Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 227
________________ દશવૈકાલિકમૂલસૂબસટીક અનુવાદ ૨ ચૂલિકા - ૧ - “રતિવાક્ય" છે. --— x x x x ૦ હવે ઓધથી બે ચૂડાને કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે છે. અનંતર અધ્યયનમાં ભિક્ષગુણયુક્ત જ ભિક્ષ કહો. આવા પ્રકારનો તે કદાચિત્ કર્મની પરતંત્રતાથી અને કર્મના બલવથી સીદાય, તો તેનું સ્થિરીકરણ કરવું જોઈએ. અધિકારવત્ બે ચૂડા કહે છે. તેમાં “ચૂડr શબ્દના અર્થને જણાવતા કહે છે - • નિર્યુક્તિ - ૩૬૭, ૩૬૧ - નામ, સ્થાપના સુગમ છે, તેને છોડીને દ્રવ્યાદિ વિષયક ચૂડાનો નિક્ષેપ કહે છે. વળી તે ચૂડા બે છે. દશવૈકાલિકની ચૂડા આચારની પાંચ ચૂડાવત ઉત્તરતંત્ર છે, શ્રત ગૃહિતાર્થ જ છે. ઉક્ત - અનુક્ત અર્થનો સંક્ષેપ કરતી આ ચૂડાઓ છે. તેમાં દ્રવ્ય ચૂડાદિની વ્યાખ્યા કહે છે - દ્રવ્ય ચૂડા આગમ, નોઆગમ, શરીરથી વ્યતિરિત સચિત્તાદિ ત્રણ ભેદે છે. તેમાં સચિત - કુકડાની કલગી, ઉચિત - મણિ ચૂડા, મિશ્ર - મયુરશીખા. ક્ષેત્ર ચૂડા તે લોકનિકુટ ઉપરવર્તી છે, તે મેરની ચૂડાદિ છે. આદિ શબ્દથી અધોલોકના સ્તમંતક, તિછલિોકના મેરુની ચૂડા, ઉર્ધ્વલોકમાં સિદ્ધિશિલા છે. • નિક્તિ - ૩૬૨ થી ૩૬૮ - ઉચિત કાળથી કંઈક અધિક તે અતિરિક્ત, અધિક માસ કે વર્ષ તે કાલ ચૂડા છે. ભાવ ચૂડા - ક્ષાયોપથમિક ભાવમાં છે, તે પણ બે ભેદે છે • ક્ષાયોપથમિકત્વથી શ્રતની જાણવી. તેમાં પહેલી “સતિવાક્ય ચૂડા” છે. • • નિક્ષેપમાં “રતિવાક્ય' એ દ્વિપદ નામ છે. તેમાં ‘રતિ” નો નિક્ષેપ કહે છે. તેમાં પણ નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય અને ભાવ રતિને કહે છે. દ્રવ્ય રતિમાં તદુવ્યતિરિક્ત બે ભેદે છે. કર્મ દ્રવ્યરતિ અને નોકર્મ દ્રવ્યરતિ. કર્મ દ્રવ્યરતિ તે સતિ વેદનીયકર્મ છે. એ બદ્ધ અને અનુદય અવસ્થાને ગ્રહણ કરે છે. નોકર્મ દ્રવ્યરતિ તે શબ્દાદિ દ્રવ્યો છે. તે રતિના કારણરૂપ છે. ભાવરતિ - તે જ તિ વેદનીય કર્મના ઉદયથી થાય છે. એ પ્રમાણે અરતિ પણ દ્રવ્ય અને ભાવથી જાણવી. સતિનો નિક્ષેપ કહ્યો. હવે વાક્ય નો અતિ દેશ કહે છે. “વાક્ય' પૂર્વ વાક્ય શુદ્ધિ અધ્યયનમાં અનેક પ્રકારે કહે છે. ચારિત્ર રૂપ ધર્મ રતિ જનક છે. તે વાક્યોને લેવા. અહીં રત નામવાળું વર્ણન સારી રીતે સહન કરવાથી ગુણ કરવાવાળી “ચૂડા’ થાય, તે બતાવે છે. જેમ રોગીને શરીરમાં ગુમડાં થતાં નસ્તર આદિ મૂકવા પડે, તો તેને ફાયદો થાય છે, જેને અજીર્ણ થયું હોય તેને અપથ્ય ખોરાક અટકાવતાં તે હીતકારી થાય અને ભાવિમાં રોગ મટે, માટે તે સુંદર છે. તે દષ્ટાંત વડે અહીં બોધ આપે છે - આઠ પ્રકારના કર્મરૂપી દુઃખી એવા સંસારી ભાવ રોગી જીવોને તે રોગો દૂર કરવા, ઉક્ત સંયમ રૂપ ચિકિત્સામાં સ્નાનનો નિષેધ તથા લોયાદિનું કષ્ટ પહેલાં દેખાય. પણ તેથી શ્રતધર્મ અને ચારિત્ર ધર્મમાં રતિ થાય અને અધર્મ ઉપર અરતિ થાય. છેવટે તેનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242