતે જોયા કરે એટલે પોતે મુક્તિ માણે. આ તો ઉગમાં હું ફસાયો - એવું અજ્ઞાનતાથી જાત પર લેતાં જ ખરેખર પોતે ફસાય છે ! ઉગ કરાવનારું કોણ ? બુદ્ધિ. વેગમાંથી આવેગમાં ને ઉગમાં એ જ લાવે છે અને બુદ્ધિ છે એ જ શંકાઓ જન્માવે છે. બુદ્ધિશક્તિથી ઉકેલ ન આવતાં ગૂંચાય, એ પછી શંકાઓ ઉત્પન્ન ઘરમાં સાપ પેઠો, એ નિમિત્તે જે શંકા પેઠી એ સાપ ઘરમાંથી બહાર જતો જોવામાં ના આવે ત્યાં સુધી શંકાનો કીડો ટાઢો પડે નહીં અને ‘વ્યવસ્થિત’નું જ્ઞાન સમજાય ત્યાં શંકા ઉત્પન્ન થાય જ નહીં. જ્ઞાની શ્રીમુખે પ્રગટેલું વિજ્ઞાન તો અનેક અવતારોના અનુભવોના પૃથક્કરણનો નિચોડ છે. અનેક પ્રકૃતિના પ્રત્યેક પર્યાયોમાંથી અનુભવપૂર્વક પસાર થઈ લાધેલું મુક્તિનું મૂળ જ્ઞાન એ શોધખોળ છે જ્ઞાની પુરુષની ! મનુષ્યોના જીવનમાં કેટલાય પ્રસંગો એવા બની જાય છે તેમાં જે બને છે ત્યાં એને શંકા હોતી જ નથી, જ્યાં કુદરતી ક્રમે બધું બની રહ્યું હોય ત્યાં શંકા જ શા માટે ? ખોરાક ખાધા પછી તે પચવાની બાબતમાં શંકા પડે છે કે પચશે કે નહીં ? શંકા શું હેલ્પ કરે છે ? શંકાશીલ તો જીવતો હોવા છતાં મરેલા જેવી જ સ્થિતિમાં રહ્યો છે ! દીકરીઓ ભણવા જાય તેની પર શંકા રાખે તો શું થાય ? એ શંકા તો નર્યો અજંપો કરાવે. એ પોતાને જ દુઃખદાયી છે. કોઈના ચારિત્ર સંબંધમાં શંકા લાવવી એ તો ભયંકર જોખમ છે. એ જોખમ કેમ ખેડાય ? દેખ્યું ના હોય ત્યાં સુધી નિઃશંક રહેવાય. પણ પૂર્વે તેવું ન હતું ? આ કંઈ રાતોરાત ઊભું થઈ ગયું ? ના. માટે શંકા થતી હોય ત્યાં તો આ પહેલેથી આમ જ હતું એમ સમજી જવું. જગત તો પોલંપોલ જ છે. આત્માને વાઈફે ય હોતી નથી ને દીકરી ય હોતી નથી. મોક્ષમાર્ગે પ્રયાણ પછી ન ચૂકનારાઓને તો આત્મા સિવાય ક્યાંય ઊંડું ઊતરવા જેવું જ નથી. કળિયુગના પ્રભાવમાં ધણી-બૈરી વચ્ચે મોરાલિટી તૂટી, સિન્સિયારિટી 16

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 253