Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 263
________________ દેવતાઓ છે, અને દેવપિંડ મુનિને ન કલ્પ’ એમ વિચાર કરી ભિક્ષા લીધા વિના જ પાછા ફર્યા. તે જોઈ સંતુષ્ટ થયેલા દેવોએ વજસ્વામીને વૈક્રિયાલબ્ધિ આપી. વળી ફરીથી એક વખતે તે દેવો મનુષ્યનું રૂપ ધરી વજસ્વામીને ઘેબરની ભિક્ષા આપવા લાગ્યા, તે સમયે પણ તેમને પ્રથમ પેઠે તે દેવપિંડ સમજી ગ્રહણ ન કર્યો, કારણ કે તેઓ ઉપયોગ દેવામાં કુશળ હતા. તે વખતે પણ સંતુષ્ટ થયેલા તે પૂર્વજન્મના મિત્રદેવો વજસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પોતપોતાને સ્થાને ગયા. - હવે પાટલીપુર નગરમાં ધન નામે ધનાઢ્ય શેઠને રુક્મિણી નામે સ્વરૂપવતી પુત્રી હતી. સમિણી સાધ્વીઓ પાસે વજસ્વામીના ગુણગ્રામ સાંભળીને તેમની ઉપર ગાઢ રાગવાળી થઇ, તેથી તેણીએ પ્રતિજ્ઞા કરી કે મારે વજસ્વામીને જ વરવું છે'. એવામાં વજસ્વામી વિચરતા વિચરતા તે જ નગરમાં પધાર્યા. લોકોના મુખથી તેમનું આગમન સાંભળી રુક્મિણીએ પોતાના પિતાને જણાવ્યું કે- “હે તાત! જેને વરવાને હું સદા ઝંખી રહીછું તે વજસ્વામી ભાગ્યયોગે અહીં પધાર્યા છે, માટે મારું લગ્ન તેમની સાથે કરો, અન્યથા મારે મરણનું જ શરણ છે'. આ પ્રમાણે પુત્રીના અતિશય આગ્રહથી ધનશ્રેષ્ઠી તેણીને સાથે લઈ વજસ્વામી પાસે ગયો, અને અંજલિ જોડીને બોલ્યો કે - “હે માનદ! મારા પર પ્રસાદ કરીને આ મારી પુત્રીનું પાણિગ્રહણ કરો, વળી સ્વામી! હસ્તમોચન અવસરે હું આપને કરોડો સંખ્યાનું ધન આપીશ”. તે સાંભળી વૈરાગ્યમગ્ન વજસ્વામીએ કહ્યું કે-“મહાનુભાવ! વિષયો વિષ કરતાં પણ અધિક ભયંકર છે, કારણ કે વિષ આ ભવમાં જ દુઃખ આપે છે, પણ વિષયો તો જન્માંતરમાં પણ દુ:ખ આપનારા છે. આવા વિષયોનું દુઃખદાયી સમજીને હું આ કન્યા શી રીતે સ્વીકારું? હે ભદ્ર! જો આ કન્યા મારા પર અનુરાગ ધરાવતી હોય, તો મેં સ્વીકારેલી દીક્ષા એ પણ ગ્રહણ કરી આત્માનું કલ્યાણ કરે. જો એ કુળીને બાળા મનથી પણ મને હજી ઇચ્છિત હોય તો પરલોકના હિતની ઇચ્છાથી આ પ્રમાણે તેને કરવું ઉચિત છે, દારુણ અનર્થ આપનારા વિષયોમાં ન ફસાય, આ હું તેના હિતને માટે કહું છું.” આ પ્રમાણે કરુણાળુ શ્રીવજસ્વામીના ઉપદેશથી પ્રતિબોધ પામેલી રુક્મિણીએ દીક્ષા સ્વીકારી. અહીં કવિ કહે છે કે "मोहाब्धिश्चुलुकी चक्रे, येन बालेन लीलया। स्त्रीनदीस्नेहपूरस्तं, वज्रर्सि प्लावयेत् कथम् ?॥१॥" “જે મહાત્માએ બાલ્યવયમાં જ લીલામાત્રમાં મોહરૂપી સમુદ્રને એક ચળું જેટળો કરી નાખ્યો, તે વજઋષિને સ્ત્રીરૂપી નદીનું સ્નેહરૂપી પૂર ભીંજવી પણ કેમ શકે?””.૧. એક વખતે શ્રીવજસ્વામી ઉત્તર દિશા તરફ વિચરતા હતા, તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ પ્રવર્તેલો હોવાથી અતિશય કદર્થના પામતા શ્રીસંઘે તેમને વિનંતી કરી કે-“હે ભગવાન! આ દુઃખસાગરમાંથી સંઘને કોઇ પણ રીતે પાર ઉતારો, સંઘને માટે વિદ્યાનો ઉપયોગ કરતાં પણ દોષ નથી”. તે સાંભળી કરુણાળુ વજસ્વામીએ પોતાની વિદ્યાશક્તિથી એક વિશાળ પટ વિમુર્તી સકળ સંઘને તે પટ ઉપર બેસાડ્યો. પછી તેમણે પ્રયોજેળી વિદ્યાશક્તિથી તે મહાપટ આકાશમાં ઉડ્યો, અને સંઘ સાથે શ્રીવજસ્વામી પુરિકા નામની નગરીમાં પહોચ્યાં. તે નગરીમાં સુકાળ હોવાથી સંઘના લોકો સુખી થયા. ત્યાંની પ્રજા મોટે ભાગે જૈનધર્મ પાળતી હતી. પણ રાજા બૌધધર્મી હતો. ત્યાંના જૈનો બૌદ્ધો કરતાં અતિશય ધનાઢ્ય હોવાથી પુષ્પાદિક પૂજાના ઉપકરણો અધિક મૂલ્ય આપીને પણ વેચાતા લઈ લેતા હોવાથી જિનમંદિરોમાં ઠાઠમાઠથી પૂજા-મહોત્સવ થતો, તેથી બુદ્ધ મંદિરોમાં ઘણી જ સામાન્ય પૂજા થતી હોવાથી બૌદ્ધા એ લજ્જા પામીને રાજા પાસે જઇ તે હકીકત નિવેદન કરી. તેથી રાજાએ શ્રાવકોને પુષ્પો આપવાનો આખી નગરીમાં અટકાવ કર્યો. એવામાં પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ નજીકમાં આવતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304