Book Title: Anekant Syadwad Author(s): Chandulal Shakarchand Shah Publisher: Babubhai KadiwalaPage 11
________________ નય. નય-નદી, સ્યાદ્વાદ-સમુદ્ર, પૂર્વોકત, (૨) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયોનું વિવેચન. ૪ પ્રમાણો પર વિચારણા તથા નિક્ષેપના ચાર પ્રકાર-(૧) નામ, (૨). સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ પર વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. [૧૧] સાત નયમાં - પૂર્વે દર્શાવેલ ૭ નયો પર દષ્ટાંતો સાથે વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ (૧) વ્યવહાર નય અને (૨) નિશ્ચય નય સબંધોમાં પણ અનેક દષ્ટાંતો સાથે આવશ્યક વિચાર કરવામાં આવ્યો છે. [૧૨] અપેક્ષામાં જૂદી જૂદી અપેક્ષાથી અપેક્ષાવાદ - સાપેક્ષવાદ-સ્યાદ્વાદ પર વિચારણા કરવામાં આવી છે. [૧૩] સપ્તભંગીમાં - વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે જે ૭-ભંગોપ્રકાર-વિચારવાની રીતો છે, તે અહિં અનેક દષ્ટાંતો સાથે સમજાવવામાં આવી છે. [૧૪] બેરિસ્ટર ચક્રવર્તીમાં - પૂર્વ પ્રકરણને વિશેષ સ્પષ્ટતાથી સમજાવવા માટે અહિ એક કલ્પિત ઉદાહરણ રજુ કરવામાં આવ્યું છે. બેરિસ્ટર સાહેબને ઉદાર અને કૃપણ અપેક્ષાથી જણાવ્યા છે. એક ખૂન કેસમાં બચાવ-પક્ષે તેમની વિવિધ પ્રકારે દ્રવ્ય,ક્ષેત્ર, કાલ, ભાવથી) વિચારણા દર્શાવી છે. એ રીતે સ્યાદ્વાદનો વ્યવહારમાં સત્ય અને ન્યાય વિચારવામાં-પણ ઉપયોગ સમજાવ્યો છે. [૧૫] પાંચ જ્ઞાનમાં - પૂર્વોકત પાંચ જ્ઞાનનો વિસ્તારથી પરિચય કરાવતાં, જ્ઞાન સાથે ક્રિયા હોય તો મોક્ષ મેળવી શકાય એ વિવેચનથી સમજાવ્યું છે.સમ્યજ્ઞાન-સાચું જ્ઞાન જરૂરી છે. અનેકાંત તત્વ-વિજ્ઞાન એ સાચું જ્ઞાન છે. [૧૬] કર્મમાં-કર્મ-ક્રિયા-દ્રવ્યક્રિયા - ભાવક્રિયા વગેરે વિચારણા કરતાં પૂર્વે જણાવેલ ૮ કર્મો (ઘાતી અને અઘાતી) સબંધમાં વિચારણા કરવામાં આવી છે. આત્મા સાથે કર્મ પુગલોનો બંધ સમજાવ્યો છે. કર્મનું સ્વરૂપ, તથા તેનું પરિણામ જણાવવામાં આવ્યું છે.તથા કર્મથી મુક્ત કેવી રીતે થઈ શકાય તે પણ સૂચવ્યું છે. [૧૭] આત્માના વિકાસક્રમમાં આત્માનો વિકાસક્રમ કઈ રીતે થાય?આત્મા કોણ? “હું અને મારું વગેરે વિચાર કરતાં વેર-ભાવ તજી સર્વ પ્રાણિમાત્ર સાથે મૈત્રીની ભાવના હોવી જરૂરી છે. જીવ, અજીવ, આદિ પૂર્વોક્ત નવ તત્વોનું જ્ઞાન આવશ્યક છે. એ સબંધમાં વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. મોક્ષ પ્રાપ્ત કરવાનાં ૧૪ સોપાન પગથી-ગુણસ્થાનકોનું દિગ્દર્શન કરાવ્યું છે.Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 280