Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૯/-/૩/૪૬૫
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩
માળા દ્વારા તેની પૂજા કરી. કરીને શુદ્ધ વસ્ત્ર વડે બાંધ્યા, બાંધીને રનકરંડકમાં રાખ્યા. ત્યાર પછી જમાલીની માતા હીર, જલધારા, સિંદુલારના પુષ્પો અને ટુટેલા મોતીની માળા સમાન, પુમના દુસહ વિયોગને કારણે આંસુ વહાવતી એવી આ પ્રમાણે કહે છે - આ (વાળ) અમારા માટે ઘણી તિથિઓ, પર્વો, ઉત્સવો, યજ્ઞો અને ક્ષણોમાં અંતિમ દર્શન પ થશે. એમ વિચારીને તે વાળને પોતાના ઓશીકાની નીચે મૂકયા.
ત્યારપછી તે જમાલીના માતા-પિતા બીજી વખત ઉત્તર દિશાભિમુખ સીંહાસન રખાયુ, રખાવીને બીજી વખત જમાલી ક્ષત્રિયકુમારને શેત-પિત (ચાંદી-સોના)ના કળશોથી સ્નાન કરાવ્યું, કરાવીને પદ્મ જેવા સુકોમળ સુધી કાપાયિક વાથી જમાલીના શરીરને લુગુ, લુછીને સરસ ગોશીષ ચંદન વડે શરીરને અનુલેખન કર્યું કરીને, નાકના નિઃશ્વાસના વાયુથી ઉડી જાય તેવા બારીક, નયનરમ્ય, વર્ણ અને સાથિી યુકત, ઘોડાની લાળથી પણ કોમળ, શેત, સોનાના તારથી mડેલ, મહાઈ, હંસલક્ષણ પટણાટક પહેરાવ્યું. પહેરાવીને હાર અને આહાર પહેરાવ્યો. એ પ્રમાણે જેમ સુયભના અલંકારોનું વર્ણન છે, તેવું અહીં પણ ગણવું યાવતું વિચિત્ર રનોથી જડીત મુગટ પહેરાવ્યો. કેટલું વર્ણન કરીએ ? ગ્રંથિમ-વેષ્ટિમ-પુરીમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળાઓથી કલાવૃક્ષ સમાન તે જમાલી અલંકૃત અને વિભૂષિત કરાયો.
ત્યારપછી તે જમાની ક્ષત્રિયકુમારના પિતા કૌટુંબિક પરને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનપિયો ! જલ્દીથી, અનેકશત સ્તંભ વડે રચાયેલ, લીલા કરતી શાલભંજિકાથી યુક્ત ઈત્યાદિ જેમ રાયuસેણઈયમાં વિમાનનું વર્ણન યાવત મણિરન ઘંટિકાલથી ઘેરાયેલી, હાર પુરુષો વડે વહન કરાતી શીબીકાને ઉપસ્થાપિત કરો, કરીને મારી આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો એ ચાવતું તેમ કર્યું.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર કેશ-અલંકારથી, વસ્ત્રાલંકારથી, માલ્યાલંકાર અને આભરણાલંકારથી એમ ચતુર્વિધ અલંકારથી અલંકૃત કરાયેલા, પ્રતીપૂણલિંકારથી સીંહાસનથી ઉભા થયા, થઈને શીબીકાને અનુપદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠો. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની માતાએ સ્નાન કર્યું, લિકર્મ કર્યું, યાવત્ શરીરે હંસલક્ષણ પડશાટક ધારણ કરીને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકામાં આરૂઢ થઈ, થઈને જમાલીની જમણી બાજુ ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારે તે જમાવી ક્ષત્રિયકુમારની ધાવમાત્ર નાન કરીને યાવત્ અલંકૃત્ શરીરને જોહરણ, પત્ર લઈને શીબીકાને પ્રદક્ષિણા કરતા શીબીકા ઉપર આરૂઢ થઈ, આરૂઢ થઈને જમાલીના ડાબે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી
