Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra
Author(s): K R Chandra, Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

Previous | Next

Page 346
________________ 312 आचाराङ्ग शब्दों के विभिन्न प्राकृत पाठों का विश्लेषण किया है। द्वितीय-खण्ड में उन्होंने आचारांग, सूत्रकृतांग, ऋषिभाषित, उत्तराध्ययन, दशवैकालिक एवं विभिन्न चूर्णियों व टीकाओं में प्राप्त कुछ शब्दों का पाठ-भेद प्रस्तुत कर उनका भी प्राचीनता की दृष्टि से विश्लेषण किया है। आगम-पाठ-संशोधकों, सम्पादकों एवं प्राकृत-भाषा-जिज्ञासुओं के लिए पुस्तक अतीव उपयोगी है। 'जिनवाणी', जयपुर, अगस्त, १९९५ - સંપા. થર્વવંદ્ર ન ' જૈન આગમોની મૂળ અર્ધમાગધી ભાષાના પુનઃપ્રસ્થાપન માટેનો આ એક અત્યન્ત પ્રશંસનીય પ્રયત્ન છે. પ્રાચીનતમ આગમ મનાતા “આચારાંગસૂત્ર”ના પ્રથમ ભાગમાંથી છૂટાછવાયા દશ શબ્દો લઈને તેનાં પાઠાન્તરોનો એક અભ્યાસ અહીં રજૂ કરવામાં આવ્યો છે. આ માટે અનેક કોષ્ટકો દ્વારા સુન્દર પૃથક્કરણ કરેલું છે. આ પૃથ્થકરણના અધ્યયન ઉપરથી ફલિત થાય છે કે જાણે મૂળ અર્ધમાગધી ભાષાનું પ્રથમ શૌરસેની પ્રાકૃત અને પછી મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રૂપાન્તર જ થઈ ગયું છે! આ માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે: એક તો સમય વીતતાં થઈ ગયેલ સ્વાભાવિક પરિવર્તનો, બીજું પૂર્વ ભારતમાંથી પશ્ચિમ ભારતમાં સ્થાળાન્તર, ત્રીજું લહિયાઓ તથા વાચકોની નિષ્કાળજી અને ચોથું તે તે સમયના સમાજને સરળતાથી સમજાય તે માટેના સહેતુક પ્રયત્નો. આમાં અન્ય ચાર પ્રકાશિત પ્રાચીન આગમોમાંના સમાન શબ્દરૂપો સાથે તુલના પણ કરેલી છે – જેથી કેટલાં જૂનાં રૂપો ઉપલબ્ધ થઈ શકે છે તેનો ખ્યાલ આવે. આ તો એક નમૂનારૂપ આધ્યયન છે. આ જ રીતે સર્વે હસ્તપ્રતોને આધારે પ્રાચીન આગમોમાં આવતા સર્વે પ્રાચીન પ્રયોગોનો તુલનાત્મક અભ્યાસ કરાય તો સમ્પાદકોને પ્રાચીન અર્ધમાગધી શબ્દો પુષ્કળ મળી રહે અને એ રીતે આગમોની નવી આવૃત્તિમાં મૂળ ભાષા પુનઃપ્રસ્થાપિત થઈ શકે. આવા કેટલાક શબ્દોની સૂચિ પણ લેખકે આપી છે. હસ્તપ્રતોમાં તેમજ મુદ્રિત આગમોના પાઠમાં પણ જે પ્રાચીન પ્રયોગો મળે છે તે આ કાર્ય માટે દિશાસૂચન કરે છે. અને આવા કારણે જ ડૉ.ચન્દ્રને આ દિશામાં પહેલ કરવાની પ્રેરણા મળેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364