________________
-દરર ફરે - કરે ફરફર કરે છે કે જીવPસ્વખૂણભર કર કર ર ર ર ર ર ર ર ? શ્રેયાંસકુમારે જાતિસ્મરણ જ્ઞાનથી જાણ્યું કે “અહો!પૂર્વે પૂર્વવિદેહક્ષેત્રમાં આ ભગવંત વજનાભનામે ચક્રવત હતા, તે વખતે હું તેમનો સારથી હતો. તે જ ભાવમાં સ્વામીના પિતા વજસેન નામે હતા. તેમને આવા તીર્થંકરના ચિહ્નવાળા જોયા હતા. વજન તીર્થંકર પાસે વજનાભ ચક્રવર્તીએ દીક્ષા લીધી, ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે વખતે તીર્થકર શ્રીવજસેનના મુખથી મેં સાંભળયું હતું કે- આ વજનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે, તે જ આ પ્રભુ આજે સર્વ જગતનો આને મારો અનુગ્રહ કરવા પધાર્યા છે”. એમ વિચારે છે એવામાં એક મનુષ્ય ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. જાતિસ્મરણથી નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતિ કરી કે હે ભગવન્! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો'. પ્રભુએ પણ બને હાથની પસલી કરી તે હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. એટલે શ્રેયાંસકુમારે રસથી ભરેલા ઘડાઓ લઇ લઈને તેમાં ખાલી કરવા માંડ્યા. અનુક્રમે સર્વ ઘડાનો રસ રેડી દીધો, છતાં એક પણ બિન્દુ નીચે ન પડતાં તે રસની શિખા ઉપર ઉપર વધવા લાગી. કહ્યું છે કે
"माइज्ज घटसहस्स, अहवामाइज्ज सागरा सव्वे। जस्सेयारिस लद्धी, सोपाणिपडिग्गही होइ॥१॥"
જેના હાથની અંદર હજારો ઘડા સમાઈ જાય, અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય, એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે પાણિપતગ્રહી એટલે હસ્તપાત્રી હોય”.૧. અહી કવિ ઉભેક્ષા કરે છે કે
"स्वाम्याह दक्षिणं हस्तं कथं भिक्षां न लासि भोः। स प्राह दातृहस्तस्या-ऽधो भवामि कथं प्रभो! ॥२॥ यतः-पूजाभोजनदानशान्तिककलापाणिग्रहस्थापना-चोक्षप्रेमक्षणहस्काऽर्पणमुखव्यापारबद्धस्त्वहम्।
वामोऽहं रणसंमुखाऽङ्कगणनावामाङ्गशय्यादिकृत्, द्यूतादिव्यसनी त्वसौ स तु जगौ चोक्षोऽस्मि न त्वं શુવિઃ ” | રા.
“સ્વામીએ પોતાના જમણા હાથને કહ્યું કે-“અરે! તું ભિક્ષા કેમ લેતો નથી?” ત્યારે તે બોલ્યો કે- “હે પ્રભુ! હું દાતારના હાથ નીચે કેમ થાઉં?" કેમકે-પૂજા, ભોજન, દાન, શાંતિકર્મ, કળા પાણિગ્રહણ, સ્થાપના, શુદ્ધતા, પ્રેક્ષણા, હસ્તકઅર્પણ, વિગેરે વ્યાપારમાં હું તત્પર રહું છું. તેથી હે ભગવન્! હું આવો ઉત્તમ થઈને હવે દાતારના હાથ નીચે આવી હલકો કેમ થાઉ”. એમ કહીને જમણો હાથ મૌન રહ્યો, ત્યારે પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવા કહ્યું તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે-“હે પ્રભુ! હું રણસંગ્રામમાં સન્મુખ થનારો છું, અંક ગણવામાં તત્પર છું, અને ડાબે પડખે સૂવા વિગેરેમાં સહાય કરનાર છું, પણ આ જમણો હાથ તો જુગાર વિગેરેનો વ્યસની છે”. ત્યારે જમણા હાથે કહ્યું કે હું પવિત્ર છું, તું પવિત્ર નથી” .૨.
"राज्यश्री र्भवताऽर्जिताऽर्थिनिवहस्त्यागैः कृतार्थीकृतः, संतुष्टोऽपि गृहाण दानमधुना तन्वन् दयां નિષ
इत्यब्धं प्रतिबोध्य हस्तयुगलं श्रेयांसतः कारयन्, प्रत्यग्रेक्षुरसेन पूर्णमृषभः पायात्स वः श्रीजिनः ॥३॥"
ત્યાર પછી પ્રભુએ બન્ને હાથને સમજાવ્યા કે- “તમે રાજ્યલક્ષ્મી ઉપાર્જન કરી, દાન દેવાવડે અર્થીના સમૂહને કૃતાર્થ કર્યો, વળી તમે નિરંતર સંતુષ્ટ છો, તો પણ દાન દેનારા ઉપર દયા લાવીને હવે દાન ગ્રહણ કરો”, એ પ્રમાણે
૧. લગ્નવખતે હસ્ત મેળાપ. ૨. હસ્તરેખા બતાવવી. ૩. હાથ દેવો, કોલ આપવો, વચન આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org