Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૧૦/-/૨/૪૭૭ ભગવન્ ! સંવૃત્ત અણગારને અવીચીપંથમાં રહીને આગળના રૂપોને જોતા યાવત્ શું તેને ઐપિથિકી ક્રિયા લાગે ? પૃચ્છા. ગૌતમ ! તેને ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી ક્રિયા ન લાગે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? જેમ શતક૭, ઉદ્દેશા-૧-માં કહ્યું. તેમ સૂત્રાનુસાર આચરણ કરતા, તેથી યાવત્ તેને સાંપરાયિક ન લાગે. • વિવેચન-૪૭૭ : : ૯૯ સંવૃત્તને સામાન્યથી પ્રાણાતિપાતાદિ આશ્રવ દ્વાર સંવયુક્તને વીચીપંથમાં રહીને, ત્રિ એટલે સંપ્રયોગ, તે બે છે, તેથી અહીં વીચિ શબ્દથી (૧) કષાયો અને જીવોનો સંબંધ કહેવો. વીયિમાન્ એટલે કષાયવાળો. અથવા (૨) વિવિદ્ પૃથભાવે એ વચનથી જે યથાખ્યાત સંયમથી પૃથક્ થઈ કષાયોદય માર્ગમાં છે તે. અથવા (૩) જે રાગાદિ વિકલ્પોના વિચિંતન પથમાં છે અથવા (૪) જે સ્થિતિમાં સરાગતા હોવાથી વિરૂપા ક્રિયા છે, તે વિકૃતિ માર્ગમાં છે પંચ એટલે માર્ગ. અવવવામાÆ - અવકાંક્ષતા અથવા અપેક્ષા કરતો, પશિના ગ્રહણથી ઉપલક્ષણત્વથી અન્યત્ર પણ આધારમાં રહીને, જાણવું. ઇર્યાયિકા ક્રિયા કરતો નથી. કેવળ યોગપ્રત્યયા કર્મબંધ ક્રિયા થતી નથી કેમકે તે કાયયુક્ત છે. જેને ક્રોધ, માન, માયા, લોભ છે - અહીં અતિદેશથી આ પ્રમાણે જાણવું - જેના ક્રોધાદિ વ્યચ્છિન્ન છે, તેને ઐપિથિકી ક્રિયા હોય છે. જેના ક્રોધાદિ વ્યચ્છિન્ન ન હોય તેને સાં૫રાયિકી ક્રિયા હોય છે. સૂત્રાનુસાર વર્તનારને ઐપિયિકી ક્રિયા હોય, સૂત્રથી વિરુદ્ધ વર્તનારને સાંપરાયિકી ક્રિયા હોય. વ્યાખ્યા પૂર્વવત્. સંવૃત્તને ઉક્ત સૂત્રથી વિપરીત સૂત્ર છે. તેમાં ‘અવીસિ' એટલે અવીચિવાળો - અકષાયસંબંધવાળો. અથવા યથાસંખ્યાત સંયમથી અપૃથક્, અથવા રાગવિકલ્પ ભાવને નચિંતવતો કે અવિકૃતિવાળો જેમ હોય. - - ક્રિયા કહી. ક્રિયાવાને યોનિ પ્રાપ્તિ થાય, તેથી યોનિ – • સૂત્ર-૪૭૮,૪૭૯ : [૪૭] ભગવન્ ! યોનિ કેટલા ભેટે છે ? ગૌતમ ! ત્રણ ભેરે. તે આ – શીતા, ઉષ્ણા, શીતોષ્ણા. એ પ્રમાણે યોનિપદ આખું કહેવું. [૪૭૯] ભગવન્ ! વેદના કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેરે. તે આ – શીતા, ઉષ્ણા, શીતોષ્ણા. એ પ્રમાણે વેદનાપદ સંપૂર્ણ કહેવું યાવત્ ભગવન્ ! નૈરયિકો શું દુઃખ વેદના વેદે? સુખ વેદના વેદે ? અદુઃખ-અસુખ વેદના વેદે ? ગૌતમ ! દુઃખ, સુખ, અદુઃખસુખ ત્રણે વેદના વેદે છે. • વિવેચન-૪૭૮,૪૭૯ -- અહીં યોનિ એટલે - જેમાં તૈજસ, કાર્પણ શરીરવાળા જીવ, ઔદારિક આદિ શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય તે યોનિ. તે ત્રણ ભેદે કહી – શીત એટલે શીતસ્પર્શવાળી, ઉષ્ણસ્પર્શવાળી, દ્વિસ્વભાવ યુક્ત. એ પ્રમાણે । ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 પ્રજ્ઞાપનાનું નવમું યોનિ પદ આખું કહેવું. તે આ - ભગવન્! નૈરયિકોની શું શીત યોનિ, ઉષ્ણુ યોનિ કે શીતોષ્ણ યોનિ હોય છે ? ગૌતમ! શીત પણ છે, ઉષ્ણ પણ છે, પણ શીતોષ્ણ નથી. અહીં એમ કહે છે – પહેલી ત્રણ નસ્ક પૃથ્વીમાં શીત, ચોથીમાં કેટલાંક નસ્કાવાસોમાં નાસ્કોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તે શીત પરિણત છે, તેમાં શીત યોનિ છે, કેટલુંક ક્ષેત્ર ઉષ્ણ સ્પર્શ પરિણત છે, તેની ઉષ્ણ યોનિ છે. પણ તથાસ્વભાવવથી મધ્યમસ્વભાવા યોનિશીતોષ્ણ યોનિ નથી. શીતાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહથી પ્રાયઃ આ પ્રમાણે - સર્વે દેવો અને ગર્ભવ્યુત્પત્તિકોને શીતોષ્ણ યોનિ છે, ઉષ્ણા યોનિ તેજસ્કાયમાં અને ત્રીજી નસ્કોમાં છે. તથા યોનિ કેટલા ભેદે છે? ત્રણ ભેદે સચિત્ત, અચિત્ત, મિશ્ર, ઇત્યાદિ. સચિત્તાદિ યોનિ પ્રકરણાર્થે સંગ્રહગાથા – પ્રાયે - દેવ અને નારકોની અચિત્ત યોનિ છે, ગર્ભવાસમાં મિશ્ર, બાકીનાની સચિત્ત છે. ૧૦૦ - જો કે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ નિકાય સંભવમાં નાક-દેવોનું જે ઉપપાત ક્ષેત્ર છે, તેમાં કેટલાંક જીવોનું ગ્રહણ નથી, તેથી અચિત્ત યોનિ છે. ગર્ભવાસ યોનિ મિશ્ર છે. શુક્ર - લોહીના પુદ્ગલોના અચિત્ત ગર્ભાશયના સચેતન ભાવથી, બાકીના - પૃથ્વી આદિ, સંમૂર્છનજ અને મનુષ્યાદનાં ઉપપાત ક્ષેત્રમાં જીવે પરિંગૃહિત, અપરિગૃહિત, ઉભયરૂપે ઉત્પત્તિથી ત્રણ પ્રકારે યોનિ છે. ભગવન્ ! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે - સંવૃત્ત યોનિ, વિવૃત્ત યોનિ, સંવૃત્ત-વિવૃત્ત યોનિ. તેની સંગ્રહ ગાથા - એકેન્દ્રિય, નાક અને દેવોની સંવૃત્ત યોનિ છે, વિકલેન્દ્રિયોની વિવૃત્ત અને ગર્ભમાં સંવૃત્ત-વિવૃત્ત. એકેન્દ્રિયોને તથા સ્વભાવત્વથી સંવૃત્તા યોનિ, નાસ્કોને પણ સંવૃત્તા, કેમકે નસ્કના નિષ્કુટો, સંવૃત્ત ગવાક્ષ સમાન છે, તેમાં જન્મીને તેઓ વર્ધમાન થઈને, શીત કે ઉષ્ણ નિષ્કુટમાં પડે છે. દેવોને પણ સંવૃત્ત જ છે, કેમકે દેવ શયનીયમાં દૃષ્ટાંતરિતે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહનાથી દેવ ઉત્પન્ન થાય છે. ભગવન્ ! યોનિ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – કૂર્મોન્નત, શંખાવર્ત્ત, વંશીપત્રા ઈત્યાદિ. સંગ્રહગાથા - કૂર્મોન્નત યોનિમાં તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ, બલદેવ અને બાકીના લોકો બાકી યોનિમાં થાય છે. સ્ત્રી રત્નની યોનિ સંખાવાં જાણવી, તેમાં ઉત્પન્ન થનાર ગર્ભ નિયમા વિનાશ પામે. અનંતર યોનિ કહી, ચોનિવાળાને વેદના હોય, તેથી તે કહે છે – વેદના પદ એ પ્રજ્ઞાપનાનું ૩૫ મું પદ છે. તેને થોડું દર્શાવે છે . – ભગવન્ ! નૈરયિક શું શીત વેદના વેદે છે ? પ્રશ્ન. ગૌતમ ! શીત વેદના વેદે. ઉષ્ણ વેદના વેદે, શીતોષ્ણ વેદના ન વેદે. એ પ્રમાણે અસુર આદિ, વૈમાનિક સુધી કહેવા. વેદના ચાર ભેદે · દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. તેમાં પુદ્ગલ દ્રવ્ય સંબંધથી દ્રવ્ય વેદના, નારકાદિ ક્ષેત્ર સંબંધથી ક્ષેત્ર વેદના. નારકાદિ કાળ સંબંધથી કાળ વેદના, શોક-ક્રોધાદિ ભાવથી ભાવવેદના. -

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104