Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 299
________________ અતિશય સ્વરૂપવતી થઈ, તેથી લોકોમાં તે દાસીની સુવર્ણગુળિકા નામથી પ્રસિદ્ધિ થઈ. આ વખતે માળવા દેશનો સ્વામી અને ચૌદ મુગટબદ્ધ રાજાઓથી સેવાતો ચંડપ્રદ્યોત નામે રાજા ઉજ્જયિની નગરીમાં રાજ્ય કરતો હતો, તે મહાવીર પ્રભુની પ્રતિમા સહિત સુવર્ણગુલિકાનું હરણ કરી ગયો. તે ખબર પડતાં ઉદયન રાજાએ ચડાઈ કરી રણસંગ્રામમાં ચંડપ્રદ્યોતને પકડી બાંધ્યો, અને તેના કપાળમાં “મારી દાસીનો પતિ એવા અક્ષર લખાવ્યા. પછી તેને સાથે લઇ પોતાના નગર તરફ પ્રયાણ કરતો ઉદયન રાજા વર્ષાકાળમાં રસ્તામાં આવેલા દશપુર નગરમાં રહ્યો, અને પર્યુષણ પર્વને દિવસે તેણે પોતે ઉપવાસ કર્યો. તેણે રસોઇયાને બોલાવી કહ્યું કે- “ચંડપ્રદ્યોતને પૂછી તેની ઇચ્છા મુજબ ભોજન જમાડજે'. હુકમ મુજબ રસોઇયાએ તેની પાસે જઇ કહ્યું કે-“આજે મહારાજાને ઉપવાસ છે, તેથી આપને જે જમવું હોય તે કહો. ચંડપ્રદ્યોતે વિચાર કર્યો કે-“આજે મને જુદો બેસાડી ઝેરથી મારી નાખવાનો પ્રપંચ આદર્યો જણાય છે!” એમ ધારી તે બોલ્યો કે હું પણ શ્રાવક છું, તેથી મારે પણ આજે ઉપવાસ કરવો છે'. રસોઇયાના મુખથી હકીકત સાંભળી ઉદયન રાજાએ વિચાર્યું કે-“એ ધૂર્તતાથી બોલ્યો છે, તો પણ મારો તો સાધર્મિક છે, માટે તેને ખમાવ્યા વગર મારું પ્રતિક્રમણ શુદ્ધ ન થાય”. એમ વિચારી ઉદયન રાજાએ તેને બંધનથી મુક્ત કરી, તેનું સર્વસ્વ પાછું આપી, તેના કપાળમાં “મારો દાસીનો પતિ’ એવા જે અક્ષરો લખાવ્યા હતા તેના આચ્છાદન માટે પોતાનો મુગટપટ્ટ આપ્યો. પછી તેણે ચંડપ્રદ્યોતને ખમાવી સત્કારપૂર્વક ઉજ્જયિની નગરી મોકલી દીધી. અહીં ઉદયન રાજા ઉપશાંત થયેલ હોવાથી તેનું જ આરાધકપણું છે, પણ ચંડપ્રદ્યોત ઉપશાંત ન થયેલ હોવાથી તેનું આરાધકપણું નથી. બન્નેના આરાધકપણાનું દૃષ્ટાંત-એક વખત કૌશાંબીમાં સમવસરેલા શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા સૂર્ય અને ચન્દ્ર પોતાના મૂળ વિમાને આવ્યા. ચંદના સાધ્વી ઉપયોગ રાખવામાં કુશળ હતા, તેથી પ્રકાશ હોવા છતાં તે વખતસૂર્ય આથમવાનો સમય જાણી તે પોતાને સ્થાને ચાલ્યાં ગયાં. પણ મૃગાવતી સાધ્વીને પ્રકાશ દેખવાથી સમયની ખબર ન રહી, તેથી પ્રભુની દેશના સાંભળતાં બેસી રહ્યા. હવે સૂર્ય-ચન્દ્રગયા ત્યારે અંધકાર ફેલાઈ રહ્યો, તેથી ભયભીત થયેલા મૃગાવતી ઉપાશ્રયે આવી ઈરિયાવહી પડિક્કમી આત્માની નિંદા કરવા લાગ્યા, અને સૂઈ ગયેલા ચંદના પ્રવર્તિની પાસે આવી તેમને નમન કરી પગચંપી કરતાં બોલ્યાં કે- “હે સ્વામિની! મારો અપરાધ ક્ષમા કરો'.ચંદનાએ ચંદન જેવી શીતળ વાણીથી કહ્યું કે હે ભદ્ર! તમારા જેવી કુલીન સાધ્વીને આમ કરવું યુક્ત નથી.” મૃગાવતી બોલ્યાં કે હવેથી હું આવો અપરાધ નહિ કરું. એમ કહેતાં ચંદનબાળાના પગમાં પડ્યાં, અને આત્માની નિંદા કરતાં વારંવાર ખમાવવા લાગ્યા, તેટળામાં પ્રવર્તિનીને નિદ્રા આવી ગઇ. મૃગાવતીએ શુદ્ધ અંતઃકરણથી એવી રીતે ખમાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ વખતે ચંદનાના હાથ પાસે આવતા સર્પને મૃગાવતીએ કેવળજ્ઞાનથી જોયો, તેથી તે હાથ ત્યાંથી ખસેડી લીધો. પોતાનો હાથ ખસેડવાથી ચંદનબાળા જાગી ગયાં અને પૂછયું કે-મારો હાથે કેમ ખસેડયો?” મૃગાવતીએ કહ્યું કે-“સર્પ આવવાથી મેં આપનો હાથ ખસેડ્યો”. ચંદનાએ પૂછયું કે-આવા ગાઢ અંધકારમાં તમે સર્પ કેવી રીતે દેખ્યો?” મૃગાવતીએ કહ્યું કે-“આપના પ્રતાપથી.” ચંદનાએ પૂછયું કે-“શું તમને કેવળજ્ઞાન થયું છે?” મૃગવતીએ કહ્યું કે આપની કૃપાથી.” તે સાંભળી મૃગાવતીને કેવળજ્ઞાન થયેલું જાણી, “અરે! મેં કેવલીની આશાતના કરી” એમ ચિંતવતાં ચંદના પ્રવર્તિની મૃગાવતીને ખમાવવા લાગ્યાં, અને મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યાં. એવી રીતે ખમાવતા ચંદનાએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીં ચંદના અને મૃગાવતી બન્નેનું આરાધકપણું છે. આવી રીતે ચંદના અને મૃગાવતીની પેઠે ખરા અંતઃકરણથી મિથ્યાદુષ્કત એટલે “મિચ્છામિ યુવકનું દેવું પણ કુંભાર અને ક્ષુલ્લકની પેઠે ઉપલક દેવું નહિ. તે આ પ્રમાણે-કોઈ કુંભાર માટીનાં વાસણ ઘડીને તડકે સુકવતો, તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304