Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૧૦/-/૧/૪૭૫ સોમ, ઐશાનીનો ઈશાન, દેવતા છે. વિમલપણાથી વિમલા, તમા એટલે રાત્રિ, તદાકારપણાથી તમા એટલે અંધકાર. અહીં ઐન્દ્રી એટલે પૂર્વા, બાકીની આ ક્રમથી જાણવી. વિમલા તે ઉર્ષ્યા, તમા તે અધો છે. €9 આ દિશાઓ ગાડાની ઉદ્ધિ આકારે છે, વિદિશાઓ મુક્તાવલી આકારે છે. ઉર્ધ્વ અને અધો દિશા રૂચકાકારે છે - ૪ - નીવવિ૰ ઐન્દ્રી દિશામાં જીવોના અસ્તિત્વથી જીવ છે, તેમ કહ્યું. એ પ્રમાણે જીવદેશ અને જીવપ્રદેશ છે તથા અજીવો પુદ્ગલાદિના અસ્તિત્વથી અજીવ છે. ધર્માસ્તિકાયાદિ દેશોના અસ્તિત્વથી અજીવદેશો છે. એ રીતે અજીવપ્રદેશો પણ છે તેમાં જે જીવો છે, તે એકેન્દ્રિયાદિ છે, અનિન્દ્રિય તે કેવલી. જે જીવ દેશો છે, તે એકેન્દ્રિયાદિ છે. એ રીતે જીવપ્રદેશો પણ છે. જે અરૂપી અજીવો છે, તે સાત ભેદે છે. કઈ રીતે? તે કહે છે - નોંધસ્થિવાય - એટલે ધર્માસ્તિકાય સમસ્ત, તે પૂર્વ દિશામાં નથી, પણ ધર્માસ્તિકાયનો દેશ, તે તેના એક-દેશ ભાગરૂપ છે. તથા તેના જ પ્રદેશો, તે અસંખ્ય પ્રદેશાત્મકપણાથી તેમાં હોય છે. એ રીતે અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે અને અદ્ધા સમય હોય છે. આ રીતે ઐન્દ્રી દિશામાં આ સાત છે. આગ્નેયી, ઈત્યાદિ પ્રશ્ન. જીવોનો નિષેધ કરવો કેમકે વિદિશાના. એક પ્રદેશિકત્વથી એક પ્રદેશમાં જીવોના અવગાહનો અભાવ છે. જીવ અસંખ્ય પ્રદેશાવગાહી છે. તેમાં જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, કેમકે એકેન્દ્રિયોનું સકલ લોક વ્યાપકત્વથી આગ્નેયી નિયમા એકેન્દ્રિયદેશોવાળી હોય અથવા એકેન્દ્રિયોના સકલલોક વ્યાપકત્વથી અને બેઈન્દ્રિયોના અલ્પત્વથી ક્યારેક એકાદિના સંભવથી એકેન્દ્રિયોના દેશો-બેઈન્દ્રિયના દેશ કહ્યું અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયના બહુવચનવાળો બીજો ભંગ અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયનું બહુવચનાંત દેશ પદ એ ત્રીજો ભંગ થાય. - - એ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય સાથે પ્રત્યેકના ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે પ્રદેશ પક્ષ પણ કહેવો. વિશેષ આ - બેઈન્દ્રિયાદિમાં પ્રદેશ પદ બહુવચનાંત જ છે. - x - x - વિમલ્લાહ્ નીવા ના શોરૂં - વિમલામાં જીવોનું અવગાહન હોવાથી (ત્યાં જીવ કહ્યા.) અજીવો, ઐન્દ્રી મુજબ જાણવા, કેમકે તેની સમાન વક્તવ્યતા છે, તમા (અધો) દિશા પણ વિમલાની જેમ જ કહેવી. વિમલામાં અનિન્દ્રિયનો સંભવ છે, તેથી તેના દેશાદિ કહ્યા તે યુક્ત છે, પણ તમામાં તો તેનો અસંભવ છે, તેનું શું? તે, કહે છે, દંડ આદિ અવસ્થા તે આશ્રીને તેના દેશ, દેશો, પ્રદેશોની વિવક્ષા ત્યાં પણ યુક્ત છે. - હવે તમામાં વિશેષથી કહે છે અદ્ધા