________________
૧/૧/
પ્રભા કાળી છે તે. ભીમ અને ગંભીર, તેથી રોમાંચિત. નિરભિરામ-અરમણીય,
નિષ્પતીકાર-જેની ચિકિત્સા સંભવ નથી તેવી વ્યાધિ-કુષ્ઠ આદિ, જવર-તાવ, રોગસધઘાતી જ્વર-શૂલાદિ, તેના વડે પીડિત. અહીં નારકધર્મના અધ્યારોપથી નારકોના
વિશેષણ કહ્યા.
૧૨૯
અતીવ-પ્રકૃષ્ટ, નિત્ય-શાશ્વત અંધકાર જેમાં છે તે. તિમિસ-તમિસ ગુફાવત્ જે અંધકાર પ્રકર્યા છે તે અથવા અતીવ નિત્ય અંધકાર અને તમિસથી છે જે તે.
તેથી વસ્તુ પ્રતિ ભય જેમાં છે તે. ગ્રહ-નક્ષત્રાદિ પ્રકાશ રહિત. અહીં જ્યોતિષ્ઠ શબ્દથી ‘તારા' લેવા.
મેદ-શરીરની ધાતુ, વસા-ચરબી, માંસ-પિશિત, તેનો સમૂહ, પોચ્ચડ-અતિ ગાઢ, પૂયરુધિર-પક્વ રક્ત શોણિત. ઉત્કીર્ણ-મિશ્રિત, વિલિન-જુગુપ્તિત, ચિક્કણચોંટી જતી, રસિક-શારીર રસ વિશેષ. વ્યાપન્ન-વિનષ્ટ સ્વરૂપ, તેથી જ કુચિત, તે જ ચિકખલ્લ-પ્રબળ કર્દમ-કાદવ જેમાં છે તે. તથા કુકૂલાનલ-લીંડીનો અગ્નિ મુર્મુભસ્માગ્નિ, - ૪ - વૃશ્ચિકડંક-વીંછીના પુંછડાનો ડંખ. આવી ઉપમાઓ જેની છે, તે પ્રકારે અતિ દુસ્સહ સ્પર્શ જેમાં છે, તે.
અત્રાણ આદિ પૂર્વવત્, કટુક-દારુણ દુઃખ વડે પરિતાપિત કરાય છે જેમાં તે અત્રાણાશરણ કટુક દુઃખ પરિતાપના જેમાં છે તે. અનુબદ્ધ - અત્યંત નિરંતર વેદના જેમાં છે તે. યમ-દક્ષિણદિક્પાલ, પુરુષ-નંબ આદિ અસુર વિશેષ. તે યમપુરુષોથી વ્યાપ્ત. ઉત્પન્ન થઈને (નાસ્કો) અંતર્મુહૂર્તમાં-કાલમાનવિશેષ, લબ્ધિ-વૈક્રિયલબ્ધિ ને ભવપ્રત્યય-ભવલક્ષણ હેતુ અંતર્મુહૂર્ત લબ્ધિ તેના વડે શરીર કરે છે, તે પાપીનું શરીર કેવું છે ? હુંડ-સર્વત્ર અસંસ્થિત, બીભત્સ, દુર્દર્શનીય, બીહણગ-ભયજનક. અશુભગંધ અને તે દુઃખનું અસહ્યપણું શરીર બનાવ્યા પછી-ઈન્દ્રિય પર્યાપ્તિ, આનપાણ પર્યાપ્તિ,
ભાષા-મનઃ પર્યાપ્તિને પ્રાપ્ત.
આ પાંચે ઈન્દ્રિય વડે દુઃખને વેદે છે. મહાકુંભીમાં પકાવે ઈત્યાદિ દુઃખના કારણો છે. આ અશુભ વેદના દુઃખરૂપ છે. તે કેવી છે ? ઉજ્જ્વલ-અતિ ગાઢ, બલાબલવતી, નિવાસ્વી અશક્ય, વિપુલ-સર્વ શરીર અવયવ વ્યાપી, પાઠાંતરથી મનવચન-કાયાને પરાભવ કરનારી અર્થાત્ મિતુલા. ઉત્કટ-પ્રકર્ષના અંત સુધીની. ખરઅમૃદુ, શીલાવત્, જે દ્રવ્ય તેના સંપાતથી જનિત, પરુષ-કર્કશ - ૪ - પ્રચંડ-શીઘ્ર શરીર વ્યાપક, પ્રચંડ-ઘોર, જલ્દી ઔદાકિ શરીરીના જીવિતનો ક્ષય કરનારી. બીહણગભયને ઉત્પન્ન કરનારી, દારુણ, તેને વેદે છે.
