Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 211
________________ ૧૦. દશવૈકાલિકમૂલસુત્ર-સટીક અનુવાદ પ્રસ્તુત અધિકારમાં કહે છે - જ્ઞાનાદિ આચાર નિમિત્તે ગુરુનો વિનય કરે. ગુરુ વચન સાંભળવા ઇચ્છા કરે. તેઓ બોલે, ત્યારે તેમના વચનને ગ્રહણ કરે, તેનું આચરણ કરે. શિષ્ય માયા રહિત થઈ, શ્રદ્ધાવડે કરવાને ઇચ્છતો તે વિનય કરે. અન્યથા કરવાથી આચાર્યની આશાતના થાય છે. તેથી જે ગુરુની આશાતના ન કરે તે જગતમાં પૂજ્ય છે. જ્ઞાનાદિ ભાવ રનોથી જે ઉંચા છે, તેમનો યથોચિત વિનય કરે કદાચ તેઓ ઉંમર અને શ્રતથી નાના હોય, પણ પર્યાય જયેષ્ઠ હોય તો તેમનો વિનય કરે. એ પ્રમઆમે ગુણાધિક પ્રતિ નમીને વર્તે, અવિરુદ્ધ બોલે, વંદનશીલ રહે, એ પ્રમાણે ગુરુ નિર્દેશ કરણશીલ છે તે પૂજ્ય છે. અજ્ઞાતા - પરિચયન કરીને, તે ભાવઉછ છે. ગૃહસ્થોદ્ધરિતાદિને ભ્રમણ કરીને લાવે પછી ખાય. જ્ઞાતને ત્યાંથી ન લે. તે પણ ઉગમ આદિ દોષ રહિત લે, દોષિત ન લે. તે પણ સંયમનો ભાર વહનકર્તા શરીરને પાલન માટે લે, અન્યથા નહીં. આ આહાર પણ જુદી જુદી જગ્યા ફરીને લે. આહાર ન મળે કે ઓછો મળે, તો ખેદ ન કરે કે હું મંદભાગ્ય છું અથવા આ દેશ અશોભન છે. સાર્સે આહાર મળે તો પ્રસંશા ન કરે. સંથાસે, શય્યા આદિમાં મૂછ ન રાખે, પરિભોગથી અતિરિક્ત ન લે, અતિ લાભ થાય તો પણ આત્માને સંતોષમાં રાખે. તે પૂજ્ય થાય. ઇંદ્રિય સમાધિ દ્વારથી પૂજ્યતા કહે છે - લોઢાનો કાંટો દુઃખદાયી છે, તેમ છતાં અર્થને માટે ઉધમ કરે છે, તે માટે વાણીરૂપ કાંટાને પણ સહન કરે. • ૪- સાધુએ પરમાર્થ સાધવાનો હોવાથી તેણે તો વિશેષ પ્રકારે કડવા વચનો સહેવા જોઈએ. ઇત્યાદિ બધું સૂત્રાર્થવત જાણવું - X-X. • સૂત્ર - ૪૬૩ થી ૪૦૦ - (૪૬૩) આવતા એવા કટુ વચનોના આદાત કાનમાં પહોંચતા જ દર્મનલ્સ ઉત્પન્ન કરે છે. પરંતુ જે વીરપરષોમાં પરમ અગ્રણી જિતેન્દ્રિય પુરુષ, તેને પોતાનો ધર્મ માનીને સહન કરે છે, તે પૂજ્ય છે. (૪૬૪) જે મુનિ પીઠ પાછળ કદાપિ કોઈનો અવર્ણવાદ બોલતા નથી, તથા પ્રત્યક્ષ વિરોધી, નિયકારિણી, આખીયકારિણી ભાષા ન બોલે તે પૂર્વ છે. (૬૫) જે લોલુપ નથી, કીકુચ્ચ, માયા કે ધાન્ય કરતો નથી, દીનવૃતિ કરતો નથી, પોતાની પ્રશંસા કરતો • કરાવતો નથી અને કુતુહલ કરતો નથી, તે પૂજા છે. (૪૬૬) મનુષ્ય ગુણોથી સાધુ છે, અગુણોથી રાસાધુ છે, તેથી સાધુને યોગ્ય ગુણોનું ગ્રહણ કરે અને સાધુ ગુણને છોડે. આત્માને આત્માથી જાણીને જ રાગદ્વેષમાં મધ્યસ્થ રહે છે, તે જ પૂજય થાય છે. (૬૭) આ પ્રમાણે નાનો હોય કે મોટો, સી હોય કે પુરુષ, દીક્ષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242