Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૧/-/૯/પ૦૬ થી ૫૦૮
૧૫
૧૨૬
પછી સ્નાન કર્યું યાવત શરીરે વિલેપન કર્યું, ભોજન વેળાએ, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો. તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન યાવત્ પરિજન, રાજ અને ક્ષત્રિયો સાથે વિપુલ આશન-પાન-દિમ-વાદિમ ઈત્યાદિ તામલીની માફક કરીને વાવત સત્કાર, સન્માન કર્યા. સત્કારીને-સન્માનીને, તે મિત્ર, જ્ઞાતિ યાવત્ પરિજન, રાજા અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછે છે. પૂછીને ઘણાં લોટી, લોહકડાઈ, કડછા યાવત્ ભાંડ લઈને જે આ ગંગાકૂલકે વાનપ્રસ્થ તાપસો છે, તે બધું ચાવતુ તેમની પાસે મુંડ થઈને દિશાપોક્ષિક તાપસપણા પ્રતજિત થયો, પ્રતજિત ગ્રહણ કરતાં જ આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે . મારે જાવજીવ છઠ્ઠ કરવો ઈત્યાદિ પુર્વવતુ કો યાવ4 અભિગ્રહ ગ્રહણ કરીને પહેલો છતા સ્વીકારીને વિચરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ પહેલા છૐ તપના પારણામાં આતાપના ભૂમિથી ઉતરે છે, આતાપના ભૂમિથી ઉતરીને વલ્કલના વસ્ત્રો પહેરીને જ્યાં પોતાની કુટીર હતી, ત્યાં આવે છે. ત્યાં આવીને કિઢિણ અને કાવડ લે છે. લઈને પૂર્વ દિશાને પ્રેક્ષિત કરી, પૂર્વ દિશાના સોમલોકલ (ને સંબોધીને કહ્યું) પ્રસ્થાને પસ્થિત એવા મને-શિવ રાજર્ષિની રક્ષા કરો - રક્ષા કરો. ત્યાં જે કંદ, મૂળ, વચા, ઝ, પુષ, ફળ, બીજ, હરિત છે, તે લેવાની મને અનુજ્ઞા આપો. એમ કરીને પૂર્વ દિશામાં અવલોકન કર્યું કરીને ત્યાં જે કંદ યાવત્ હરિત હતા, તેને ગ્રહણ કરે છે. કાવડની કિઢિણમાં ભરે છે. ભરીને દર્ભ, કુશ, સમિધા અને વૃક્ષની શાખાવાળીને વીધા.
ત્યારપછી જ્યાં પોતાની કુટીર છે, ત્યાં આવે છે, આવીને કિઢિણ-કાવડને રાખે છે. રાખીને વેદિકાને પ્રમાર્જે છે. પ્રમાજીને લિપણ-સંમાર્જન કરે છે. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે. ગંગા મહાનદીમાં અવગાહન કર્યું, કરીને જળથી દેહશુદ્ધિ કરી, કરીને જળ ક્રીડા કરી, કરીને જળથી (શરીરનો) અભિષેક કર્યો. કરીને આચમન આદિ કરી, સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને દેવ અને પિતૃકાર્ય સંપન્ન કર્યું, દર્ભ અને કળશ, હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને દર્ભ-કુશરેતી વડે વેદી બનાવી. વેદી બનાવીને શરક વડે અરણિને ઘસી, ઘસીને અગ્નિ પ્રગટાવ્યો. અનિ સળગતા અનિને સંયુક્યો, તેમાં કાષ્ઠની સમિધા નાંખી, કાષ્ઠસમિધા નાંખીને અનિને પ્રજવલિત કર્યો, કરીને અનિની જમણી બાજુ આ સાત વસ્તુઓ રાખી.
