________________
9/-/93
૧૬૭
સમુદ્ઘાત, સંજ્ઞી, વેદ, પતિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર, ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, ગતિ આગતિ.
• વિવેચન-૧૩ :
પહેલા સૂક્ષ્મ પૃથ્વીકાયિકના શરીરની વક્તવ્યતા, પછી અવગાહના, પછી સંઘયણ ઈત્યાદિ ગાથાક્રમે જાણવું. આ ૨૩-દ્વારો છે.
- સૂત્ર-૧૪ :
ભગવન્ ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોના કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ. ઔદાકિ, તૈજસ, કામણ... ભગવન્ ! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલના અસંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી અંગુલનો સંખ્યાતભાગ... તે જીવોના શરીર ક્યા સંઘયણવાળા છે ? ગૌતમ ! સેવા સંઘાણી છે.
ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન શું છે? ગૌતમ ! મસૂર ચંદ્ર સંસ્થિત... ભગવન્ ! તે જીવોને કેટલા કષાયો છે ? ગૌતમ ! ચાર. ક્રોધ-માનમાયા-લોભકષાય... ભગવન્ ! તે જીવોને કેટલી સંડ્યા છે ? ગૌતમ ! ચાર. આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા.
ભગવન્ ! તે જીવોને કેટલી લેચ્યા છે? ગૌતમ ! ત્રણ. કૃષ્ણ-નીલકાપોત વેશ્યા... ભગવન્ ! તે જીવોને કેટલી ઈન્દ્રિયો છે? ગૌતમ ! એક સ્પર્શનન્દ્રિય... તે જીવને કેટલા સમુદ્ઘાતો છે? ગૌતમ ! ત્રણ. વેદના-કષાયમારણાંતિક સમુદ્દાતા... ભગવન્ ! તે જીવો સંજ્ઞી છે કે અસંજ્ઞી ? ગૌતમ ! સંજ્ઞી નથી, અસંજ્ઞી છે... ભગવન્ ! તે જીવો સ્ત્રી-પુરુષ કે નપુંસક વેદે છે ? ગૌતમ ! નપુંસકવેદી છે.
ભગવન્ ! તે જીવોને કેટલી યપ્તિઓ છે ? ગૌતમ ! ચાર. આહારશરીર-ઈન્દ્રિય-આનપાણ પર્યાપ્તિ... ભગવન્ ! તે જીવોને કેટલી અપાપ્તિઓ છે? ગૌતમ! ચાર. આહાર વત્ આનપાણ પતિ... ભગવન્ ! તે જીવો સમ્યક્-મિશ્ર કે મિશ્રવ્રુષ્ટિ છે ? ગૌતમ ! તે મિથ્યાર્દષ્ટિ છે... ભગવન્ ! તે જીવો ચક્ષુ-ચક્ષુ-અવધિ કે કેવલદર્શની છે ? ગૌતમ ! તેઓ અદ્ભુદર્શની માત્ર છે.
ભગવન્ ! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ ! તેઓ અજ્ઞાની છે. નિયમા બે અજ્ઞાન છે - મતિ અજ્ઞાની અને શ્રુતજ્ઞાની ભગવન્ ! તે જીવો મન-વચન કે કાયયોગી છે? ગૌતમ ! તેઓ કાયયોગી છે... ભગવન્ ! તે જીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુત પણ.... ભગવન્ ! તે જીવો શું આહાર કરે છે ? ગૌતમ !
દ્રવ્યથી અનંતપદેશિક, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ, કાળથી કોઈપણ સમય સ્થિતિક, ભાવથી વદિત છે.
ભગવન્ ! જો વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે, તો એક-બે-ત્રણચાર કે પાંચ વર્ણવાળાનો કરે છે ? ગૌતમ ! સ્થાનમાર્ગણા આપેક્ષાએ એક-એ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
ત્રણ-ચાર કે પાંચવર્ણવાળાનો પણ આહાર કરે છે, વિધાન માર્ગણા અપેક્ષાએ કાળા યાવત્ સફેદ વર્ણવાળા આહારે છે.
