Book Title: Aptavani 09 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ વિજ્ઞાન ને આડો તે હું છું અને સીધું મારે થવાનું છે, તેનું નામ ક્રમ !” - દાદાશ્રી પોતે દેખે ત્યારથી એ જવા માંડે. દિલ ઠરે એવી સાચી વાતનો ય સ્વીકાર ના કરે તે જ આડાઈનું સ્વરૂપ. એવાઓ પોતાને મતે જ વર્તે. જ્ઞાનીના મતે ચાલે તેની આડાઈઓ ખલાસ થાય. પ્રકૃતિના ટોપમોસ્ટ ગુણો મોક્ષમાર્ગે વાટખર્ચમાં સાંપડે. અત્યંત નમ્રતા-અત્યંત સરળતા-સહજ ક્ષમા-આડાઈ તો નામે ય ના હોય-એવાં ગુણ પ્રગતિનું પ્રમાણ કહી શકાય. પોતાની આડાઈઓનું ભાન રહેવું એ જ “જાગૃતિ' છે ! આડાઈઓ મંદતાને પામેલી હોય છતાં મમતાવાળો સંસારમાં જ ગરકી ગયેલો હોય, જ્યારે મમતારહિતપણું હોય અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ આડાઈઓ ઓળંગે તો એ ઠેઠ જ્ઞાનીપદ પ્રગટાવે ! આડાઈનું મૂળ અહંકાર છે. આડાઈ કરીશું તો જ બધા પાંસરા થશે એવું જ્ઞાન સાંભળ્યું-શ્રદ્ધામાં આવ્યું કે પછી આડાઈઓ વર્તનમાં આવ્યા વગર રહે નહીં. જ્ઞાની પુરુષ પાસે કોઈ આડાઈ કરે તો તેને જ્ઞાની પુરુષ તરફથી ક્યારેય ટેકો-ઉત્તેજન ના મળે. ત્યાં પેલાએ પાંસરા થયે જ છૂટકો ! નિસ્પૃહતા આગળ આડાઈઓ હેઠી પડે, સંપૂર્ણ સવાંગી સરળ એવા જ્ઞાની પુરુષનો રાજીપો તો સરળતા ગુણથી સહેજે મળે જ ! પોતાની આડાઈ પોતે જાણે ત્યારે એ પાછો ફર્યો કહેવાય. સ્વરૂપ જ્ઞાન હોય તો જ આડાઈ ઓળખાય. અને તો જ એ આડાઈ ખપતી જાય. પરિણામે એક દહાડો આડાઈ ખલાસ થઈને ઊભી રહેશે. બાકી, આડાઈવાળો તો આખો મોક્ષમાર્ગે ય ચૂકી જાય. પોતાનું ધાર્યું બીજા પાસે કરાવવા જાય તો આડાઈ ઊભી થાય ને પારકાના ધાર્યા પ્રમાણે કરવા જતાં આડાઈઓ ખલાસ થતી જાય. આ જે આડો છે તે હું હોય એવું જ્ઞાન થવું, એનું નામ અક્રમ રિસાવું એ પણ આડાઈનો જ પ્રકાર છે. રિસાય તેમાં ખોટ કોણ ખાય ? રિસાય તેના માટે ગાડી ઊભી રહે ખરી ? રિસાય તેની સામે તો કેટલી ગાડી ઉપડી જાય. કારણ કે જગત કંઈ અટકવાનું નથી. સામો રિસાય છે તે રિસાળ પર રિસાય છે અને જે રિસાળ છે તે રિસાનારને જુએ છે. જે રિસાળ છે તે આપણું સ્વરૂપ હોય. અને જે રિસાય છે તે આત્મા હોય. આત્મા આત્માને જ જુએ, શુદ્ધ જ જુએ. એમાં મોક્ષમાર્ગ સમાયેલો છે. જ્ઞાની પુરુષ પાસે કોઈ રિસાય ત્યાં જ્ઞાની પુરુષનું ડિલિંગ કેવું હોય ? એ વીતરાગતાની સમજ જ્ઞાની પુરુષ જ પમાડી શકે ! વીતરાગતા સાથે નિષ્કારણ કરુણા એ જ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની વિશેષતા છે કે પરિણામે સામો દોષમુક્ત થઈને મોક્ષમાર્ગે સ્થિર થાય ને આત્મકલ્યાણ સાધી શકે. આડાઈની ચઢતી અવસ્થાઓમાં રિસાયને તો ય ધાર્યું ના થાય ત્યાં પછી ત્રાગું કરીને ય ધારેલું સામા પાસે કરાવીને જ જંપે. ધાર્યું કરાવવા ધમપછાડા કરવા, માથાં કૂટવાં, રડવું અને સામાને એવા સકંજામાં મૂકી દે કે, ગભરાઈને ય સામો વશ થઈ જાય એ બધા જ ત્રાગાનાં લક્ષણો ! તેવાઓની પાસે સમજાવટથી સમાધાન થાય નહીં તો ત્યાંથી ખસી જવું એ જ ઉપાય લેવો રહ્યો. ત્રાગું કરવું એ ય કળા છે. ભયંકર શક્તિઓ વેડફી નાખે છે એમાં. ભયંકર ખોટ ખાય છે પરિણામે તિર્યંચ ગતિ ઓળંગે એવી જોખમદારી ય આવી પડે ! અક્રમ વિજ્ઞાની, ત્રાગામાંથી બચવાના ઉપાય દેખાડી દે છે. પ્રત્યેક વિકૃત પ્રકૃતિઓને બધાં જ ફેઝીઝથી જોઈને-અનુભવીને તેનાથી મુક્તિ પામવાની દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખુલ્લી કરે છે, જેથી બીજાઓને પણ તે દ્રષ્ટિ 13 14Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 253