સમય ન કહેવો. સમય વ્યવહાર, સંચરતા એવા સૂર્યાદિના પ્રકાશથી કરાય છે તે તમા દિશામાં નથી, તેથી અહ્વા સમય 11/7 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ત્યાં કહ્યો નથી. - વિમલામાં પણ તે નથી, તો તેમાં સમય વ્યવહાર કઈ રીતે કહ્યો ? મેરુના અવયવભૂત સ્ફટિક કાંડમાં સૂર્યાદિપ્રભા સંક્રાંતિ દ્વારથી, તેમાં સંચતિ સૂર્યાદિ પ્રકાશ છે. તેથી. - - જીવાદિ રૂપ દિશાની પ્રરૂપણા કરી, જીવો શરીરીના પણ હોય, તેથી શરીર પ્રરૂપણા કરતા કહે છે – EC - સૂત્ર-૪૭૬ : ભગવન્ ! શરીરો કેટલા છે ? ગૌતમ ! પાંચ-ઔદારિક, યાવત્ કાર્પણ. ભગવન્ ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? અહીં “અવગાહના સંસ્થાન” પદ આખું કહેવું, યાવત્ અલાભહત્વ. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૭૬ ઃ અવગાહના સંસ્થાન એ પ્રજ્ઞાપનાનું ૨૧મું પદ છે. તે આ રીતે – પાંચ ભેદે કહ્યું, તે આ - એકેન્દ્રિય ઔદારિક શરીર ચાવત્ પંચેન્દ્રિય ઔદાકિ શરીર. બીજી પ્રતમાં આની સંગ્રહ ગાથા મળે છે - કેટલા, સંસ્થાન, પ્રમાણ, પુદ્ગલ રાય, શરીર સંજોગ, દ્રવ્ય - પ્રદેશ બહુ, શરીર અવગાહના. તેમાં કેટલા ? ત્યાં કેટલા શરીરો એમ કહેવું, તે ઔદાકિાદિ પાંચ છે. સંસ્થાનમાં ઔદારિકાદિ સંસ્થાન કહેવા, જેમકે ઔદારિક વિવિધ સંસ્થાનવાળું છે ‘પ્રમાણ’ અહીં તેનું પ્રમાણ કહેવું. જેમકે ઔદારિક, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ છે. તેના જ પુદ્ગલચયો કહેવા. જેમકે ઔદાસ્કિના નિર્વ્યાઘાતથી છ એ દિશામાં અને વ્યાઘાતથી કદાચ ત્રણ દિશા આદિમાં. તેનો જ સંયોગ કહેવો, જેમકે જેને ઔદારિક શરીર છે, તેને વૈક્રિય પણ હોઈ શકે. તેના જ દ્રવ્યાર્થ, પ્રદેશાર્થતાથી અલ્પ બહુત્વ કહેવું જેમકે સૌથી થોડા આહાસ્કશરીરી દ્રવ્યાર્થતાથી છે ઈત્યાદિ - ૪ - શતક-૧૦, ઉદ્દેશો-૨-‘સંવૃત્તઅણગાર' — — x - x - X — — — ઉદ્દેશા-૧માં શરીરો કહ્યા. શરીરી, ક્રિયાકારી હોય છે, ક્રિયાની પ્રરૂપણા માટે બીજો ઉદ્દેશો છે. તેનું આ પહેલું સૂત્ર – • સૂત્ર-૪૭૭ : રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! સંવૃત્ત અણગાર વીરિપથમાં સ્થિત રહીને સામેના રૂપોને જોતો, પાછળના રૂપોને જોતો, ઉર્ધ્વ અને અધો રૂપોને જોતો હોય. તેને ઐપિથિકી ક્રિયા કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? ગૌતમ ! સંવૃત્ત અણગારને યાવત્ ઇપિક્રિયા ન લાગે, સાંપરાયિકી ક્રિયા લાગે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? - x - ગૌતમ ! ને ક્રોધ, માન, માયા, લોભ હોય, એ પ્રમાણે જેમ શતક-૭ ના ઉદ્દેશા-૧માં કહ્યું યાવત્ તે ઉત્સૂત્ર આચરણ જ કરે છે, તેથી કહ્યું કે ચાવત્ સાંપારિકી ક્રિયા લાગે.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104