Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 13
________________ અરસામાં આપી હતી, એમાં પણ એવું જ સૂચન મળે છે. ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજશ્રીન્યાયવિજયજીએ રચેલ પખંડાતભક “જૈનદર્શન' ગ્રંથના પંચમ ખંડમાં (નવમી આવૃતિ પૃ. ૪૩૧' સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ' આવું નામ આપી એ પ્રકરણમાં આ વિષયનું વિવેચન કર્યું છે.' વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં “ મન્નસંમવાનું સુત્ર દ્વારા અનેકાંતવાદનું ખંડન કરવા જે પ્રયત્ન કર્યા છે તે અસ્થાને થયો છે. એ સબંધમાં આધુનિક તટસ્થ વિચારક વિદ્વાનોના અભિપ્રાયો મેં “સિદ્ધરાજ અને જૈનો' નામની લેખમાલામાં આજથી ૩૫ વર્ષો પહેલા ટાંક્યા હતા. આ લેખમાલા ગયા વર્ષમાં મ.સ. યુનિવર્સિટીપ્રાચ્યવિદ્યામંદિર તરફથી “શ્રી સયાજી સાહિત્યમાલા' માં પ્રકાશિત થઈ ગયેલ છે. સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિ જેવા ધુરંધર સમર્થ તાર્કિક વિદ્વાને“અનેકાંતજયપતાકા' ગ્રંથ દ્વારા તથા વાદી શ્રી દેવસૂરિ જેવા પ્રભાવક આચાર્યે “સ્યાદ્વાદ રત્નાકર' જેવા વિશાળ ગ્રંથ દ્વારા અને બીજા પણ અનેક તત્વજ્ઞ દાર્શનિક વિદ્વાનોએ : સંસ્કૃત ભાષામાં આ વિષય પર ઘણું વિવેચન કરી પ્રકાશ કર્યો છે. ગહન તત્ત્વજિજ્ઞાસુ વિદ્વાનો એનું અવગાહન કરતાં સંતોષ પ્રાપ્ત કરશે. સંસ્કૃત ભાષા અને તર્કશાસ્ત્રનું ઊંડુ અવગાહન ન કરી શકનારા જિજ્ઞાસુ વાચક સજ્જનોને આ ગ્રંથ વાંચવા સમજવામાં રસ ઉત્પન્ન કરશે.અનેકાંત-સ્યાદ્વાદ જેવા ઉપયોગી ગહન તત્ત્વનું રહસ્ય સમજવા માટે આ ગ્રંથ અવશ્ય વાંચવો જોઇએ. શાળા-મહાશાળા પાઠશાળાઓમાં આનું અધ્યયન અવશ્ય થવું જોઇએ. ઉચ્ચ કક્ષાના અભ્યાસી પાઠકોને આ ગ્રંથનું પઠન-પાઠન ઉપયોગી અને આનંદપ્રદ થશે એવી આશા છે. આ ગ્રંથના અનુવાદો અન્ય ભાષાઓમાં પણ થાય એ ઇચ્છવા યોગ્ય છે. આ ગ્રંથની પ્રસ્તાવના લખવાની તક આપવા માટે હું શ્રી જૈન માર્ગ આરાધક સમિતિ આદોની (આ%) નો, અંત:કરણથી આભાર માનું છું. નિવેદક સં. ૨૦૨૧ માર્ગ. વ. ૧૦. શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક દિવસ. વડીવાડી, રાવપુરા લાલચંદ્ર ભગવાન્ ગાંધી, નિવૃત “જૈન પડિંત'-વડોદરા રાજય].

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 280