[૫૦] સકથા, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલ, દરિદંડ તથા પોતાનું શરીર. - • પછી મધ, ઘી, ચોખાનો અગ્નિમાં હવન કર્યો અને ચરમાં બલિદ્રવ્ય લઈને બલિ વૈશ્યદેવને અર્પણ કર્યા, અતિથિ પૂરા કરી. પૂજા કરીને પછી શિવ રાજર્ષિો પોતે આહાર કર્યો
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ [Ne૮ત્યારપછી તે શિવરાજર્ષિએ બીજી વખત છઠ્ઠ તપ સ્વીકાર્યો, વિસરી રહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ બીજ છઠ્ઠ તપના પારણે તાપના ભૂમિથી નીચે ઉતર્યા, ઉતરીને પહેલા પારા માફક બધું કહેવું. વિશેષ એ કે દક્ષિણદિશાને પોરે છે. પોક્ષિત કરીને (કહ્યું) હે દક્ષિણ દિશાના ચમ લોકપાલ આ પ્રસ્થાને પસ્થિત આદિ પૂર્વવતુ એ રીતે આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજ છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે, ત્યારે તે શિવરાજર્ષિ, આદિ પૂર્વવત્ વિશેષ આ - હે પશ્ચિમ દિશાના વરુણ લોકપાલ ! પ્રસ્થાને સ્થિત આદિ પૂવિત રાવતુ આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ચોથા છ તપને સ્વીકારીને વિચરે છે. ત્યારે તે શિવરાજર્ષિ, ચોથા છઠ્ઠ તપને આદિ પર્વવતું. વિશેષ - ઉત્તર દિક્ષ પ્રોક્ષિત કરે છે, હે ઉત્તર દિશાના વૈશ્રમણ લોકપાલ! પ્રસ્થાને સ્થિત શિવની રક્ષા કરો, બાકી પૂર્વવત્ ચાવતુ પછી આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ 9 છના નિરંતર તપથી દિશાચકવાલ વડે યાવતું આતાપના લેતા, પ્રકૃતિભદ્રતા યાવતું વિનીતતાથી અન્ય કોઈ દિવસે તદ્ અવરક કર્મના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માણા-ગવેષણા કરતા વિભંગ નામક આજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ તે સત્પણ વિલંગજ્ઞાનથી આ લોકમાં સાત દ્વીપ, સાત સમદ્રને જોવા લાગ્યા. તેનાથી આગળ તે જાણવા અને દેખતા ન હતા.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યાતિ યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, એ રીતે નિશ્ચયથી આ લોકમાં સાત દ્વીપ અને સાત સમદ્રો છે, ત્યારપછી દ્વીપ, સમદ્રનો વિચ્છેદ છે. એવો વિચાર કર્યો, કરીને આતાપના ભૂમિથી ઉતર્યા, ઉતરીને વલ્કલ, વરુ ધારણ કરી પોતાની કુટીર આવ્યા. આવીને ઘણાં જ લોઢી, લોહકડાઈ, કડછી યાવતુ ભાંડ કિઢિણકાનમાં લીધા. લઈને જ્યાં હસ્તિનાપુર નગર, જ્યાં તાપસોનો આમ હતો, ત્યાં આવ્યા. આવીને ઉપકરણાદિ મૂક્યા, હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક યાવતું પળોમાં ઘણાં લોકોને આ પ્રમાણે કહે છે યાdd પ્રરૂપે છે - હે દેવાનપિયો . મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. નિશ્ચયથી આ લોકમાં યાવત સાત-સાત દ્વીપ અને સમુદ્રો છે.
ત્યારે તે શિવરાજર્ષિની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હસ્તિનાપુર નગરે શૃંગાટક, શિક ચાવતું માર્ગમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે ચાવ4 પ્રરૂપે છે. ખરેખર, હે દેવાનુપિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવતું પરૂપે છે - હે દેવાનુપિયો મને અતિશય જ્ઞાન-દર્શન યાવતું પછી દ્વીપ, સમુદ્રોનો વિચ્છેદ છે. તે કેમ માનવું?
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવતું ઉદા પાછી ગઈ. તે કાળે, તે સમયે, ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિણ જેમ બીજી શતકમાં નિન્ય ઉદ્દેશકમાં