Book Title: Anekant Syadwad Author(s): Chandulal Shakarchand Shah Publisher: Babubhai KadiwalaPage 12
________________ [૧૮] જીવન ઝંઝટમાં - બોધક દંષ્ટાતો સાથે ચર્ચા કરી છે. (૧) દુઃખગર્ભિત, (૨) મોહ-ગર્ભિત અને (૩) જ્ઞાન-ગર્ભિત વૈરાગ્યના પ્રકારો સમજાવ્યા છે. સ્કાયદ્વાર પદ્ધતિ સમજવા માટે લશ્કરમાં ભરતી કરનાર એક અધિકારીનું રમુજી દષ્ટાંત રજુ કર્યું છે. આચરવા યોગ્ય પાંચ આચારો (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ એ પાંચેની જીવનમાં ઉપયોગિતા વિસ્તારથી વિવિધ પ્રકારે સમજાવી છે. આંતરિક અહિતકર પરિપુઓ પર વિજય મેળવી અહિંસા આદિના પાલનથી વાસ્તવિક સિદ્ધિ મેળવી શકાય. ' [૧૯] ખંડન-મંડનમાં, [૨૦] નમસ્કાર મહામંત્રમાં ઉપયોગી વિચારો દર્શાવી [૨૧] વિદાય પ્રકરણ દ્વારા લેખકે ગ્રંથનું અંતિમ મંગલ કરતાં જીવનનું પણ અંતિમ મંગલ સાથું જણાય છે. આ ગ્રંથમાંથી અવતરણો આપી અંહિ પુનરુક્તિ કરવાનું મને ઉચિત લાગ્યું નથી. લેખકની અંતિમ ઈચ્છા પ્રમાણે જિજ્ઞાસુ વાચકો આમાંથી સ્વલ્પ પણ અમૃતપાન કરશે તો અનેકાંત-સ્ત્રાયદ્વાદ-જૈન તત્ત્વજ્ઞાન સમ્યજ્ઞાન દ્વારા, સમ્યગ્દર્શન શ્રદ્ધાળુ થઈ સમ્મક્રિયા- ચારિત્રનું પાલન કરી અજરામર બનશે એવી આશા અસ્થાને નથી. . • આ ગ્રંથનું નામ “અનેકાંત અને સ્યાદ્વાદ' એવું રાખવામાં આવ્યું છે, તેને બદલે “અનેકાંત અથવા સ્યાદ્વાદ' એવું રાખ્યું હોત તો ઉચિત ગણાત એમ મને લાગે છે. સુપ્રસિધ્ધ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના પ્રારંભમાં બીજું સૂત્ર “ધ્ધિ: ચહિલા રચી, તેની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં સ્યાદ્વાદને જ અનેકાંતવાદતરીકે ઓળખાવ્યો છે. બીજા વ્યાખ્યાનકારોએ પણ સ્યાદ્ધાના “ચા”પદને “અનેકાંત' દ્યોતક અવ્યય તરીકે જણાવેલ છે. એટલે સ્યાદ્વાદ એજ અનેકાંતવાદ કહી શકાય.શ્રી હેમચન્દ્રાચાર્યે વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશોમાં, ૮ મો પ્રકાશ વીતરાગ-હેમચન્દ્રાચાર્યે રચેલી અન્યયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા પર મલ્લિષેણ સૂરિ જેવા સમર્થ વિદ્વાને, સ્યાદ્વાદમંજરી વૃતિ રચી છે, જે સુપ્રસિધ્ધ છે. અમે તેનો અભ્યાસ લગભગ ૫૦ વર્ષ પહેલાં “વારાણસી માં કર્યો હતો અને તેની પરીક્ષા (જનન્યાય-મધ્યમા) સન ૧૯૧૪માં પટણા (બિહાર) જઈ આપ્યાનું યાદ છે, તથા મુંબઈ જૈન શ્વે. એજ્યુકેશન બોર્ડના ૫ મા ધોરણના જૈન ન્યાય વિભાગની પરીક્ષા (જેમાં સ્વાદ્વાદમંજરી' હતી) વારાણસીમાં એ જPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 280