Book Title: Agam 10 Prashnavyakaran Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ૧/૩/૧૬ ૧૬૩ ખીલાથી બાંધી દે, શરીરમાં ખીલા ઠોકે, તેના ખભે ચૂપ રાખે, ગાડીના પૈડા સાથે બાંધે, હાથ-જાંઘ-મસ્તકને મજબૂત બાંધી દે છે, ખંભે ચોંટાડી દે, પગ ઉપર અને મસ્તક નીચે રાખી બાંધે. તેની ગર્દન નીચી કરી, છાતી અને મસ્તક ખેંચીને બાંધી દે છે, ત્યારે તે સોરો નિઃશ્વાસ છોડે છે, તેની આંખો ઉપર આવી જાય છે, છાતી ધધક્ કરે છે, તેનું શરીર મરડી નંખાય છે, તેઓ ઠંડા શ્વાસ છોડતા રહે છે. [કારાગૃહ અધિકારી તેનું] મસ્તક બાંધે છે, બંને ઘાઓ સીરી નાંખે છે, સાંધાને કાષ્ઠમય યંત્રોથી બાંધે છે, તપાવેલ લોહ શલાકા અને સોયો શરીરમાં ઘુસાડાય છે. શરીર છોલે છે, ખાર આદિ કટુક અને તીખા પદાર્થ, તેના કોમળ અંગો ઉપર છંટાય છે. આ રીતે સેંકડો પ્રકારે પીડા પહોંચાડાય છે. છાતી ઉપર કાષ્ઠ રાખી દબાવવાથી તેના હાડકાં ભાંગી જાય છે, માછલી પકડવાના કાંટા સમાન ઘાતક કાળા લોઢાના દંડા છાતી-પેટ-ગુદા અને પીઠમાં ભોંકવામાં આવે છે. આવી-આવી યાતના પહોંચાડી તેનું હૃદય મથિત કરી, અંગોપાંગ ભાંગી નાંખે છે. કોઈ કોઈ વિના અપરાધ વૈરી બનેલ કર્મચારી, યમદૂત સમાન મારપીટ કરે છે. એ રીતે તે મંદપુત્ય ચોર કારાગૃહમાં થાડ, મુક્કા, ચર્મપટ્ટ, લોહંકુશ, તીક્ષ્ણ શસ્ત્ર, ચાબુક, લાત, રસ્સી, ચાબુકોના સેંકડો પ્રહારોથી અંગેઅંગની તાડના દઈને પીડિત કરાય છે. લટકતી ચામડી ઉપર થયેલ ઘાની વેદનાથી તે ઉદાસ થઈ જાય છે. ઘન-કોડ્રિમ બેડીઓ પહેરાવી રાખવાના કારણે, તેના અંગો સંકોચાઈ જાય છે વળી જાય છે. તેના મળ-મૂત્ર રોકી દેવાય છે અથવા બોલતો બંધ કરાય છે. આ અને આવી અન્યાન્ય વેદના તે પાપી પામે છે. જેણે ઈન્દ્રિયો દી નથી, વશાઈ, બહુ મોહ મોહિત, પર-ધનમાં લુબ્ધ, સ્પર્શનેન્દ્રિય વિષયમાં તીવ્ર ગૃદ્ધ, સ્ત્રી સંબંધીરૂપ, શબ્દ, રસ, ગંધમાં ઈષ્ટ રતિ અને ભોગતૃષ્ણાથી વ્યાકુળ બની, ધનમાં જ સંતોષ માને છે. આવા મનુષ્યો પકડાવા છતાં કર્મના પરિણામ સમજતા નથી. તે રાજકિંકર વધશાસ્ત્રપાઠક, અન્યાયયુક્ત કમકારી, સેંકડો વખત લાંચ લેતા, ફૂડ-કપટ-માયા-નિકૃતિ આચરણ-પણિધિ-વંચન વિશારદ હોય છે. તે નકગતિગામી, પરલોકથી વિમુખ, અનેકશત અસત્યને બોલનારા, આવા રાજકિંકરો સમક્ષ ઉપસ્થિત કરાય છે. પ્રાણદંડ પામેલને તેઓ જલ્દી પુરવર, શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-વર-ચતુર્મુખ-મહાપથ-પથમાં લાવીને સાબુક, દંડ, લાઠી, લાકડી, ઢેફા, પત્થર, લાંબાલષ્ટ, પ્રણોલિ. મુક્કા, લતા, લાતો વડે ઘુંટણ, કોણીથી તેમના અંગ-ભંગ કરી, મર્થિત કરી દેવાય છે. અઢાર પ્રકારની ચોરીના કારણે તેના અંગ-અંગ પીડિત કરી દેવાય છે, તેમની દશા કરુણ, હોઠ-કંઠ-ગળુ-તાળવું-જીભ સુકાયેલ, નષ્ટ જીવનાશા, તરસથી પીડાતા પાણી પણ બીચારાને ન મળે, વધ્ય પુરુષો દ્વારા ઘસેડાતા, ત્યાં અત્યંત ૧૬૪ પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કર્કશ ઢોલ વગાડતા, ઘસેડાતા, તીવ્ર ક્રોધથી ભરેલ રાજપુરુષ દ્વારા ફાંસી દેવા માટે દૃઢતાપૂર્વક પકડાયેલા તે અતિ અપમાનિત થાય છે. તેમને પ્રાણદંડ પ્રાપ્ત મનુષ્ય યોગ્ય બે વસ્ત્ર પહેરાવે છે. લાલ કણેરની માળા પહેરાવે છે, જે વધ્યદૂત સમાન લાગે છે. મરણભયથી તેના શરીરે પરસેવો છૂટે છે, તેનાથી બધાં અંગો ભીંજાઈ જાય છે. દુર્વણ ચૂર્ણ વડે તેનું શરીર લેપે છે, હવાથી ઉડેલ ધૂળ વડે તેના વાળ સૂક્ષ અને ધૂળીયા થઈ જાય છે. મસ્તકના વાળ કુટુંબિત કરી દેવાય છે, જીવિતાશા નષ્ટ થાય છે, અતિ ભયભીત થવાથી તે ડગમગતા ચાલે છે. વધોથી ભયભીત રહે છે. તેના શરીરના નાના-નાના ટુકડા કરી દેવાય છે. તેના શરીરમાંથી કાપેલ અને લોહી લિપ્ત માંસના ટુકડા તેને ખવડાવાય છે. કઠોર-કર્કશ પત્થરથી તેનું તાડન કરાય છે. આ ભયાવહ દૈશ્ય જોવા ઉત્કંઠિત નર-નારીની ભીડથી તેઓ ઘેરાઈ જાય છે. નગરજન તેને મૃત્યુદંડ પાપ્ત વસ્ત્રોમાં જુએ છે. નગરની મધ્યેથી લઈ જવાતા તે ત્રાણ, અશરણ, અનાથ, અબાંધવ, બંધુવિહિન તે આમ-તેમ દિશા-વિદિશામાં જુએ છે. તે મરણભયથી ઉદ્વિગ્ન થાય છે. તેમને વધસ્થળે પહોંચાડી દેવાય છે તે અધન્યોને શૂળી ઉપર ચડાવી દેવાય છે, જેનાથી તેનું શરીર ભેદાય જાય છે. વધ્યભૂમિમાં તેના અંગ-પતંગ કાપી નખાય છે, વૃક્ષની શાખાઓ ટાંગી દેવાય છે. ચતુરંગ ઘણિયબદ્ધ, પર્વતની ચોટીથી ફેંકી દેવાય છે, ઉંચેથી ફેંકાતા ઘણાં વિષમ પત્થરો સહે છે. કોઈકને હાથીના પગ નીચે કાળી મસળી દેવાય છે. તે પાપકારીનો અઢાર સ્થાને ખંડિત કરાય છે. કેટલાંકના કાન-નાક ઠ કાપી નાંખે છે, નેત્ર-દાંત-વૃષણ ઉખાડી લે છે. જીભ ભેદી નાખે છે, કાન અને શિરા કાપી લેવાય છે, વધ્યભૂમિમાં લાવી તલવારથી કાપી નાખે છે. કોઈકના હાથ-પગ છેદીને નિવસિત કરાય છે. કોઈકને આજીવન કારાગારમાં રખાય છે. પર દ્રવ્ય હરણ લુબ્ધ કેટલાંકને કારાગૃહમાં બેડીમાં બાંધીને કારાગારમાં બંદી બનાવી, ધન છીનવી લેવાય છે. [તે ચોર] સ્વજનો દ્વારા તજાય છે, મિત્રજન રક્ષા કરતા નથી, તે નિરાશ, બહુજનના ધિક્કાર શબ્દોથી લજ્જિત, તે નિર્લજ્જ, નિરંતર ભુખ્યા રહે છે. તે અપરાધી શીત, ઉષ્ણ, તૃષ્ણાની વેદનાથી ચીસો પાડે છે, તે વિવર્ણમુખ, કાંતિહીન, સદા વિહ્વળ, અતિ દુર્બળ, કલાંત, ખારસતા, વ્યાધિ વડે ગ્રત રહે છે. તેના નખ, વાળ, દાઢી-મૂછ, રોમ વધી જાય છે. તેઓ કારાગારમાં પોતાના જ મળ-મૂત્રમાં લિપ્ત રહે છે. આવી દુસહ વેદના ભોગવતા, તે મરવાની ઈચ્છા ન હોવા છતાં મરી જાય છે તેમના મડદાના પગમાં દોરડી બાંધી, બહાર કાઢીને ખાડામાં ફેંકી દેવાય છે ત્યાં રીંછ, કુતરા, શિયાળ, શૂકર તથા સંડાસી જેવા મુખવાળા પક્ષી પોતાના મુખથી તેના મૃતકને ચુંથી નાંખે છે. કેટલાંક મૃતકને પક્ષી ખાઈ જાય છે. કેટલાંકના મડદામાં કીડા પડે છે, તેના શરીર સડી જાય છે, પછી પણ અનિષ્ટ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95