________________
# #####શ્રીવDqqક્રમ અwઅઅઅઅઅઅઅઅરૂણ જરા હસ્તા મુખવાળા જોઇ “નિષદ્દઘન અનુમતિન -એટલે નિષેધ કર્યો નહિ, માટે માન્યું છે એવા ન્યાયથી તે ગોપીઓએ હર્ષિત થઈ ઊંચે સ્વરે ઉઘોષણા કરી કે-૧નેમિકુમારે લગ્ન કરવાનું સ્વીકાર્યું. આ વાત સમગ્ર દ્વારિકાનગરીમાં ફેલાઈ ગઈ, અને તેથી લોકો પણ કહેવા લાગ્યા કે- નેમિકુમારે વિવાહ કરવાનું સ્વીકાર્યું.”
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ નેમિકુમાર માટે તેમની પુત્રી રાજુમતીનું માગું કર્યું, ઉગ્રસેને ઘણા જ હર્ષથી તે સ્વીકાર્યું. કૃષ્ણ તુરત સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા, તે સાંભળી ખુશી થયેલા મહારાજા સમુદ્રવિજય બોલ્યા કે-“હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઇ મને ઘણો હર્ષ થાય છે, વળી તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલ કરાવી અમારી હમેશાંની ચિંતાને દૂર કરી છે'. પછી મહારાજા સમુદ્રવિજયે ક્રોખુકિ નામના જ્યોતિષીને બોલાવી લગ્નનો શુભ દિવસ પૂછયો. ત્યારે ક્રોપુકિ બોલ્યો કે
"वर्षासु शुभकार्याणि, नाऽन्यान्यपि समाचरेत्। गृहिणां मुख्यकार्यस्य, विवाहस्य तु कथा? ॥१॥"
“હે મહારાજા! વર્ષાકાળમાં બીજાં પણ શુભકાર્યો કોઈ કરતું નથી, તો પછી ગૃહસ્થીઓનું મુખ્ય જે વિવાહ છે તેની તો વાત જ શી કરવી?૧.” સમુદ્રવિજય બોલ્યા કે-“હે ક્રોષ્ટાકિ! આ વખતે જરા પણ કાળક્ષેપ કરવો યોગ્ય નથી, કારણ કે કૃષ્ણ ઘણી મહેનતે નેમિકુમારને વિવાહ માટે મનાવ્યા છે. માટે વિવાહમાં વિઘ્ન ન થાય એવો જે નજીકનો દિવસ હોય તે કહો'. ત્યારે ક્રોકિએ શ્રાવણ સુદ છઠનો દિવસ કહ્યો. પછી એ તિથિ ઉગ્રસેન રાજાને પણ કહેવરાવી. બન્ને ઠેકાણે વિવાહ યોગ્ય સામગ્રીઓ તૈયાર થવા લાગી, કૃષ્ણ આખા શહેરને શણગારીસ્વર્ગ સમાન સુશોભિત બનાવી દીધું. લગ્નને દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનને ઘેર લઈ જવાને તૈયાર કર્યા. ઉત્તમ શૃંગારયુક્ત બનેલા પ્રભુ શ્વેત અશ્વવાળા રથ ઉપર આરૂઢ થયા, પ્રભુને મસ્તકે ઉત્તમ છત્ર ધર્યું, બન્ને પડખે ચામરો વીંઝાવા લાગ્યા, અશ્વોના હણહણાટથી દિશાઓને ગજાવી રહેલા કુમારો પ્રભુની આગળ ચાલ્યા. બન્ને પડખે રાજાઓ હાથી ઉપર બેસી ચાલવા લાગ્યા, પછવાડે સમુદ્રવિજયાદિ દશાર્થો,કૃષ્ણ, બલભદ્ર વિગેરે પરિવાર ચાલ્યો, અને ત્યાર બાદ મહામૂલ્યવાળી પાલખીઓમાં બેસીને શિવાદેવી માતા, સત્યભામા વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ મંગળગીત ગાતા ગાતી ચાલી. આવી રીતે મોટી સમૃદ્ધિયુક્ત બનેલા શ્રીનેમિકુમારે આગળ ચાલતા સારથિને પૂછયું કે-મંગળના સમૂહથી વ્યાપ્ત આ સફેદ મહેલ કોનો છે?” ત્યારે આંગળીના અગ્રભાગ વડે દેખાડતા સારથિએ કહ્યું કે-“હે સ્વામી! કૈલાસના શિખર જેવો સફેદ આ આલશાન મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાનો છે, અને આપની સ્ત્રી રાજુમતીની આ ચન્દ્રાનના તથા મૃગલોચના નામની સખીઓ પરસ્પર વાતચીત કરી રહી છે. તે વખતે શ્રીનેમિકુમારને જોઇ મૃગલોચનાએ ચન્દ્રાનનાને કહ્યું કે-“ચન્દ્રનના! સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ પ્રશંસા યોગ્ય છે, કે જેણીનો હાથ આવો સુન્દર વર ગ્રહણ કરશે. ત્યારે ચન્દ્રાનના મૃગલોચનાને કહેવા લાગી કે-“હે સખી! વિજ્ઞાનને વિષે ચતુર એવો વિધાતા આવા અદ્ભુત રૂપથી મનોહર એવી રાજમતીને બનાવીને જો આવા ઉત્તમ વરની સાથે તેણીનો મેળાપ ન કરાવે તો તે શી પ્રતિષ્ઠા પામે ?”
હવે વાજિંત્રોના શબ્દ સાંભળી રાજીમતી પણ માતાના ઘરમાંથી નીકળી સખીઓ પાસે આવી, અને બોલી કે- “હે સખીઓ! આડંબર સહિત આવતા કોઈ વરરાજાને જેમ તમે જોઈ રહી છો તેમ શું હું પણ જોવા ન પામું?” એ પ્રમાણે કહી બળથી તે બન્ને સખીઓની વચ્ચે ઉભી રહી. સ્વાભાવિક સૌન્દર્યથી શોભી રહેલા અને રત્નજડિત આભૂષણોથી અધિક દેદીપ્યમાન બનેલા નેમિકુમારને જોઈ રાજીમતી આશ્ચર્ય સહિત વિચારવા લાગી કે-“શું આ તો પાતાલકુમાર છે? અથવા શું સાક્ષાત્ કામદેવ છે અથવા શું સુરેન્દ્ર છે? અથવા શું મારાં પુણ્યનો સમૂહ આ મૂર્તિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org