Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 234
________________ ૨૨૨ - . ચૂલિકા - ૨ - ભૂમિકા હ ચૂલિકા - ૨ - “વિવિક્તચર્યા” પહેલા ચૂડા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજીને કહે છે - આનો ઓઘથી સંબંધ પ્રતિપાદિત કરેલ જ છે. વિશેષ એ છે કે- અનંતર અધ્યયનમાં સીદાતા સાધુનું સ્થિરીકરણ કહ્યું. અહીં વિવિક્તચર્યા કહે છે. તેનો સંબંધ ભાષ્યકાર કહે છે - • ભાષ્ય - ૬૩ • વિવેચન - ચૂડાનો અધિકાર વિસ્તારથી રતિવાક્ય ચૂડામાં કહ્યો. - ૪ - બીજા ચૂડા અધ્યયનમાં આદાનપદથી “ચૂલિકા” નામ છે. ઇત્યાદિ - ૪ - સૂબાલાયકના નિક્ષેપાદિની પ્રસ્તાવાનુસાર સ્પર્શના - કિંચિત્ વ્યાખ્યાદિ રૂપ થાય છે. સૂત્રાનુગામમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે છે - • સૂત્ર - પર૫ થી ૫૨૮ - (૫૫) હું તે ચૂલિકાને કહીશ, જે શ્રત છે, કેવલિભાષિત છે, જેને સાંભળીને પુન્યશાળી જીવોની ધર્મમાં અતિ ઉત્પન્ન થાય છે. (૨૬) ઘણાં લોકો અનુસોત - સંસાર સમુદ્રમાં પ્રતિ પ્રસ્થાન કરી રહ્યા છે, પરંતુ જે મુક્ત થવા ઇચ્છે છે, જેને પ્રતિસોત - સંયમ પ્રવામાં ગતિ કરવાનું લક્ષણ પ્રાપ્ત થાય છે, તેણે પોતાના આત્માને પ્રતિસ્રોત પ્રતિ લઈ જવો. (૨૭) અનુયોત સંસાર છે, પ્રતિસોત તેનો ઉત્તાર છે. સાધારણ સંસારીજનને અનુસ્રોત ચાલવામાં સુખાનુભૂતિ થાય, પરંતુ સુનિહિત સાધુને માટે આશ્રવ પ્રતિસોત થાય છે. • તેથી - (૫૮) આચાર પાલનમાં પરાક્રમ કરીને તથા સંવરમાં મયુર સમાધિસત થઈને, સાધુઓએ પોતાની સયાં, ગુણો તથા નિયમો પ્રતિ દષ્ટિપાત કરવો જોઈએ. • વિવેચન - પર૫ થી ૫૨૮ - હું ભાવ ચૂડાને કહીશ - પ્રકર્ષથી અવસરપ્રાસ અભિધાન લક્ષણથી કહીશ. શ્રુત તે કેવલિભાષિત છે. આ ચૂડામાં શ્રુતજ્ઞાન વર્તે છે અને આ કેવલિભાષિત - કેવલિ વડે પ્રરૂપિત છે. વૃદ્ધવાદ આ પ્રમાણે છે - કદાચિત આર્યા વડે અસહિષ્ણુ એવા કુરગડુ પ્રાયઃ સંયતને ચાતુમાંસિકાદિમાં ઉપવાસ કરાવ્યો. તે આરાધનાથી તે મૃત્યુ પામ્યો. હું પિઘાતિકા છું, એમ ઉદ્વિગ્ન થઈને તેણીએ તીર્થકરને પૂછવા વિચાર્યું. ગુણથી આવર્જિતા દેવી તેણીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગઈ. તેણીએ ભગવંતને પૂછ્યું- હું સાધુના મરણથી ઘાતક છું કે નહીં? ભગવંતે તેણીને આ ચૂડા સંભળાવી (જે તેણીએ ગ્રહણ કરી.) તેમાં વિશેષ એટલું કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242