________________
आचाराङ्ग
ભગવાન મહાવીરના ઉપદેશની ભાષા અર્ધમાગધી હતી એ હકીકત ભગવતીસૂત્ર જેવા આગમ ગ્રંથોના આંતરિક ઉલ્લેખો અને આચારાંગ, સૂત્રકૃતાંગ (બન્નેનાં પ્રથમ શ્રુત-સંધ), ઋષિભાષિત આદિ પ્રાચીન ગ્રંથોની ભાષાના અધ્યયન દ્વારા નિર્વિવાદ સિદ્ધ થાય છે. પરંતુ જ્યારે ઉપલબ્ધ આગમ ગ્રંથો (પ્રકાશિત અને હસ્તપ્રતસ્થ)માં નજર નાખીએ છીએ તો તેમાં ભાષાનું સ્વરૂપ એટલું બધું બદલાયેલું નજરે પડે છે કે આગમોના અભ્યાસી વિદેશી વિદ્વાનોએ આ ભાષાનું નામ જ જૈન મહારાષ્ટ્રી આપી દીધું !
આગમોનું અર્ધમાગધી કલેવર આખું બદલાઈને મહારાષ્ટ્રીમય બની ગયું હતું. આમ કેમ બન્યું ? તેનાં અનેક ઐતિહાસિક-સાંસ્કૃતિક કારણો છે. આ પ્રશ્ન ડૉ. કે. આર. ચન્દ્રને થયો તે દિવસથી તેઓ પ્રાચીન અર્ધમાગધીની ખોજમાં લાગી ગયા. દાયકા ઉપરાંતની તેમની આગમ-ગ્રંથોમાં અર્ધમાઘધીને શોધવાની પરિભ્રમણ-યાત્રાનો હું સાક્ષી છું. પ્રાચીન હસ્તપ્રતો, પ્રકાશિત આગમો, આગમિક ટીકાઓ, સમકાલીન શિલાલેખો, વ્યાકરણો અને અન્ય સાધનોના ખંતપૂર્વકના અધ્યયનના અંતે અને હજારો શબ્દોના ધ્વનિ-પરિવર્તનોવાળા પાઠોની કાળજીપૂર્વકની નોંધો અને ચકાસણી પછી તેમને આગમોમાં જ છુપાઈ રહેલા અર્ધમાગધીના અંશોની ઝાંખી થઈ, આ પ્રયત્નનું અંતિમ ફળ છે પ્રસ્તુત ગ્રંથ. આમાં તેમણે ભાષામાંના ધ્વનિ-પરિવર્તનને મુખ્યત્વે કેન્દ્રમાં રાખી આચારાંગ, પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનું નવસંસ્કરણ કર્યું છે.
282
પ્રાચીન આગમિક અર્ધમાગધીની ઇમારતનો નકશો તેમણે જાણે કે બનાવી લીધો છે. વિદ્વાનો પાસે મંજૂર પણ કરાવી લીધો છે. તેમાંથી એક ઓરડી અહીં નમૂના રૂપે તેમણે ચણી આપી છે.
- ડૉ. રમણીક શાહ
અમદાવાદ
૨-૪-૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org