________________
અ અઅઅઅ * (શ્રીવDqQણમ મકરસક્ર*******
આ પ્રમાણે ભગવંતે સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું, અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું, ત્યાર પછી પ્રભુ જીંદગી સુધી અચેલક અને કરપાત્રી રહ્યા.
હવે વિહાર કરતાં ભગવાન્ શ્રીમહાવીર કોઈ વખતે ગંગા નદીને કિનારે આવ્યા, ત્યાં ચાલતાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુનાં પડેલાં પગલાંની પંક્તિને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થયેલા જોઈને પુષ્ય નામનો સામુદ્રિક-જ્યોતિષી વિચારવા લાગ્યો કે-“અહો! આ રસ્તે કોઈ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, માટે જઈને તેમની સેવા કરું, જેથી મારો મહાન્ અભ્યદય થાય”, એમ ચિંતવી તે પડેલા પગલાને અનુસરે ચાલતો ચાલતો સત્વર પ્રભુ પાસે આવ્યો. પરંતુ પ્રભુને નિર્ઝન્થ જોઈ હતાશ થઈ ગયો, અને વિચારવા લાગ્યો કે-“અરે! હું તો ઘણું દુઃખ વેઠી સામુદ્રિકશાસ્ત્ર ભણ્યો, સામુદ્રિક શાસ્ત્રના કથન મુજબ તો આવા લક્ષણવાળો રાજાધિરાજ ચક્રવર્તી હોઈ શકે, પણ હું તો પ્રત્યક્ષ સાધુ જોઈ રહ્યો છું! આવા ઉત્તમોત્તમ લક્ષણવાળો પણ સાધુ થઇને વ્રતનું કષ્ટ આચરે તો પછી સામુદ્રિક પુસ્તક જળમાં જ બોળવું જોઇએ'. આ પ્રમાણે તે પુષ્પ, સામુદ્રિક શાસ્ત્રને જૂઠું માનતો આમ વિચાર કરી રહ્યો છે, તેવામાં ઇન્દ્ર અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકવાથી તે સંબંધ જાણી તુરત ત્યાં આવી પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે-“હે સામુદ્રિક! ખેદ ન કર, સામદ્રિકશાસ્ત્ર તો સાચું જ છે, પણ તું જ તે શાસ્ત્રના મર્મને બરાબર સમજ નથી. કારણ કે-ચક્ર, ધ્વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણોથી આ મહાપુરુષ ત્રણે જગતને પૂજનીય છે. દેવો અને અસુરોના પણ સ્વામી છે, અને થોડા જ સમયમાં કેવળજ્ઞાન પામી સકળ ઉત્તમ સંપત્તિઓના આશ્રયભૂત એવા તીર્થકર થશે. વળી
कायस्वेद-मला-ऽऽमय-विवर्जितःश्वासवायुरपिसुरभिःरुधिरामिषमपिधवलंगोदुग्धसहोदरं नेतुः॥१॥
“સ્વામીની કાયા પરસેવો મેલ અને રોગ રહિત છે, શ્વાસોશ્વાસ પણ સુગંધી છે, રુધિર અને માંસ ગાયના દૂધ જેવાં સફેદ છે૧.આ મહાત્માના આવા બાહ્ય અને અત્યંતર અગણિત લક્ષણો ગણવાને કોણ સમર્થ છે?” ઇત્યાદિ કહી ઇન્દ્ર પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન કર્યું. ત્યાર પછી ઇન્દ્ર પુષ્પને રત્નો, સુવર્ણ વિગેરે આપી તેને સમૃદ્ધિશાળી કરી પોતાને સ્થાનકે ગયો. પુષ્પ સામુદ્રિક ધાર્યા કરતાં અધિક લાભ મળેલો હોવાથી ખુશ થઈને પોતાને સ્થાને ગયો, અને પ્રભુએ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો.
(1મને મળવંમવીર) શ્રમણ ભગવાન મહાવીરે (નાફોફંડુવાનસવાડું) દીક્ષા લીધા પછી બાર વરસથી અધિક કાળ સુખી (નવું) હમેશાં (વોદિPIT) કાયાથી શુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી વોસિરાવી છે કાયા જેમણે એવા, (વિવાટે) પરિષદોને સહન કરવાથી ત્યજી દીધી છે શરીર ઉપરની મમતા જેમણે એવા છતાં તેને ડ્ર વરસTI SUઝન્ત) જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે ઉપસર્ગોને સહન કર્યા. પ્રભુને કેવા કેવા ઉપસર્ગો થયા? (તંગAI-) તે આ પ્રમાણે-(ફિલ્વા વા) દેવોએ કરેલા, (માણુHI વા) મનુષ્યોએ કરેલા (વિવિસ્વનોળવા વા) અને તિર્યંચોએ કરેલા (પુનોમા વા) લોમ એટલે દેવ-દેવીઓએ નાટક દેખાડવાં, દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભોગની પ્રાર્થના કરવી, વિગેરે અનુકૂલ ઉપસર્ગો, (dડનો વા) પ્રતિલોમ એટલે દેવ મનુષ્ય વિગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા, વિગેરે પ્રતિકૂલ ઉપસર્ગો, તે (તે સ્પન્ન — 63) નિર્ભયપણે સહન કર્યા. (વન) ક્રોધ -રહિતપણે ખમ્યા, (તિતિવ4) દીનતારહિત (મહિવાસે) અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. ૧૧૭.
દેવ મનુષ્ય અને તિર્યંચોએ કરેલા ઉપસર્ગોને પ્રભુએ સમતાભાવે સહન કર્યા તે આ પ્રમાણે
૨****************129 ********
*******
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org