તે કેવી છે ? કંદુ-લોઢી, કડાઈ, મહાકુંભી-મોટા મુખવાળી. તેમાં ભોજનની જેમ પકાવે છે. પના - પચન વિશેષ, તવગ-તાપિકા, - ૪ - ભાષ્ટ્ર-અંબરીષ, ભર્જન-પાક વિશેષ કરવો તે. ચણાની જેમ ભૂંજવા. તથા લોઢાની કડાઈમાં ઈક્ષુરસની જેમ ઉકાળવા. કોટ્ટ-ફ્રીડા, તેના વડે બલિ આપવો - ચંડિકાદિ સામે બકરાની જેમ બલી ચડાવવી. અથવા પ્રાકારને માટે બલિ આપવી. તેનું કુટ્ટન-કુટિલત્વ કરણ અથવા વિકળ કરવો. અથવા કુટીને ચૂર્ણ કરવો. શાલ્મલિ-વૃક્ષ વિશેષના તીક્ષ્ણાગ્રા 15/9
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
જે લોઢાના કાંટા, તેમાં આમથી તેમ ઘસેડવા. ફાટન-એક વખત ફાડવું, વિદારણવિવિધ પ્રકારે ફાડવું. અવકોટક બંધન-હાય અને મસ્તકને પૃષ્ઠદેશમાં બાંધવા. સેંકડો લાકડી વડે તાડન કરવું. ગલક-કંઠમાં, ઉલ્લંબન-વૃક્ષની શાખાએ બાંધીને લટકાવવા તે ગલક બલોલંબન.
૧૩૦
શૂલાગ્રભેદન-શૂલના અગ્ર ભાગ વડે ભેદવા. આદેશ પ્રપંચ-અસત્ય અથદેિશથી ઠગવા. ખિંસન-નિંદવું તે, વિમાનના-અપમાન કરવા રૂપ, વિટ્ટુપણિજ્જણાણિ-“આવા પાપીઓ પોતાના કરેલા કર્મના પાપફળ પામ'' એમ વચન વડે ઘોષણા કરીને વધ્યભૂમિએ લઈ જવાય છે. તે જ માતા-જેની ઉત્પત્તિ ભૂમિ છે, તેમાં વધ્ય જીવોને સેંકડો પ્રકારના દુઃખ અપાય છે - તે પાપી ઉક્ત ક્રમે દુઃખ પામે છે.
• સૂત્ર-૮ :- [અધુરેથી]
[આ પ્રકારના નારક જીવો પૂર્વ કર્મના સંચયથી સંતપ્ત, મહાઅગ્નિ સમાન નકાન્તિથી તીવ્રતા સાથે સળગતો રહે છે. તે જીવ ગાઢ દુઃખ-મહાભયકર્કશ, શારીરિક-માનસિક બંને અશાતા વેદનાને તે પાપકર્મકારી ઘણાં પલ્યોપમસાગરોપમ સુધી વેરે છે. યથાયુક કરુણાવસ્થામાં રહે છે, યમકાયિક દેવોથી ત્રાસિત રહે છે, ભયભીત રહી શબ્દ [અવાજો] કરે છે, તે કઈ રીતે અવાજો કરે છે ?
હે અજ્ઞાતબંધુ ! હે સ્વામી ! ભાતા ! બાપ ! તાત ! જિતવાન્ ! મને છોડી દો. મરી રહ્યો છું, દુર્બલ છું, હું વ્યાધિ પીડિત છું. તમે અત્યારે આવા દારુણ અને નિર્દય કેમ છો ? મને મારો નહીં, મુહૂભર શ્વાસ તો લેવા દો. કૃપા કરો. રોષ ન કરો. વિશ્રામ તો લઉં, મારું ગળું છોડી દો, હું મરી રહ્યો છું, હું તરસથી પીડિત છું, મને પાણી આપો. ત્યારે નકપાલ કહે છે
-
આ વિમળ શીતલ જળ લે, એમ કરીને ઉકળતા શીશાનો રસ તે નાકના મોઢામાં રેડી દે છે. તે નકપાલને જોઈને જ તેના અંગોપાંગ કરે છે, નેત્રોથી આંસુ ટપકે છે. પાછો તે કહે છે મારી તૃષા શાંત થઈ ગઈ. આવા કરુણ વચનો બોલતો, ચારે દિશા-દિશિમાં જોવા લાગે છે. તે ત્રાણ, અશરણ, અનાથ, અબાંધવ, બંધુથી વંચિત, ભયથી ઉદ્વિગ્ન થઈને મૃગની જેમ નાસવા માંડે છે. ભાગતા એવા તેને કોઈ કોઈ અનુકંપા વિહિત સમકાયિક ઉપહાસ કરતા, તેને બળથી પકડી લે છે.
ત્યારપછી તેના મુખને લોઢાના ડંડાથી ખોલી ઉકળતું શીશુ નાંખે છે, તેનાથી તે દાઝતો ભયાનક આર્તનાદ કરે છે. કબુતરની માફક તે કરુણાજનક આક્રંદન કરે છે, રડે છે, ચીત્કાર તો અશ્રુ વહાવે છે, વિલાપ કરે છે. નસ્કપાલ તેને રોકીને બાંધી દે છે. ત્યારે આર્તનાદ કરે છે, હાહાકાર કરતાં બબડે છે. ત્યારે નકપાલ કુપિત થઈ, તેને ઉંચા ધ્વનિથી ધમકાવે છે. કહે છે – કડો, મારો, છેદો, ભેદો, ચામડી ઉતારો, નેત્ર ખેંચી લો, કાપો, ટુકડા કરો, વારંવાર હણો, વિશેષ હણો, મુખમાં શીશુ રેડો, ઉઠાવીને પટકો, ઘોડો.