Book Title: Aptavani 09 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ સંપાદકીય અનંત અવતારથી મોક્ષે જવા જીવ ઝંપલાયેલો છે. કેટલીય વાર ચઢે છે ને કેટલીય વાર પડે છે. ધાર્યું પરિણામ આવતાં રોકે છે કોણ ? મોક્ષની સાધના કરનાર-કરાવનારાં ‘સાધક-કારણો'ને કેટલેક અંશે પામી શકે છે, કિંતુ ‘બાધક-કારણો’ જાણી-જોઈને તેનાથી વિરકત રહે છે ફક્ત કો'ક કાળે પ્રગટેલા જ્ઞાની જ ! જ્ઞાની પુરુષ જ્યારે પ્રગટ પ્રત્યક્ષ સાંપડે ત્યારે જ મોક્ષમાર્ગ આખો ખુલ્લો થઈ જાય છે, એટલું જ નહીં પણ ઠેઠ સુધી પહોંચી જવાય છે ! એ મોક્ષમાર્ગમાં ઊંચે ચઢવાનો માર્ગ ક્યાંક ક્યાંક મળી આવશે. પણ ઊંચે ચઢતાં ચઢતાં જે ડેન્જરસ પોઈન્ટસ’ આવે છે તેની લાલબત્તીઓ ક્યાંય મળતી નથી. ચઢવાના રસ્તાની જેટલી મહત્તા છે તેના કરતાં લપસણિયા સ્થાનકોની જાણકારી-તકેદારી અનેકગણી મહત્ત્વની છે અને તે તકેદારી વિના ગમે તેટલો પુરુષાર્થ આદરે તો ય તે પછડાયા જ કરવાનો. માર્ગ. મુક્તિનાં સાધન માનીને સાધક જે જે કરે છે, એનાથી એને મુક્તિ અનુભવમાં આવતી નથી. કેટલાં કેટલાં સાધન કર્યા પછી પણ એનું બંધન તૂટતું નથી. એમાં કઈ ભૂલ્લ રહી જાય છે ? છૂટવા માટે છૂટવાનાં કારણો સેવવાં જોઈએ. અને જે જે કારણો સેવે, એનાથી એને છૂટવાપણું-મુક્તિ અનુભવમાં આવતી જાય તો જ એણે સેવેલાં કારણો છૂટવાનાં છે એમ કહી શકાય, પણ આ તો છૂટવાનાં કારણો સેવે છે છતાં બંધન છૂટતું નથી, તે શાથી ? જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષમાર્ગને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને તે માર્ગને પૂરો કર્યો છે. તેથી તે માર્ગને બાધક દોષો, તે માર્ગમાં આવતાં વિઘ્નો-આવતી અડચણો કે આવતાં જોખમો જણાવી શકે. એ માર્ગે આવનારાઓને દોષો કેવી રીતે નિર્મૂલન કરી શકાય તેનું સર્વ જ્ઞાન, સર્વ ઉપાય દઈ શકે. જગતમાં જે દોષોથી બંધાયેલા છે એવા દોષો, જે જગતનાં લોકોની દ્રષ્ટિમાં આવી શકતા નથી. તેથી લોકો નિરંતર એવા પ્રકારના દોષોથી બંધાઈને, તે દોષોને પોષણ આપીને મોક્ષમાર્ગમાંથી વિમુખ જ રહ્યા છે. પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓ મોક્ષમાર્ગ નડતા દોષોની લોકોને ચેતવણી આપી ગયેલા. પરંતુ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થયા પૂર્વે નડતા દોષો, મોક્ષમાર્ગની પ્રાપ્તિ થયા પછી નડતા દોષો, તે સર્વનું વિગતવાર વિવરણ હોય તો મોક્ષમાર્ગનો સાચો અભિલાષી સાધક તે માર્ગને પૂરેપૂરો પામી શકે, તે માર્ગે પોતે પ્રગતિમાં પ્રયાણ રાખી શકે. છતાં ખરો માર્ગ તો જ્ઞાની પુરુષના ચરણમાં રહીને જ પૂરો કરવાનો રહે છે. પૂર્વેના જ્ઞાનીઓ કહી ગયા કે ક્રોધ-માન-માયા-લોભ, એનાથી બંધન છે. એ દોષ ખલાસ થયે મુક્તિ થાય. બધા દોષો ક્રોધ-માન-માયાલોભમાં સમાય છે, પણ વ્યવહારમાં એ દોષો કેવા સ્વરૂપે ઉઘાડા પડતા હોય છે, કેવા સ્વરૂપે થયા કરતા હોય છે ? એ તો, જ્ઞાની પુરુષ ફોડ પાડે ત્યારે જ સમજાય. જ્ઞાની પુરુષ એટલે પૂર્ણ પ્રકાશ. અને એ પ્રગટ જ્ઞાનપ્રકાશમાં સર્વ દોષોથી છૂટકારો થવા જ્ઞાની પુરુષ પાસે આલોચના ખૂબ જ અનિવાર્ય 10 આત્મસાધના કરતાં કરતાં સાધક ક્યાં ક્યાં પોતે પોતાને જ બાધક બની જાય છે, તેની અત્યંત તીક્ષ્ણ જાગૃતિ વિના સાધના સિદ્ધ થતી નથી. અર્થાત્ આ પુરુષાર્થમાં નફો પ્રાપ્ત કરવા કરતાં ખોટ કેમ અટકાવાય એ અતિ અતિ અગત્યનું છે. જ્ઞાની પુરુષ ભેટી જાય અને જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ આરાધન શરૂ થાય ત્યારે પહેલાં તો સંસારમાં જ, વ્યવહારમાં જ અટવાયેલા, તેઓ જ સંસારની સાધના કરનારાઓ જ, હવે મોક્ષમાર્ગની સાધના તરફ વળે છે. હવે બાકી રહેલો વ્યવહાર જ્યારે ફરજિયાત પૂરો કરવાનો રહે છે ત્યારે જાણ્યે-અજાણે સંસારની સાધના યે થઈ જતી હોય છે, એ લીકેજ કોણ દેખાડે ? એ તમામ લીકેજને સીલ કરવાના વ્યવહાર જ્ઞાન, અધ્યાત્મજ્ઞાન તેમજ અધ્યાત્મ વિજ્ઞાન સુધીનું જ્ઞાન, જ્ઞાનકળા ને બોધકળા અત્રે પ્રગટ જ્ઞાની પુરુષ દ્વારા ખુલ્લાં થાય છે. મોક્ષમાર્ગ એટલે મુક્તિનો માર્ગ, સંસારી બંધનોથી મુક્ત થવાનોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 253