________________
(તત્ય વહefé) તે સ્નાન અવસરે રક્ષાદિ બહુપ્રકારનાં સેંકડો કૌતુકો કર્યા બાદ (છઠ્ઠાણાપવરમMMIવાને) કલ્યાણકારી એવા તે પ્રધાન સ્નાનના અંતમાં (હ7-લુરુમાત-ઈ-I સાકૂકિંગ) રુવાંટીવાળા, અતિ કોમળ સ્પર્શવાળા, અને સુગંધી એવા લાલરંગના વસ્ત્ર વડે શરીર લૂછી નાખ્યું, એટલે જળરહિત કર્યું, ત્યાર બાદ તેણે (આહવ-સુમહાત્HRવસંgs) જરા પણ ફાટ્યા-તુટ્યા વગરનું, સ્વ. અને અતિ મહામૂલ્યવાળું દૂષ્ય રત્ન એટલે વસ્ત્રરત્ન-ઉત્તમોત્તમ વસ્ત્ર પહેર્યું. વળી તે સિદ્ધાર્થ રાજા કેવો?(R{Hસુમિનોસીસવંતપુનિત ) રસ સહિત અને સુગંધી એવા ગોશીષચંદન વડે શરીરે લેપ કર્યો છે જેણે એવો, (સુમતિ-વUTI-વિલેવ) પહેરેલી છે પવિત્ર પુષ્પમાળા જેણે એવો, વળી શરીરને શણગારનારું પવિત્ર કુંકુમાદિનું કર્યું છે વિલેપન જેણે એવો, વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે? (ગાવિદ્ધમા-સુવU) પહેરેલાં છે મણિમય અને સુવર્ણમય આભૂષણો જેણે એવો, (ouTAR-SAIR-તિ --) યથાસ્થાને પહેરેલ જે હાર એટલે અઢારસરો હાર, અર્ધહાર, એટલે નવસરો હાર, ત્રિસરો હાર, (પન્નવપલ્લંડમાW-#ડિસુનવણવોકે) લંબાયમાન મોતીનું ઝુંબનક, અને કમ્મરમાં પહેરેલો કંદોરો; એ બધાં આભરણાં વડે ઉત્તમ પ્રકારે કરેલી છે શોભા જેણે એવો. (fપUોવિન્ને) કંઠમાં પહેરેલ છે કંઠ, કંઠી વિગેરે કંઠના દાગીના જેણે એવો. (અંગુલિMI-ત્નનિવવવામ) વેઢ વીંટી વિગેરે આંગળીઓમાં પહેરવાનાં ઘરેણાં, તથા કેશની શોભા વધારનારા પુષ્પ વગેરે કેશના આભૂષણો પહેર્યા છે જેણે એવો (વરવEST-તુડિયfમવમુ) હાથમાં પહેરેલા ઉત્તમ પ્રકારના કડાં અને બાજુબંધ-બહેરખાં વડે ખંભિત થયેલી છે ભુજાઓ જેની એવો, (વિવસરિસરીણ) પોતાના સ્વાભાવિક અતિશય સૌન્દર્ય વડે શોભી રહેલો, ($ લુઝોડાવળો) કાનમાં પહેરેલા કુંડળો વડે ચળકાટ મારી રહ્યો છે મુખ જેનું એવા (મહિતિરણ) પહેરેલા મુગટ વડે દેદીપ્યમાન થયું છે મસ્તક જેનું એવો, ( હત્યવસુવાવ3) હાર વડે ઢંકાએલું અને તેથી જ દેખનારાઓને આનંદ આપનારું છે હૃદય જેનું એવો. (મુદિયાપિં. બંગુતિ) પહેરેલી રત્નજડિત વીંટીઓ વડે પીળી છે આંગળીઓ જેની એવો; (પલંવપલંવમાનસુયપS રિઝ) લાંબા અને લટકતા એવા દુપટ્ટા એટલે ખેસ વડે ઉત્તમ રીતે કરેલું છે. ઉત્તરાસંગ જેણે એવો. વળી તે સિદ્ધાર્થ રાજા કેવો છે?
(ના[[મળવUSTRUT-) વિવિધ જાતિનાં મણિઓ સુવર્ણ અને રત્નોથી બનાવેલા, (વિમત-મહરિહ-) કાન્તિ-વાળા, ઘણા જ કિંમતી. (નિડોવિય-મિતિમસિંત-) ચતુર કારીગરે ઉત્તમ કારીગરીથી બનાવેલા, ચળકાટ મારી રહેલા, (વિવ-સુનિતિ-) કોઇ પણ જાણી ન શકે અને ઉઘડી ન જાય એવી રીતે સાંધાઓને બરાબર જોડી દઈ ચીવટ રાખીને બનાવેલા, (fafiz--) બીજાઓ કરતાં અતિશય રમણીય લાગે એવા, અને મનને હરી લે એવા પ્રકારના (વિવલ) પહેર્યા છે વીરવલયો એટલે વીરપણાના ગર્વને સૂચવનારાં કડાંઓ જેણે એવો જેઓને બીજા ને હરાવી શકે એવા પરાક્રમી વીર પુરુષો જ વીરવલય પહેરે છે. જો કોઈ પોતાને વીર મનાવતો હોય તેમને જીતીને આ વલયો ઉતરાવે. એ પ્રમાણે સ્પર્ધા વડે વીરપણાના ગને સૂચવનારા પહેરવાના વલયોનો વીરવલય કહે છે. આવા પ્રકારના વીરવલય તે સિદ્ધાર્થ રાજાએ પહેરેલા છે. હવે કવિ ઉપસંહાર કરતાં કહે છે કે- (વUTI ?) તે રાજાનું વધારે કેટલું વર્ણન કરીએ? (વટપૂવવ વવ વિવિભૂતિe) તે રાજા કલ્પવૃક્ષની જેમ અલંકૃત થયેલો અને વિભૂષિત થયેલો છે. જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરે વડે અલંકૃત હોય છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલો છે, જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરે વડે અલંકૃત હોય છે, અને પુષ્પ-ફળાદિ વડે વિભૂષિત હોય છે; તેમ સિદ્ધાર્થ રાજા પણ મુગટ વિગેરે આભૂષણો વડે અલંકૃત થયેલો છે, અને વસ્ત્રાદિ વડે વિભૂષિત થયેલો છે. (ન) આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org