Book Title: Antriksha Parshwanath Mahapujan Vidhi Author(s): Sarvodaysagar, Udayratnasagar Publisher: Charitraratna Foundation Charitable Trust View full book textPage 4
________________ : Ivoire જા પ્રકાશકીય નિવેદન કે ચરમતીર્થપતિ ભગવાન મહાવીર સ્વામીના ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવાન અને પંચમ ગણધર થી સુધમસ્વિામી ભગવાન એમણે રચેલ દ્વાદશાંગીમાં દષ્ટિવાદ નામના ૧૨માં અંગમાં ૧૪ પૂર્વો આવેલા છે. તેમાં વિદ્યાપ્રવાદ પૂર્વમાં મહાપ્રભાવિક મંત્રો - યંત્રો અને તંત્રો પ્રચુર માત્રામાં આવેલ હતા પણ કાલાનુક્રમે આ વારસો જૈનોના હાથમાંથી સરકી ગયો.છતાં પણ અનુભવીઓના કહેવા પ્રમાણે આજના કાળમાં જૈનો પાસે ૧લાખ મંત્રો ૧લાખ યંત્રોની વિદ્યમાનતા છે. પણ એ બધા છુટક છુટક પડેલા છે. વિદ્વાન પુરુષોએ એ યંત્રો અને મંત્રોનું સંકલન કરવું ખૂબ જ જરૂરી છે. મહાપૂજન તથા યંત્રવિશે : અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબની અનુજ્ઞાથી પૂજ્યશ્રીના વિનયી શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ. સા.ને એક શુભ પળે મહાપૂજન સંકલિત કરવાનો શુભ વિચાર આવ્યો. પૂજ્યશ્રીએ મહાન મંત્ર પ્રભાવિક શ્રી ૐ નમો દેવદેવાય એ સ્તોત્ર ઉપરથી શ્રી જિરાવલ્લા પાર્શ્વનાથ મહાપૂજનનું સંકલન કરેલ, આ મહાપૂજન સંકલન કરતી વખતે મુનિરાજશ્રીએ અચલગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રીને આ મહાપૂજન માટે જનરલ પાર્શ્વનાથ ભગવાનનું સ્તોત્ર બનાવી આપવા વિનંતી કરેલ. પૂજ્ય ગુરુદેવશ્રીએ અલ્પ સમયમાં સ્તોત્ર બનાવી આપ્યું. અનુક્રમે આ તાપ્રયંત્ર અને મહાપૂજન વિધિ સંકલિત થતા સૌ પ્રથમવાર આ મહાપૂજન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઘાટકોપરમાં ભણાવવામાં આવેલ. અનુક્રમે કચ્છમાં ૨૬ વર્ષીતપના આરાધક પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં ભણાવાએલ તથા મુંબઈ સમસ્ત સંધોના સહકારથી થયેલ મહોત્સવમાં માટુંગા બોડીંગમાં ૫.પૂ. યુવાચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં આ મહાપૂજન ભણાવાએલ. એ પ્રમાણે પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીએ રચી આપેલ પાર્શ્વનાથ ભગવાનના સ્તોત્ર તથા તપગચ્છ-ખરતરગચ્છના આચાર્યોએ રચેલ પ્રાચીન સ્તોત્રોને આધારે હાલમાં ૪૦ મહાપૂજનો અને તામ્રયંત્રો સંકલિત થયા છે. ભવિષ્યમાં શ્રી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહાપૂજનવિધિ / ૨ કPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44