- ત્યારપછી માલીના પાછળના ભાગે શૃંગારના ઘર સમાન, સુંદર વેપવાળી,
સુંદર ગતિવાળી યાવત રૂપભ્યૌવન-વિલાસ યુક્ત સુંદર સ્તન, જઘન આદિ યુકત હિમ, જd, કુમુદ, કુંદપુષ્ય અને ચંદ્રમા સમાન, કરંટક પુણની માળાથી યુકત, શેત છત્ર હાથમાં લઈને લીલાપૂર્વક ધારણ કરતી એવી ઉભી. ત્યારે તે જમાલીના બંને પડખે બે સુંદર વરણીઓ શૃંગારના ગૃહ સમાન સુંદર શવત્ યૌવનયુકત હતી, તે વિવિધ મણિકનકરન, વિમલ મહા સુવર્ણના ઉad વિ%િ દંડવાળા ચમચમતા અને શંખ-અંક-કુંદચંદ્ર-જલબિંદુ-મથિત અમૃતના ફીણ સમાન શેત ચામર લઈને લીલા સહિત વિતી-વિંઝતી ઉભી રહી
- ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારની ઈશાન દિશામાં એક સુંદર તરુણી શૃંગાગૃહ સમાન યાવત્ યૌવનયુકત, પવિત્ર જળથી પરિપૂર્ણ, ઉન્મત્ત હાથીના મહામુખના આકાર સમાન શ્વેત રજવનિર્મિત કળશને હાથમાં લઈને ઉભી. ત્યારપછી તે જમાલીની અગ્નિ દિશામાં એક સુંદર તરુણી શૃંગારના ઘર સમાન યાવતું સૌવનથી યુક્ત હતી, તે વિચિત્ર સુવર્ણ દંડવાળા વિંઝણાને લઈને ઉભી રહી.
- ત્યારપછી તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! સમનવય-સમાનત્વચા-સમાન દેખાવ-ન્સમાન લાવણ્ય, રૂપ, યૌવન, ગુણોથી યુક્ત એવા, એક સમાન આભરણવા-પરિક્ર ધારણ કરેલા ૧૦૦૦ શ્રેષ્ઠ કૌટુંબિક તરુણોને બોલાવો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવતુ તે સ્વીકારીને જલ્દીથી એકસરખા દેખાતા, સમાન વચાવાળા યાવત્ રણોને બોલાવ્યા.
જમાલી પ્રિયકુમારના પિતાના આદેશથી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ (૧ooo તરુણો) હર્ષિત, તુષ્ટિત થયેલા, નાન કરીને, બાલિકર્મ કરીને, કૌતુકમંગ-પ્રાયશ્ચિત્ત કરીને એક સમાન ભરણ, વસ્ત્ર, પરિકર યુકત થઈને જ્યાં જમાલી ક્ષત્રિયકુમારના પિતા હતા ત્યાં આવ્યા, આવીને બે હાથ જોડી રાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યા - હે દેવાનુપિયો ! આજ્ઞા આપો કે જે અમારે કરવા યોગ્ય હોય.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ તે કૌટુંબિક સુંદર વરુણ હજાર પુરણોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! તમે નાન કરી, ભલિકર્મ કરી યાવ4 નિયોગને ગ્રહણ કરીને જમાલી ક્ષત્રિયકુમારની શિબિકાનું પરિવહન કરો.
ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારની સહયપુરષવાહિની શિબિકાને વહન કરે છે. ત્યારે તે જમાવી ક્ષત્રિયકુમારની સહસ્ત્ર પુરષવાહિની શિબિકામાં આરૂઢ થયા ત્યારે તે શિક્ષિકાની આગળ સર્વ પ્રથમ આ આઠ મંગલો અનુકમથી ચાલ્યા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નાd, વર્ધમાનક, ભદ્રાસન યાવત્ દર્પણ.
ત્યારપછી પૂર્ણ કળશ-વૃંગાર ચાલ્યો, ઈત્યાદિ જે પ્રમાણે ‘ઉવવાઈસુvમાં છે તે મુજબ સાવ4 ગગનતલપુંબિની ધજા આગળ અનુકમથી ચાલી. એ પ્રમાણે