Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 237
________________ ૨૩૬ દશવૈકાલિકમૂલસબ-સટીક અનુવાદ ખરડેલા હોય, તે હાથથી લેવું. સંસ્કૃષ્ટ તે કાચું ગોરસ વગેરેથી વાસણ કે હાથ ખરડાયેલા હોય તો સાધુ લેવા યત્ન કરે આને માટે આઠ ભંગો બતાવેલા છે. - ઉપદાધિકારથી જ આ કહે છે:- સાધુએ મધ અને માંસને દુર્ગતિનું કારણ સમજીને છોડી દેવા. (શંકા) કાંજી, છાશ વગેરે પણ સંધાનથી ભાત વગેરે મળેલા છે, તેથી તે પ્રાણીના અંગ હોવાથી ત્યાજ્ય છે. માટે ન ખાવી જોઈએ. (સમાધાન) તમારું કહેવું બરાબર નથી. છાશ પ્રવાહી અને પ્રાણીનું અંગ હોવાથી તે મધ-માંસની તુલના ન પામે. લોકશાસ્ત્રથી પણ તેમ સિદ્ધ થતું નથી. સંધાન અને પાણીના અંગની તુલના યોગ્ય છે, મર્યાદા ઉલ્લંઘન સમાન છે, જેમાં સ્ત્રી અને માતા બંને દેખાવમાં સમાન છતાં એક ભોગ્ય છે, બીજી પૂજ્ય છે, તે વિવેક નષ્ટ થઈ જશે. તેમ પ્રાણીનું અંગત દુધ, તેની બનેલ છાશ તે માંસની તુલ્ય ન થાય. ઇત્યાદિ • x- સાધુ બીજાનો હેપી ન થાય, વારંવાર વિગઈ ન વાપરે, વિગઈના પરિભોગ માટે કાર્યોત્સર્ગ કરે. સ્વાધ્યાય અને તપમાં પ્રયત્ન કરે, તેમ ન કરે તો ઉન્માદાદિ દોષ લાગે. માસંકલ્પ વગેરે કરીને વિહાર કરતાં, ગૃહસ્થ પાસે એવી પ્રતિજ્ઞા ન કરાવે કે મને આ સ્થાનાદિ વાપરવા આપશો જ. (શું?) શયન, આસન, શય્યા, નિવધા અથવા તે કાળને આશ્રીને અનુકૂળ ભોજન, જેમકે - ઉનાળો હોય તો ખાંડ ખાજા, દ્રાક્ષનું પાણી વગેરેની જો કબુલાત કરાવે તો મમત્વનો દોષ લાગે. વળી આ ગામમાં, શ્રાવક કુળમાં અથવા અયોધ્યા જેવા નગરમાં મધ્ય દેશ વગેરે એટલે ગામ, કુળ, નગર, દેશ વગેરે સ્થળમાં ક્યાંય પણ મારા પણાનો મોહ ન કરે. પોતાના ઉપકરણાદિમાં પણ મમત્વ ન રાખે. ઉપદેશ અધિકારથી જ કહે છે - સાધુ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે, કારણ કે સાધુ પાસે ગૃહસ્થ સેવા કરાવે તો સાધુનું ચારિત્ર નષ્ટ થાય અને ગૃહસ્થને પણ દોષ લાગે. તેમ સાધુ વસ્ત્રાદિથી પણ સત્કાર ન કરે. જો તેમ કરે તો ઉપરોક્ત દોષો જ લાગુ પડે છે. આ દોષો દૂર કરવાને માટે જ ગૃહસ્થોની સેવા ન કરનારા એવા ઉત્તમ સાધુઓનો સાધુ સંસર્ગ કરે કે જેથી પોતાના મહાવત આદિનું રક્ષણ થાય. જે ગૃહસ્થનો રાખનાર સાધુ સાથે રહે તો સંસારી કૃત્યની અનુમોદનાનું પાપ લાગે. આ પદ ભવિષ્યના વિષય માટે જ છે. જે વખતે પ્રણયન કાળમાં સંક્લિષ્ટ સાધુનો અભાવ છે. - સૂત્ર - ૫૩૪ થી ૫૪૦ - (૫૩૪) કદાચિત ગુણમાં અધિક અથવા ગુણોમાં સમાન નિપુણ સહાયક સાધુ ન મળે તો પાપમોંને વર્જિત કરતો, કામભોગોમાં અનાસક્ત રહીને એકલો જ વિચરણ કરે. (૫૩૫) વણકાળમાં ચાર માસ અને અન્ય ઋતુઓમાં એક માસ રહેવાનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. તેથી જ્યાં ચાતુમતિ કે માસિકલ્પ કરેલ હોય ત્યાં બીજા વર્ષે ચાતુમાસ કે માસકલ્ય રહેવું ન જોઈએ. સૂત્રનો અર્થ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242