Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૨/૩/૩૮ આવશ્યકી નૈષધિક્યાદિકરણ અથવા હાથ પ્રસારવાપૂર્વક જમીન પ્રમાર્જના પછી પગ મૂકવારૂપ. આ અને આવા સેંકડો કારણોમાં વિનય પ્રયોજવો જોઈએ. - x - વિનય પણ તપ જ છે. તે અત્યંતર તપના ભેદમાં આવે છે. - ૪ - તપ પણ ધર્મ છે. માત્ર સંયમ જ ધર્મ નથી, તપ પણ ચારિત્રના અંશ સ્વરૂપ હોવાથી ધર્મ છે. તેથી વિનય કરવો જોઈએ. કોનો ? ગુરુ-સાધુ-અટ્ઠમાદિ તપસ્વીનો. વિનયકરણથી જ તીર્થકરાદિ અનુજ્ઞા સ્વરૂપ અદત્તાદાન વિરમણ પરિપાલિત થાય છે. - x - x - બાકી બધું પૂર્વવત્. હવે ઉપસંહારાર્થે કહે છે – એ પ્રમાણે આ સંવર દ્વાર સમ્યક્ રીતે સંવરિત થાય છે. સુપ્રણિહિત થાય છે. આ પાંચ ભાવના વડે મન-વચન-કાયાનું રક્ષણ કરતો, નિત્ય-આમરણાંત આ યોગ જાણવો. ધૃતિમાન્, મતિમાન, અનાશ્રવ, અલ્પ, નિચ્છિદ્ર, અપરિસાવી, અસંક્લિષ્ટ, શુદ્ધ, સર્વેજિન વડે અનુજ્ઞાત. આ ત્રીજું સંવર દ્વાર સ્પર્શિત, પાલિત, શોધિત, તીતિ, કિર્તિત, સમ્યક્ આરાધિત અને આજ્ઞા વડે અનુપાલિત થાય કહ્યું છે. નિગમનની વ્યાખ્યા પહેલાં સંવર છે. એમ ભગવંતે X - X અધ્યયન મુજબ જાણવું. - મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૩-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૨૩૩ ૨૩૮ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ સંવર-અધ્યયન-૪-બ્રહ્મચર્ય” — x — x — * — * — x — — ૦ ત્રીજા સંવર અધ્યયનની વ્યાખ્યા કરી. હવે ચોથું બ્રહ્મચર્ય સંવને આરંભે છે. સૂત્રક્રમથી તેનો પૂર્વ સાથે આ સંબંધ છે અથવા અનંતર અધ્યયનમાં અદત્તાદાન વિરમણ કહ્યું, તે પ્રાયઃ મૈથુન વિરમણ ચુક્તને સહેલાઈથી થાય છે. તેથી “બ્રહ્મચર્ય''ને કહે છે. તેનું પહેલું સૂત્ર સૂત્ર-૩૯ થી ૪૩ : [૩૯] હે જંબુ ! હવે હાચર્ય ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, સમ્યકત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણ પ્રધાન યુક્ત છે. હિમવંત પર્વતથી મહાત્, તેજોમય, પ્રશસ્ત-ગંભીર-સ્તિમિત મધ્ય છે. સરળાત્મા સાધુજન દ્વારા અચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત-અવ્યાબાધ-પુનર્ભવ રહિતકર્તા છે. પ્રશસ્ત-સૌમ્ય-શુભ છે. શિવ-અચલ અને અક્ષયકર છે. ઉત્તમ મુનિ દ્વારા રક્ષિત, સુચરિત, સુભાષિત છે. શ્રેષ્ઠ મુનીઓ દ્વારા જે ધીર, શૂરવીર, ધાર્મિક અને ધૃતિમંતોને સદા વિશુદ્ધ, ભવ્ય, ભવ્યજનોથી આરાધિત છે. આ વ્રત નિઃશંકિત, નિર્ભય, નિસ્સારતા રહિત, નિરયાસ, નિરુપલેપ, નિવૃત્તિગૃહ અને નિયમથી નિષ્કપ છે. તપ અને સંયમનો મૂલાધાર છે. પાંચ મહત્વતોમાં સુરક્ષિત, સમિતિગુપ્તિ-ગુપ્ત છે. ઉત્તમ ધ્યાનરૂપ સુનિર્મિત કબાટવાળું છે અને અધ્યાત્મ ચિત્ત જ તેની અર્ગલા છે. દુર્ગતિના માર્ગને રુદ્ર અને આચ્છાદિત કરનાર છે, સુગતિપથદર્શક છે. આ વ્રત લોકમાં ઉત્તમ છે. - આ વ્રત કમળોથી સુશોભિત સરોવર અને તળાવ સમાન પાળી રૂપ, મહાશંકટના પૈડાના આરાની નાભિ સમાન, વિશાળ વૃક્ષના સ્કંધ સમાન, મહાનગરના દ્વાર-પાકાર-અગલા સમાન, દોરીથી બાંધેલ ઈન્દ્રધ્વજ સદેશ, અનેક નિર્મળ ગુણોથી વ્યાપ્ત છે. જેના ભગ્ન થવાથી સહસા, સર્વે વિનયશીલ-તપ-નિયમ અને ગુણોનો સમૂહ ફૂટેલા ઘડાની સમાન સંભગ્ન થઈ જાય છે. મથિત-ચૂર્ણિત-કુશલ્યયુક્ત-પર્વતથી લુઢકેલ શિલાની જેમ પડેલપરિસડિત-વિનાશિત થઈ જાય છે. હાચતત વિનય-શીલ-તપ-નિયમ ગુણ સમૂહ રૂપ છે. તે ભગવંત બ્રહ્મચર્ય [ની બીશ ઉપમા આ પ્રમાણે ] (૧) ગ્રહ ગણ નક્ષત્ર તારામાં ચંદ્ર સમાન, (ર) મણિ મોતી શિલા પ્રવાલ લાલરત્નના આકરરૂપ સમુદ્ર સમાન, (૩) મણિમાં ધૈર્ય સમાન, (૪) આભુષણમાં મુગટ, (૫) વસ્ત્રોમાં સીમ યુગલ, (૬) પુષ્પોમાં શ્રેષ્ઠ અરવિંદ, (૭) ચંદનોમાં ગોશીષચંદન, (૮) ઔષધિના ઉત્પત્તિ સ્થાન હિમવંત પર્વત, (૯) નદીમાં સીતોદા, (૧૦) સમુદ્રમાં સ્વયંભૂરમણ, (૧૧) માંડલિક પર્વતોમાં રુચકવર, (૧૨) ગજરાજમાં ઐરાવણ, (૧૩) મૃગોમાં સીંહ સમાન,

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95