________________
299
परिशिष्ट
શુબિંગ આદિ લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર ડૉ. ચંદ્ર આદર્શ સંશોધક તરીકે ઊપસી આવે છે અને સર્વથા પ્રોત્સાહના અધિકારી બને છે. તેમણે અહીં રજૂ કરેલું અધ્યયન-સંશોધન આગમોની હસ્તપ્રતોને આધારે અર્ધમાગધી ભાષાનું અસલ સ્વરૂપ પુનઃ પ્રસ્થાપિત કરીને તદનુસાર શ્વેતાંબર જૈન આગમોનું નવું સંસ્કરણ પ્રકટ કરવાની આવશ્યકતા પ્રતિપાદિત કરે છે તથા તે દિશામાં નવું જ માર્ગદર્શન પુરું પાડે છે. આ તો માત્ર પ્રથમ પગલું જ છે. આ દિશામાં તેમનું સંશોધન અબાધિત રીતે ચાલુ જ રહે તેવી અભિલાષા અને શ્રદ્ધા રાખીએ.
આ પ્રકારે સાચા પ્રાધ્યાપકનો આદર્શ પુરો પાડનારા ડૉ. કે. ઋષભચંદ્રને આપણે હાર્દિક અભિનંદન તો આપવાં જ જોઈએ; પણ આ નવી પહેલ માટે આપણે તેમના આભારી પણ બન્યા છીએ. સ્વાધ્યાય', વડોદરા
– પ્રો. જયન્ત પ્રે. ઠાકર (એપ્રિલ-ઓગસ્ટ, ૧૯૯૦) ૧૯૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org