________________
ઉમર મરું
રચીવટપૂવૂણમ કે
સફર
॥अथ षष्ठं व्याख्यानम् ॥ ત્યાર પછી ચાર જ્ઞાન વડે વિભૂષિત શ્રમણ ભગવાન્ મહાવીર વિહાર માટે બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલ્યા. પ્રેમવશ બંધુવર્ગ પણ જ્યાં સુધી પ્રભુ દૃષ્ટિગોચર રહ્યા, ત્યાં સુધી પ્રભુ સામે એકીટસે જોઈ રહ્યો, અને પ્રભુના વિયોગથી ચિત્તમાં વિષાદ પામી ત્યાં જ ઉભા રહીને ગદ્ગદ કંઠે બોલવા લાગ્યો કે
"त्यां विना वीर! कथं व जामो?, गृहेऽधुना शून्यवनोपमाने।
જોષ્ટીસુ ન સડડરનો?, માને ન સડથ વો! i ?” “હે વીર! તમારા વિના શૂન્ય અરણ્ય સમાન એવા ઘરે હવે અમે કેવી રીતે જઇશું? હે બંધુ! તમારા વિના વાર્તાલાપનો આનંદ કોની સાથે કરશું? અને કોની સાથે બેસીને ભોજન કરશું? ૧.”
“सर्वेषु कार्येषु च वीर वीरे-त्यामन्त्रणाद् दर्शनतस्तवाऽऽर्य!।
प्रेमप्रकर्षादभजाम् हर्ष, निराश्रयाश्चऽथ कमाश्रयामः ? ॥ २॥" હે આર્ય! દરેક કાર્યોમાં વીર વીર કહી તમોને બોલાવીને તમારું દર્શન થતાં અતિશય પ્રેમથી અમે હર્ષ પામતા, પણ હવે તો તમારા વિયોગથી નિરાશ્રિત બની ગયેલા અમે કોનો આશ્રય કરશું? ર.”
"अतिप्रियं बान्धव! दर्शनं ते, सुधाञ्जनं भावि कदाऽस्मदक्ष्णोः? ॥
नीरागचित्तो पि कदाचितस्मान् स्मरिष्यासि प्रौढगुणाभिराम !॥३॥" “હે બાંધવ! આંખોને અમૃતના અંજન સરખું અતિપ્રિય તમારું દર્શન હવે અમોને ક્યારે થશે? હે ઉત્તમ ગુણોએ કરીને મનોહર! રાગ રહિત ચિત્તવાળા પણ તમે અમોને કોઇક વખત તો સંભારજો. ૩.”
ઇત્યાદિ ગદ્ગદ કંઠે બોલતો અને આંસુડાં પાડતો બંધુવર્ગ કષ્ટથી પાછો ફરી નિસ્તેજ મુખે ઘેર ગયો.
પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે ઇન્દ્રાદિ દેવોએ જે ગોશીષચંદનાદિ સુગંધમય ઉત્તમ પદાર્થોથી તથા પુષ્પોથી પૂજયા હતા, તે પદાર્થોની સુગંધી ચાર મહિનાથી પણ વધારે સમય સુધી પ્રભુના પર તેવીજ રહી હતી. આવી અલૌકિક સુગંધીને લીધે દૂરદૂરથી ખેંચાઈને આવેલા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. ચારે તરફ ફેલાઇ રહેલી સુગંધીને લીધે કેટલાક જુવાનિયા ગંધપુટી ભાગવા લાગ્યા, પરંતુ પ્રભુ તો મૌન રહ્યા, તેથી તેઓ ક્રોધાયમાન થઈને પ્રભુને પ્રતિકૂળ ઉપસર્ગ કરવા લાગ્યા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભુત સૌંદર્યવાળા અને સુગંધમય શરીરવાળા જોઇને ભોગ પ્રાર્થનાદિ અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, તો પણ પ્રભુતો મેરુની પેઠે નિશ્ચલ રહ્યા, અને સર્વ ઉપસર્ગોને સમભાવપણે સહન કરતા વિચરવા લાગ્યા. હવે વિહાર કરતા પ્રભુ તે દિવસ બે ઘડી દિવસ બાકી રહ્યા ત્યારે કુમાર નામના ગામે પહોંચ્યા અને ત્યાં રાત્રિએ કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
હવે તે ઠેકાણે કોઇ ગોવાળિયો આખો દિવસ બળદિયા પાસે હળ વહન કરાવી સંધ્યાકાળે તે બળદોને પ્રભુ પાસે મૂકી ગાયો દોવા માટે ગયો, બળદિયા તો દૂર જંગલમાં ચરવા ચાલ્યા ગયા. ગોવાળિયો ગાયો દોહીને ઘરથી પાછો આવ્યો, અને બળદિયા ન દેખવાથી પ્રભુને પૂછવા લાગ્યો કે-“હે આર્ય! મારા બળદો કયાં છે પરંતુ પ્રતિમા ધારી પ્રભુ જયારે કાંઈ પણ બોલ્યાં નહિ ત્યારે ગોવાળિયે વિચાર્યું કે બળદિયા સંબંધમાં આ કાંઈ જાણતા નથી. પછી
તે ગોવાળિયો બળદિયાની શોધ કરવા આખી રાત જંગલમાં ભટક્યો, છતાં પત્તો લાગ્યો નહિ. હવે બળદિયા
- રર
રર રર હર
+ +
F125 વરર રશ્કર
* કર કર **
ફરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org