Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 97
________________ ૧૨/-/૨/૫૩૪ થી ૫૩૬ જેને સંપ્રાપ્તિ છે, તે નિયમથી યોગ્ય વૃક્ષો છે, અયોગ્યને તેમ ન હોય આ પ્રમાણે જ સર્વ ભવ્યોની સિદ્ધિ કહી છે. ૧૭૯ બધાં પણ ભવ્યો મોક્ષે જશે, એમ ભગવંતે કહ્યું, ત્યારે આ દૃષ્ટિથી જયંતીએ પૂછ્યું. અથવા કાળને આશ્રીને સર્વે ભવ્યોનું નિર્વાણ ન થાય, જેમ અતીત-અનાગત બંને કાળ તુલ્ય છે. તેમાં અતીત કાળમાં ભવ્યજીવોનો એક અનંત ભાગ સિદ્ધ થયો, તેટલો અનાગત કાળે પણ સિદ્ધ થશે. તે બંને પણ અનંત ભાગના સંકલનથી આનો અનંતભાગ થાય છે, એ પ્રમાણે સર્વે ભવ્યોનું સિદ્ધિગમન ન કહ્યું. વળી જે એમ કહે છે કે અતીત કાળથી અનાગતકાળ અનંતગુણ છે, તે મતાંતર છે, તેનું બીજ આ છે - જો બંને પણ તે સમાન હોય, તો મુહૂર્ત પહેલા અતિક્રાંતમાં અતીતાદ્ધા સમઅધિક અને અનાગતદ્ધા હીન થાય. એ પ્રમાણે મુહૂર્વાદિ વડે પ્રતક્ષણે ક્ષય પામતા પણ જેમ અનાગતકાળ ક્ષીણ થતો નથી, પછી બાકી રહેલ કાળ, તે પણ અનંતગુણ હોય છે, જેમ આ બંનેનું સમત્વ છે, તેમ, જેમ અનાગત કાળનો અંત નથી, તેમ અતીતકાળની આદિ એ સમ છે. સુતેલા જીવો સિદ્ધ થતાં નથી, તો જાગતાં થાય? તે દર્શાવતું સૂત્ર-તેમાં નિદ્રાવશત્વ તે સુપ્તત્વ, જાગરણ તે જાગર, તે જેને હોય તે જાગરિક, તેનો ભાવ તે જાગરિકત્વ. ધર્મ - શ્રુત, ચાસ્ત્રિરૂપ, તેનાથી વિચરે તે ધાર્મિક, તેના નિષેધથી અધાર્મિક, એવું કેમ ? ધર્મ - શ્રુતરૂપને અનુસરે તે ધર્માનુગ, તેના નિષેધથી અધર્માનુગ. કેમ ? ધર્મ - શ્રુતરૂપ, એ જ ઈષ્ટવલ્લભ કે પૂજ્ય છે, જેને તે ધર્મેષ્ટ કે ધર્મીષ્ટ. અતિશયધર્મી તે ધર્મીષ્ઠ, તેના નિષેધથી અધર્મેષ્ટ, અધર્મીષ્ટ, અધર્મીષ્ઠ. તેથી જ - ધર્મને ઉપાદેય રૂપે ન જાણે, તે અધર્મપ્રલોકી. ધર્મમાં રંજન ન પામે તે અધર્મપ્રરંજની એ રીતે ધર્મરૂપ-ચારિત્રાત્મક સમાચાર, સપ્રમોદ આચાર જેનો નથી તે. તેથી જ અધર્મચારિત્ર-શ્રુત વિરુદ્ધરૂપે જીવિકા કરનાર, તે અધર્મવૃત્તિકલ્પિક. અનંતર સુતા-જાગતાનું સારાપણું કહ્યું, હવે દુર્બલાદિ તે જ પ્રમાણે પ્રરૂપવા બે સૂત્ર કહે છે – વસ્તિવ, ઈત્યાદિ જેને બળ છે તે બલિક, જેને દુષ્ટ બલ છે તે દુર્બલ. જેઓ ઈન્દ્રિયને વશ થતા નથી તે દક્ષ છે, જેઓ ઈન્દ્રિયને વશ થાય છે, તે કહે છે – શ્રોમેન્દ્રિય વશત્વથી - તેની પરતંત્રતાથી પીડિત, થ્રોબેન્દ્રિયને વશ ગયેલ તે થ્રોમેન્દ્રિયવશાઈ જાણવા. ૢ શતક-૧૨, ઉદ્દેશો--“પૃથ્વી” છે — x — * — x — x - x — — ૦ અનંતર શ્રોત્રાદિ ઈન્દ્રિયવશાર્તા આઠ કર્મ પ્રકૃતિ બાંધે તેમ કહ્યું, તે બાંધવાથી નક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તેથી નસ્ક પૃથ્વીના પ્રતિપાદનને માટે ત્રીજો ૧૮૦ ઉદ્દેશો કહે છે – ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 • સૂત્ર-૫૩૭ : રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! કેટલી પૃથ્વીઓ છે ? ગૌતમ ! સત - પહેલી, બીજી યાવત્ સાતમી. ભગવન્ ! પહેલી પૃથ્વી કયા નામે, કયા ગોત્રથી છે ? ગૌતમ ! નામ ધર્મા, ગોત્ર-રત્નપ્રભા. એ પ્રમાણે જીવાભિગમના પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો યાવત્ અલ્પબહુત્વ. ભગવન્ ! તે એમ જ છે - એમ જ છે. • વિવેચન-૫૩૭ : નામ એટલે યાર્દચ્છિક અભિધાન, ગોત્ર-અન્વર્થક. એ રીતે જીવાભિગમ વત્. તે વડે સૂચિત સૂત્ર આ છે - ભગવન્ ! બીજી પૃથ્વીના નામ, ગોત્ર કયા છે ? ગૌતમ ! નામ-વંશા, ગોત્ર-શર્કરાપ્રભા, આદિ. દ્મ શતક-૧૨, ઉદ્દેશો-૪-‘“પુદ્ગલ' — — — x — x — x — x — ૦ અનંતર પૃથ્વી કહી, તે પુદ્ગાલાત્મિકા છે, તેથી પુદ્ગલની વિચારણાવાળો ચોથો ઉદ્દેશો કહે છે – • સૂત્ર-૫૩૮ : રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! બે પરમાણુ યુદ્ગલ જ્યારે સંયુક્ત થઈને એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે ? ગૌતમ ! દ્વિપદેશિક સ્કંધ થાય છે. તેના બે વિભાગ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને બીજું એક પરમાણુ પુદ્ગલ થાય છે. ભગવન્ ! ત્રણ પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો શું થાય ? ગૌતમ ! પદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે કે ત્રણ ભાગ થાય. બે ભેદ થતાં એક પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. ત્રણ ભાગ કરાતા ત્રણ પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવન્! ચાર પરમાણુ પુદ્ગલો એકરૂપે એકઠા થાય તો યાવત્ પૃચ્છા. ગૌતમ! ચતુષ્પદેશિક સ્કંધ થાય છે, તેનો ભેદ કરાતા બે, ત્રણ, ચાર ભેદ થાય છે. બે ભેદ કરાતા એક પરમાણુ પુદ્ગલ અને એક ત્રિપદેશિક સ્કંધ થાય છે, અથવા બે દ્વિપદેશિક સ્કંધ થાય છે, ત્રણ ભેદ કરાતા બે પરમાણુ પુદ્ગલ, એક દ્વિપદેશિક સ્કંધ થાય છે. ચાર ભેદ કરાતા ચાર પરમાણુ પુદ્ગલો થાય છે. ભગવન્ ! પાંચ પરમાણુ પુદ્ગલ પૃચ્છા. ગૌતમ ! પાંચ પદેશિક સ્કંધ થાય છે. તેનો ભેદ કરાતા બે-ત્રણ-ચાર-પાંચ ભેદ થાય. બે ભેદ કરાતા એક

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104