Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ ૨/૫/૪૫ ૨૬૧ પ્રકારની શય્યા અને આસનોમાં, શીતકાળમાં આવરણગુણવાળા, અંગારાથી શરીરને તપાવવું, ધૂપ, સ્નિગ્ધ પદાર્થ, કોમળ અને શીતળ, ગરમ અને હલ્કા, ઋતુ અનુરૂપ સુખદ સ્પર્શવાળા હોય, શરીરને સુખ અને મનને આનંદદાયી હોય એવા બધાં સ્પર્શોમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને શોભન સ્પર્શોમાં શ્રમણે આસક્ત ન થવું, અનુત-ગૃદ્ધ-મુગ્ધ-સ્વપરહિત વિઘાતક-લુબ્ધ-તલ્લીન ચિત્ત ન થવું જોઈએ, તેમાં સંતુષ્ટ ન થવું, હર્ષિત ન થવું, તેનું સ્મરણ કે ચિંતન કરવું ન જોઈએ. આ સિવાય સ્પર્શનેન્દ્રિયથી અમનોજ્ઞ, પાપક સ્પર્શોને સ્પર્શીને દ્વેષ ન કરવો. તે સ્પર્શ કયા છે? વધ, બંધન, તાડન, અંકન, અધિક ભાર, અંગભંગ થાય કે કરાય, શરીરમાં સોય ઘુસાડાય, અંગની હીનતા થાય, લાખનો રસ, લવણ, તેલ, ઉકળતુ શીશુ કે કૃષ્ણવર્ણી લોઢાથી શરીરને સીંચાય, કાષ્ઠના ખોળમાં નાંખો, દોરડાનું નીગડ બંધન બાંધે, હથકડી પહેરાવે, કુભીમાં પકાવે, અગ્નિથી બાળે, શેફ ગોટન, લિંગછેદ, બાંધીને લટકાવવા, શૂળીએ ચડાવવા, હાથીના પગે કચડાવા, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકમાં છેદ કરવો, જીભ બહાર ખેંચી લેવી, અંડકોશ-ચક્ષુ-હૃદય-દાંત-આંતને ખેંચી કાઢવા, ગાડામાં જોડે, લતા કે ચાબુકનો પ્રહાર કરવો, એડી, ઘુંટણ કે પાષાણનો અંગ પર આઘાત થવો, યંત્રમાં પીલવા, અત્યંત ખુજલી થળ, કરેંચ સ્પર્શ, અગ્નિ સ્પર્શ, વીંછીનો ડંખ, વાયુ-ધૂપ-ડાંસ-મચ્છરનો સ્પર્શ થવો, કષ્ટજનક આસન, સ્વાધ્યાય ભૂમિમાં કર્કશ-ભારે-શીત-ઉષ્ણ-રૂક્ષ આદિ અનેક પ્રકારના સ્પર્શોમાં અને આવા બીજા મનોજ્ઞ સ્પર્શોમાં સાધુ રુષ્ટ ન થાય, તેની હીલનાનિંદા-ગહા-હિંસાના ન કરે. અશુભ સ્પર્શવાળા દ્રવ્યોનું છેદન-ભેદન ન કરે, સ્વ-પરનું હનન ન કરે, સ્વ-પરમાં ધૃણા વૃત્તિ ઉત્પન્ન ન કરે. આ રીતે સ્પર્શનન્દ્રિય સંવરની ભાવનાથી ભાવિત અંતરાત્મા, મનોજ્ઞઅમનોજ્ઞ, અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શોની પ્રાપ્તિ થતાં રાગ-દ્વેષ વૃત્તિનું સંવરણ કરનાર સાધુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈ, સંવૃત્તેન્દ્રિય થઈ ધમચિરણ કરે આ રીતે આ પાંચમું સંવર દ્વાર-સમ્યક્ પ્રકારે મન, વચન, કાયાથી પરિક્ષિત પાંચ ભાવનાથી સંવૃત્ત કરાય તો સુરક્ષિત થાય છે. ધૈર્યવાન અને વિવેકી સાધુ આ યોગ જીવન પર્યન્ત નિરંતર પાળે. આ અનાસવ, નિર્મળ, નિશ્ચિંદ્ર, તેથી અપરિસાવી, અસંલિષ્ટ, શુદ્ધ અને સમસ્ત તીર્થંકરો વડે અનુજ્ઞાત છે. આ પ્રમાણે આ પાંચમું સંવર દ્વાર કાયા વડે સૃષ્ટ, પાલિત, નિરતિચાર, શુદ્ધ કરાયેલ, પાર પહોંચાડેલ, વચનદ્વારા કીર્તિત, અનુપાલિત, આજ્ઞા વડે આરાધિત થાય છે. જ્ઞાત મુનિ ભગવંતે આવું પ્રતિપાદિત કરેલ છે, યુક્તિ વડે સમજાવેલ છે. આ પ્રસિદ્ધ, સિદ્ધ અને ભવસ્થ સિદ્ધોનું ઉત્તમ શાસન-પ્રવચન કહ્યું