________________
|- રૂર
૧૧૫ આદિ શબ્દથી કરીષ - છાણ આદિ લેવા. દ્રવ્ય શાસ્ત્ર કહ્યું. હવે ભાવશસ્ત્ર કહે છે - ભાવથી દુwયુક્ત વચન - કાયા અને અવિરતિ તે ભાવ શસ્ત્ર છે. તેમાં દુwયુક્ત શબ્દથી દ્રોહ, અભિમાન, ઇષ્ય આદિ લક્ષણ મનો દુwયોગ લેવો. વાગદુષ્પયોગ તે હિંઢ - પરુષાદિ વચન, કાય દુપ્રયોગ તે દોડવું, કૂદવું. અવિરત તે પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનક પ્રવૃત્તિ. આ બધાં કર્મબંધ નિમિત્તપણે હોવાથી ભાવશસ્ત્ર છે.
અહીં ભાવશસ્ત્ર નહીં પણ દ્રવ્યશસ્ત્રથી અધિકાર છે, તે આ છે - • નિયુક્તિ - ૨૩૨ • વિવેચન
કંઈક સ્વકાય શસ્ત્ર છે. જેમકે કાળી માટીનું શસ્ત્ર લીલી માટી છે. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ ભેદમાં પણ શસ્ત્ર યોજના કરવી. તથા કંઈક પરણ્યાય શાસ્ત્ર છે. જેમકે - પૃથ્વી તે પાણી, અગ્નિ, આદિ કે અગ્નિ, પાણી આદિ પૃથ્વીના શસ્ત્ર છે. કેટલાંક ઉભય શસ્ત્ર હોય છે. જેમકે - કાળી માટી જળના સ્પર્શ, ગંધાદિથી ધોળી માટીનું શસ્ત્ર થાય છે. કાળી માટીનું મેલું પાણી તે કાળી માટી તથા ધોળી માટીનું શસ્ત્ર થાય છે. આ દ્રવ્ય શસ્ત્ર કહ્યું “' શબ્દથી અનેક પ્રકારના દ્રવ્ય શસ્ત્ર જાણવા. ભાવદ્વારમાં અસંયમ તે ચાસ્ત્રિનું શસ્ત્ર છે.
એ પ્રમાણે પરિણત પ્રતીમાં ઉચ્ચારાદિ કરવાથી જીવહિંસા થતી નથી. તેથી અહિંસાપણાનો સાધુ ધર્મ થાય છે. આ આગમ પ્રમાણ છે. અનુમાન પણ અહીં વિધમાન છે. જેમકે જીવસહિત પરવાળા આદિ પૃથ્વીના બનેલા છે. આ પ્રમાણે ૪- પૃથ્વીકાયનું જીવત્વ સિદ્ધ થયું. - *- આગમ જ આHવચન છે. હેતુના અભાવે વીતરાગ અસત્ય વચન ન બોલે. એ પ્રમાણે અપુ. તેઉ. વાયુ અને વનસ્પતિને સચિત્ત જાણવા. પાણી સજીવ છે. જમીનમાં ખોદવાના સ્વભાવથી દેડકાં માફક કુદીને ઉંચે આવે છે. સજીવ અગ્નિ આહાર વડે બાળક માફક વૃદ્ધિ પામે છે. ઇત્યાદિ - x
હવે વનસ્પતિજીવ વિશેષ કહે છે -
તે આ પ્રમાણે - અગ્ર બીજ જેમાં છે, તેવા કોરટાદિ જાણવા. મલ તે જ બીજ જેમાં છે તેવા ઉત્પલ ફંદાદિ, પર્વ તે બીજ જેમાં છે તે - શેરડી વગેરે. સ્કંધ, બીજ જેમાં છે તે-શલ્લકા આદિ, બીજ વાવતા ઉગે તે બીજ રૂહ સંમૂઈિમ-પ્રસિદ્ધ બીજ અભાવથી પૃથવી-વર્ષાદિથી ઉદ્ભવેલ તૃણાદિ. - X• તૃણલતાનું ગ્રહણ પોતાની જાતિના અનેક ભેદબતાવે છે. વનસ્પતિકાયિકનું ગ્રહણ સૂક્ષ્મ અને બાદરાદિ ભેદના સંગ્રહ માટે છે. આના વડે પૃથ્વી-પાણી-તેઉ આદિના પણ પોતાની જાતિના અનેક ભેદ સમજી લેવા. બીજવાળા સચિત્ત કહ્યા. (શંકા) બીજજીવ, મૂલ આદિ જીવ છે કે બીજા તેમાં આવીને ઉત્પન્ન થાય છે? તે કહે છે -
• નિયુક્તિ - ૨૩૩ - વિવેચન
બીજ તે યોનિ થયેલ છે. બીજ બે પ્રકારે - (૧) યોનિભૂત, (૨) અયોનિભૂત અથવા વિધ્વસ્તયોનિ અને વિધ્વસ્તયોનિ. અનુક્રમે તે ઉગવા માટે સમર્થ કે અસમર્થ છે. તેમાં યોનિભૂત તે સચિત્ત અને અચિત્ત છે. અયોનિભૂત તે નિયમા અચેતન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org