Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 245
________________ १४ श्रीकल्पसूत्रम् 1 समणे भगवं महावीरे कासवगुत्ते णं । समणस्स भगवओ महावीरस्स कासवगुत्तस्स अहम्मे थेरे अंतेवासी अग्गिवेसायणगुत्ते णं । थेरस्स णं अजसुहम्मस अग्गिवेसायणगुत्तस्स अजंबूनामे थेरे अंतेवासी कासवगत्ते । थेरस्स णं अज्जजंबूणामस्स कासवगुत्तस्स अज्जप्पभवे थेरे अंतेवासी कच्चायणसगुत्ते। रस्स अज्रप्पभवस्स कच्चायणसगुत्तस्स अज्जसिजंभवे थेरे अंतेवासी मणगपिया वच्छसगुत्ते । थेरस्स णं अज्जसिज्जं भवस्स मणगपिउणो वच्छसगुत्तस्स अजसभ थेरे अंतेवासी तुंगियायणसगुत्ते ॥ ८ । ५ । २३३ ॥ (સમળે મળવું મહાવીર વગતવગુપ્તે નં ) શ્રમણ ભગવાન્ મહાવી૨ કાશ્યપ ગોત્રના હતા. (સમગમ મળવો મહાવીરH ગસવગુત્તĂ) કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરને (અન્નમુહમ્નેટેરેઅંતેવાસી વેસાવળમુત્તે i) અગ્નિવૈશ્યાયન ગોત્રવાળા સ્થવિર આર્યસુધર્મા નામે શિષ્ય હતા. તે પાંચમા ગણધર સુધર્માસ્વામી શ્રીવીરપ્રભુના પટ્ટધર થયા. તેઓ કુલ્લાગ સન્નિવેશમાં ધમ્મિલ્લ નામે બ્રાહ્મણની ભદિલા નામની ભાર્યાની કૂખે જન્મ્યા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગામી થયા હતા. તેમણે પચાસ વરસની ઉંમરે શ્રીવીર પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્રીશ વરસ સુધી પ્રભુની સેવા કરી, અને તેમને વીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે એટલે જન્મથી બાણું વરસની ઉંમરે કેવળજ્ઞાન થયું હતું. ત્યાર પછી તેઓ આઠ વરસ સુધી કેવળીપણું પાળી, સર્વ મળી સો વરસનું આયુષ્ય ભોગવી, પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપી મોક્ષે ગયા. (ટેક્સ નું અન્નમુહમ્મÆ અગ્નિવેસાયળનુત્તÆ) અગ્નિવૈશ્યાસન ગોત્રના સ્થવિર આર્ય સુધર્માસ્વામીને (અન્ગ નંબૂનામે રે અંતેવાસી વાસવમુત્તે) કાશ્યપ ગોત્રના સ્થવિર આર્યજંબૂ નામે શિષ્ય હતા.શ્રીજંબુસ્વામીનું સ્વરૂપ આ પ્રમાણે રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્રીની કખે પાંચમા દેવલોકથી ચ્યવી જંબૂ કુમારનો જન્મ થયો. એક વખતે શ્રીસુધર્માસ્વામી વિચરતા તે નગરમાં પધાર્યા, તેમની દેશનાથી પ્રતિબોધ પામેલા જંબૂ કુમારે શીલવ્રત અને સમકિત સ્વીકાર્યું. જંબૂ કુમારે તે હકીકત માતા-પિતાને જણાવી, છતાં તેમણે દૃઢ આગ્રહ કરી જંબૂકુમારને એકી સાથે આઠ કન્યાઓ પરણાવી. રાત્રિએ શયનગૃહમાં તે આઠે સ્ત્રીઓએ સ્નેહવિલાસયુક્ત વાણીથી જંબૂકુમારને મોહિત કરવા ઘણા પ્રયત્ન કર્યા, છતાં વૈરાગ્યમગ્ન જંબૂકુમાર મોહિત ન થયા. કેમ કે“સખ્યત્ત્વ-શીલતુવામ્યાં, માવધિસ્તીત મુલમા તે વધાનો મુનિર્નમ્ન, સ્ત્રીનીપુ યં ધ્રુતા?” ॥ ર્ ॥ ‘‘સમ્યક્ત્વ અને શીલરૂપી બે તૂંબડા વડે ભવરૂપી સમુદ્ર પણ સહેલાઇથી તરી જવાય છે, તે બે તૂંબડાને ધારણ કરતાં જંબૂમુનિ સ્ત્રીઓ રૂપી નદીઓમાં કેમ બૂડે ? .૧.’’ જંબૂ કુમારે રાત્રિમાં તે આઠે સ્ત્રીઓને સંસારની અસારતા જણાવી વૈરાગ્યમય કરી પ્રતિબોધ પમાડી. રાત્રિમાં જ્યારે જંબૂ કુમાર પોતાની સ્ત્રીઓને પ્રતિબોધ આપતા હતા, તે રાત્રિએ ત્યાં ચારસો નવાણું ચોરોથી પરિવરેલો પ્રભવ નામનો ચોર ચોરી કરવા આવ્યો હતો, તે પણ જંબૂ કુમારની વૈરાગ્યમય વાણી સાંભળી પ્રતિબોધ પામ્યો, તથા બીજા પણ ચોરો પ્રતિબોધ પામ્યા. સવારમાં પાંચસો ચોર, પોતાની આઠ સ્ત્રીઓ, આઠ સ્ત્રીઓના માતા-પિતા, અને પોતાના માતા-પિતા સાથે પોતે પાંચસો સત્યાવીશમા એવા જંબૂ કુમારે નવાણું કરોડ સોનૈયા ત્યજી દઇને શ્રીસુધર્માસ્વામી પાસે જઇ દીક્ષા સ્વીકારી. પછી અનુક્રમે શ્રીજંબુસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી જંબૂસ્વામી સોળ વરસ ગૃહસ્થપણામાં, વીશ વરસ છદ્મસ્થપણામાં, અને ચુમ્માલીશ વરસ કેવલિપણામાં રહ્યા, એવી રીતે કુળ એંશી વરસનું આયુષ્ય ભોગવી, શ્રીપ્રભવસ્વામીને પોતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. અહીં કવિ ઘટના કરે છે કે “जम्बूसमस्तलारक्षो, न भूतो न भविष्यति । शिवाऽध्ववाहकान् साधून्, चौरानपि चकार यः ॥ १ ॥ प्रभवोऽपि प्रभुर्जीयाहि चौर्येण हरता धनम् । लेभे ऽनर्ध्या - ऽचौर्यहरं, रत्नत्रितयमद्भृतम् ॥२॥” ‘‘શ્રી જંબૂસ્વામી સમાન કોઇ કોટવાલ થયો નથી તેમ થશે પણ નહિ કે જેમણે ચોરોને પણ મોક્ષમાર્ગના વાહક એવા સાધુઓ બનાવ્યા. ૧. પ્રભવ પ્રભુ પણ જયવંતા વર્તો, કે જેમણે ચોરીથી ધનને હરતાં અમૂલ્ય અને ચોરીથી $$$$$$236 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304