Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૧/-/૯/૫૦૯
- સૂત્ર-૫૦૯ :
ભગવન્ ! એમ મંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! સિદ્ધ થનાર જીવ ક્યા સંઘયણમાં સિદ્ધ થાય છે ? ગૌતમ! વઋષભનારા સંઘયણમાં સિદ્ધ થાય છે. એ પ્રમાણે ઉતવાઈમાં કહ્યા મુજબ સંઘયણ, સંસ્થાન, ઉત્વ, આયુ, પરિવહન, એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિકડિકા કહેતી, યાવત્ અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૫૦૯ :
૧૩૧
લાઘવતા માટે અતિદેશ કરતાં કહે છે - વમ્ - અનંતર દર્શાવેલ. આલાવાથી, જેમ ઉવવાઈમાં સિદ્ધોને આશ્રીને સંહનનાદિ કહ્યા, તે પ્રમાણે અહીં પણ કહેવા. તેમાં સંઘયણાદિ દ્વારોના સંગ્રહ માટે ગાથાનો પૂર્વાર્ધ કહ્યો છે – સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, પરિવસન. તેમાં સંઘયણ કહ્યું, સંસ્થાનાદિ આ પ્રમાણે - છમાંથી કોઈપણ સંસ્થાને સિદ્ધ થાય. ઉચ્ચત્વમાં જઘન્યથી સાત હાથ પ્રમાણ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષુ, આયુષ્ય-જઘન્યથી સાતિરેક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પ્રમાણ. પરિવસનરત્નપ્રભાદિ પૃથ્વી, સૌધર્માદિથી ઈષત્ પ્રાભાર સુધીના ક્ષેત્રવિશેષની નીચે સિદ્ધો ન વંસે. પરંતુ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ઉપરિતન રૂપિકાના અગ્ર ભાગથી ઉંચે ૧૨ યોજન ગયા પછી ઈષદ્ઘાભારા પૃથ્વી જે ૪૫ લાખ યોજન પ્રમાણ લંબાઈ-પહોળાઈથી છે, વર્ણથી શ્વેત, અત્યંત રમ્ય છે, તેના ઉપર યોજને લોકાંત છે, તે યોજનના ઉપરના ગલ્યૂતના ઉપરના છઠ્ઠા ભાગે સિદ્ધો વસે છે. એ પ્રમાણે સિદ્ધિ સ્વરૂપ પ્રતિપાદનપર વાક્ય પદ્ધતિ કહેવી,
અહીં પરિવસન દ્વાર ચાવત્ અર્થથી કિંચિત્ દર્શાવ્યુ, તેના પછી આ પ્રમાણે છે - સિદ્ધો ક્યાં પ્રતિહત થાય છે ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? ઈત્યાદિ. -- અવ્યાબાદ સુખ આદિ આ, ગાથાનો ઉત્તરાર્ધ જાણવો. ગાથા આ પ્રમાણે - સર્વદુઃખ જેના નષ્ટ થયા છે તેવા, જાતિ-જરા-મરણ-બંધનથી મુક્ત, અવ્યાબાધશાશ્વત સુખને અનુભવે.
દ્મ શતક-૧૧, ઉદ્દેશો-૧૦, “લોક' જ
— * - * — * - * — * - * —
૦ નવામાં ઉદ્દેશાને અંતે લોકાંતે સિદ્ધ પરિવસન કહ્યું, તેથી લોકસ્વરૂપ જ દશમા ઉદ્દેશામાં કહે છે.
- સૂત્ર-૫૧૦ -
રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! લોક કેટલા ભેટે છે ? ગૌતમ ! ચાર ભેદે - દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભાવલોક.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ભગવન્ ! ક્ષેત્રલોક કેટલાં ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેટે. - અધૌલોક ક્ષેત્રલોક, તિછલિોક ક્ષેત્રલોક, ઉર્ધ્વલોક ક્ષેત્રલોક.
ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોક કેટલા ભેટે છે ? ગૌતમ ! સાત ભેદે - રત્નપ્રભા પૃથ્વી અધોલોક ક્ષેત્રલોક યાવત્ અધઃસપ્તમી પૃથ્વી
ભગવન્ ! તિછલિોક ક્ષેત્રલોક કેટલા ભેદે છે? ગૌતમ ! અસંખ્યાત ભેદે છે. જંબુદ્વીપ તિછલિોક ક્ષેત્રલોક યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર તિછલિોક ક્ષેત્રલોક. ભગવન્ ! ઉર્ધ્વલોક ક્ષેત્રલોક કેટલા ભેટે છે ? ગૌતમ ! પંદર ભેદે - સૌધર્મ કલ્પ ઉર્ધ્વલોક ક્ષેત્રલોક યાવત્ અચ્યુત ઉર્ધ્વલોક ક્ષેત્રલોક, ત્રૈવેયક વિમાન ઉર્ધ્વલોક, અનુત્તરવિમાન ઈષપા મારાપૃથ્વી
ભગવન્ ! ધોલોક લોક કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ ! ત્રા આકારે... ભગવન્ ! તિર્થાલોક ક્ષેત્રલોક કયા આકારે રહેલ છે ? ગૌતમ ! ઝલ્લરી આકારે છે. ભગવન્ ! ઉર્ધ્વલોક ક્ષેત્રલોક પૃચ્છા. ઉર્ધ્વમૃદંગાકારે રહેલ છે... ભગવન્ ! લોક કયા આકારે રહેલ છે ? ગૌતમ ! સુપ્રતિક આકારે છે. નીચે વિસ્તીર્ણ, વચ્ચે સંક્ષિપ્ત, જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહ્યું તેમ યાવત્ અંત કરે છે. ભગવન્ ! અલોક કયા આકારે છે ? ગૌતમ! પોલા ગોળાના આકારે છે.
૧૩૨
ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં જીવ, જીવદેશ, જીવપદેશ છે? જેમ ઐન્દ્રી દિશામાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું યાવત્ દ્ધા સમય.
ભગવન્ ! તિછલિોક ક્ષેત્રલોકમાં શું જીવ આદિ છે ? એ જ પ્રમાણે કહેવું. એ રીતે ઉર્ધ્વલોક ક્ષેત્રલોકમાં પણ કહેવું. વિશેષ એ કે - અરૂપી છ ભેદે છે, આવા સમય નથી... ભગવન્ ! લોકમાં જીવો છે? જેમ બીજા શતકમાં, અસ્તિ ઉદ્દેશકમાં લોકકાશમાં કહ્યું, તેમ કહેવું. વિશેષ આ અરૂપીના સાતે ભેદ કહેવા યાવત્ અધમસ્તિકાયના પ્રદેશો છે, આકાશાસ્તિકાય નથી, આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ, અદ્ધા સમય. બાકી પૂર્વવત્.
ભગવન્ ! લોકમાં શું જીવા જેમ અસ્તિકાય ઉદ્દેશકમાં અલૌકાકાશમાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું. યાવત્ અનંતભાગ ન્યૂન
ભગવન્ ! અધોલોક ક્ષેત્રલોકમાં એક આકાશ પ્રદેશમાં શું જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, અજીવદેશ, અજીવપદેશ છે ? ગૌતમ ! જીવ નથી, જીવ દેશ, જીવપદેશ છે. જીવ છે, જીવદેશ છે, અજીવપદેશ છે. જે જીવ દેશો છે. તે (૧) નિયમા એકેન્દ્રિય દેશો છે. અથવા (૨) એકેન્દ્રિય દેશો અને બેઈન્દ્રિય દેશ છે. (૩) અથવા એકેન્દ્રિય દેશો, બેઈન્દ્રિય દેશો છે. એ પ્રમાણે મધ્યમ ભંગને છોડીને યાવત્ અનિન્દ્રિય સુધી કહેવું. યાવત્ અથવા (૧) એકેન્દ્રિય દેશો અને અનિન્દ્રિય દેશો, જે જીવ પ્રદેશો છે, તે નિયમા એકેન્દ્રિય પ્રદેશો છે, અથવા (૨) એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિય પ્રદેશો, (૩) અથવા એકેન્દ્રિયપદેશો