Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 226
________________ ૨૨૫ ૧૦ • ૫૦૦ થી પ૦૫ આદિ રૂપ બદ્ધિ, વસ્ત્રાદિથી સત્કાર, સ્તવનાદિ વડે પૂજનનો ત્યાગ કરે છે. તે અર્થ માટે પ્રયત્ન ન કરે. સ્થિતાત્મા જ્ઞાનાદિમાં પુરુષાર્થ કરે, તે ભિક્ષ છે. પોતાના શિષ્ય સિવાય બીજાને “આ કુશિલ છે" તેવા અપીત્યાદિ દોષ વચનો ન કહે, પોતાના શિષ્યોને પણ શિક્ષા ગ્રહણ બુદ્ધિથી જ કહે. સામાના ગમે તેવા અપરાધમાં પણ કોપ ન કરે. કેમકે પ્રત્યેક પુચ પાપ બીજાના સંબંધી નથી. પોતાના જ છે. પોતાના ગુણોનો અહંકાર ન કરે, તે ભિક્ષુ છે. મદના પ્રતિષેધને માટે કહે છે - હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું એવો જાતિ મદ ન કરે. હું રૂપવાન છું એવો મદ ન કરે ઇત્યાદિ - - આના વડે કુળમદાદિને પણ જાણવા. આ બધાં મદનો પરિત્યાગ કરીને આગમમાં કહ્યા મુજબ ધર્મધ્યાન ત બને, તે ભિક્ષુ છે. શુદ્ધ ધર્મ પદને પરોપકારને માટે મુનિ કહે, તેને જ શીલવાન જાણવો. પણ બીજો નહીં. પોતે ધર્મમાં સ્થિત રહે, બીજાને સુબોધ આપી ધમી બનાવે. પોતે દીક્ષા લઈને કુશીલ લિંગનો - આભાદિ કુશીલ ચેષ્ટાનો ત્યાગ કરે, બીજાને હાસ્યકારી ભાંડ ચેષ્ટના કૃત્યો ન કરે, તે ભિક્ષ છે. ભિક્ષુ ભાવનું ફળ કહે છે - પ્રત્યક્ષ દેખાતી કેદરૂપ કાયાને વીર્ય અને લોહીથી બનેલી જાણીને તથા થોડા કાળમાં નાશ પામનારી જાણીને તેની મમતા ત્યાગી મોક્ષ સાધન રૂપ સમ્યગ્ર દર્શનાદિ છે, તેમાં એકાંત સુસ્થિત રહે. તેવા ભાવ ભિક્ષ સંસારના બંધન છોડીને અજરામર પદ નામે, સિદ્ધિ ગતિને પામે, નિશ્ચલ સ્થાનમાં રહે.- - - મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૧૦ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ શિ6/15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242