છે, પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૬૨ સમ્યક્ પ્રકારે ઉપદિષ્ટ છે તેમ હું કહું છું. • વિવેચન-૪૫ : જે આ કહેવાનાર વિશેષણ ઉત્તમ સંવવૃક્ષ - x - કેવું છે ? ભગવંત મહાવીરનું જે વચન-આજ્ઞા, તેનાથી જે વિતિ-પરિગ્રહ નિવૃત્તિ, તે જ આ વૃક્ષનો વિસ્તાર છે. તેનું અનેક પ્રકારે સ્વરૂપ વિશેષ છે. તેમાં સંવપક્ષે બહુવિધ પ્રકારત્વ વિચિત્ર વિષય અપેક્ષાએ કે ક્ષયોપશમાદિ અપેક્ષાએ અને વૃક્ષ પક્ષે મૂળ-કંદાદિ વિશેષ અપેક્ષાએ છે. સમ્યકત્વ, નિર્દોષ, મૂલ-કંદની નીચેનો ભાગ, ધૃતિ-ચિત સ્વાસ્થ્ય રૂપ કંદસ્કંદના અઘોભાગ રૂપ, વિનય રૂપ વેદિકા-પડખાના પરિકરરૂપ, ત્રૈલોક્ય ગત ત્રણ ભુવન વ્યાપક, તેથી જ વિસ્તીર્ણ જેની ખ્યાતિ છે, તે જ નિબિડ, સ્થૂળ, મહાત્. સુનિષ્પન્ન જેનો સ્કંધ છે, પાંચ મહાવ્રતો જ તેની વિસ્તૃત શાખા છે. ભાવનાઅનિત્યવાદિ વિચારણા, તેના વલ્કલ છે. - x - ધર્મધ્યાનાદિ, શુભ યોગો, બોધ વિશેષ તે રૂપ અંકુરને ધારણ કરે છે. ઘણાં જે ઉત્તરગુણો શુભફળ રૂપ તેના પુષ્પો છે, તેના વડે સમૃદ્ધિ પામેલ, શીલ-આલોકના ફળની અનપેક્ષ પ્રવૃત્તિ કે સમાધાન રૂપ સુગંધ જેમાં છે, અનાશ્રવ-નવા કર્મનું ઉપાદાન ન કરવા રૂપ તેના ફળ છે, મોક્ષ એ જ તેનું બીજ છે, મેરુના શિખરે જે ચૂલિકા છે, તેની જેમ વરમોક્ષ-સર્વ કર્મક્ષય લક્ષણ જાણવા. મુક્તિ-નિર્લોભતા, માર્ગ-પંથ, તેના શિખરરૂપ છે. તે કોણ છે ? સંવર-આશ્રવ નિરોધ રૂપ પ્રધાન વૃક્ષ તે સંવર પાદપ. પાંચ પ્રકારના સંવરના ઉક્ત સ્વરૂપત્વ હોવા છતાં આ અધ્યયનને અનુસરીને કહે છે – પાંચમું સંવર દ્વાર છે. તેને વિશેષથી કહે છે ચરમ સુંવર દ્વાર - પરિગ્રહ વિરમણમાં પરિગ્રહિત કરવું કલ્પતું નથી. શું? તે કહે છે - ગામ, આકર, નગર ઈત્યાદિ, તેની વ્યાખ્યા પૂર્વવત્. કિંચિત્-અનિર્દિષ્ટસ્વરૂપ. - ૪ - અલ્પ-મૂલ્યથી અલ્પ કે બહુ, પ્રમાણથી સ્તોક કે મહત્.ત્રસકાયરૂપ-શંખાદિ સચેતન કે અચેતન, એ રીતે સ્થાવસ્કાય-રત્નાદિ, દ્રવ્યજાત-વસ્તુ સામાન્ય, મનથી તો ઠીક કાયાથી પણ સ્વીકારવું ન કલ્પે. આ જ વાતને વિશેષી કહે છે – હિરણ્ય, સુવર્ણાદિ, દાસી-દાસાદિ, યાન-યુગ્માદિ સ્વીકારવા ન કો. તેમાં યાનસ્થાદિ, યુગ્ધ-વાહન માત્ર, ગોલક દેશ પ્રસિદ્ધ જંપાન વિશેષ, છત્રક-તાપ નિવારવા, કુંડિકા-કમંડલ, ઉપાનહ, પેહુણ-મોરપીછી, વ્યંજન-વંશાદિમય, તાલવૃંતક-વીંઝણો વિશેષ સ્વીકારવા ન કો. - તથા અયો-લોઢ, શુક-રાંગ, તામ્ર-તાંબુ, સીસક-સીસુ, કાંસ્ય-પુકતામસંયોગ જ, રજત-રૂપું, જાતરૂપ-સુવર્ણ, મણી-ચંદ્ર કાંતાદિ, મુક્તાધારપુટશુક્તિસંપુટ, શંખ-કંબુ, દંતમણિ-હાથી વગેરેના પ્રધાન દાંત, શ્રૃંગ-વિષાણ, શૈલપાષાણ, શ્લેષ-શ્લેષ દ્રવ્ય, કાવર-પ્રધાન કાચ, ચેલ-વસ્ત્ર, ચર્મ-અજિન, પાત્રભાજન, મહાર્ટ-બહુમૂલ્ય, અણુપપાત-એકાગ્ર ચિતથી ગ્રહણ, લોભ-મૂર્છા, પચિટ્ટિપરિવર્ધિત કે પરિપાલિત કરવું. કલ્પતું નથી.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95