જો વર્ણથી કાળાને આહારે, તો એકગુણ કાળા કે યાવત્ અનંતગુણકાળાને આહારે છે ? ગૌતમ ! એક ગુણ કાળાને પણ આહારે છે યાવત્ અનંતગુણ કાળાને પણ. એ રીતે યાવત્ શુક્લવર્ણ જાણવો.
૧૬૮
જો ભાવથી ગંધવાળા પુદ્ગલો આહારે, તો શું એક ગંધ કે બે ગંધવાળાને આહારે છે ? ગૌતમ ! સ્થાનમાર્ગણાને આશ્રીને એક ગંધવાળાને પણ અને બે ગંધવાળાને પણ આહારે. વિધાનમાર્ગણા આશ્રીને સુરભિગંધીને પણ અને દુરભિગંધીને પણ આહારે છે, જો સુગંધી પુદ્ગલ આહારે છે તો શું એકગુણવાળાને કે યાવત્ અનંતગુણ સુરભિગંધીને આહારે છે ? ગૌતમ 1 એક ગુણ સુરભિગંધવાળાને પણ યાવત્ અનંત ગુણ સુરભિગંધવાળાને પણ આહારે છે. એ રીતે દુર્ગંધી પણ છે.
રસવાળાનું વર્ણન વર્ણવાળાની જેમ કરવું.
જો ભાવથી સ્પર્શવાળા પુદ્ગલોને આહારે તો એક સ્પર્શવાળાને કે યાવત્ આઠ સ્પર્શવાળાને આહારે ? ગૌતમ ! સ્થાનમાર્ગણાને આશ્રીને એક સ્પર્શવાળાને યાવત્ આઠ સ્પર્શવાળાને આહારે છે. વિધાન માર્ગણાને આશ્રીને કર્કશ યાવત્ રૂક્ષ સ્પર્શવાળાને પણ આહારે છે.
જો સ્પર્શથી કર્કશ સ્પર્શવાળાને આહારે તો શું એક ગુણ કશને કે યાવત્ અનંતગુણ કર્કશને આહારે ? ગૌતમ ! એક ગુણ કર્કશવાળાને પણ યાવત્ અનંતગુણ કર્કશને પણ. એ રીતે રૂક્ષ સુધી જાણવું.
ભગવન્ ! તે શું દૃષ્ટને આહારે છે કે સૃષ્ટને ? ગૌતમ ! સૃષ્ટને આહારે છે, સૃષ્ટને નહીં. ભગવન્ ! તે અવગાઢને આહારે છે કે નવગાઢને ? ગૌતમ ! અવગાઢને, અનવગાઢને નહીં. ભગવન્ ! તે અનંતરાવગાઢને આહારે છે કે પરંપરાવગાઢને ? ગૌતમ! અનંતરાવગાઢને આહારે છે, પરંપરાવગઢને નહીં. ભગવન્ ! તે અણુને આહારે છે કે બાદરોને ? ગૌતમ ! અણુને પણ અને બાદરને પણ.
ભગવન્ ! તે ઉર્ધ્વ, અધો કે તિર્થા સ્થિત પુદ્ગલોને આહારે છે ? ગૌતમ ! ઉર્ધ્વ, અધો અને તિછ િત્રણે આહારે છે. ભગવન્ ! તે આદિ, મધ્ય કે અંત્ય પુદ્ગલોને આહારે છે? ગૌતમ! ત્રણેને ભગવન્ ! તે સ્વવિષય પુદ્ગલો આહારે છે કે અવિષય ? ગૌતમ ! સ્વવિષય આહારે છે, વિષય નહીં. ભગવન્ ! તે આનુપૂર્વી પુદ્ગલો આહારે છે કે અનાનુપૂર્વી ? ગૌતમ ! આનુપૂર્વી આહારે છે, અનાનુપૂર્વી નહીં. ભગવન્ ! તે ત્રણ-ચાર-પાંચ કે છ દિશાથી આહારે છે ? ગૌતમ ! નિર્વ્યાઘાતથી છ દિશામાં, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશાથી, કદાચ ચાર દિશાથી, કદાચ પાંચ દિશાથી પુદ્ગલો આહારે છે.
વિશેષ કરીને વર્ણથી કાળા, નીલા યાવત્ શુકલ, ગંધથી સુરભિ ગંધ