Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra
Author(s): K R Chandra, Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

Previous | Next

Page 331
________________ परिशिष्ट 297 જે પ્રકારના અધ્યયન-સંશોધનની ઘણા સમયથી રાહ જોવાતી હતી તેનો શુભ આરંભ આ લઘુપુસ્તકમાં થયો છે. જેના કેટલાક અંશોનો રચનાકાળ ઈ.સ.પૂર્વે ૩૦૦ની આસપાસ માનવામાં આવે છે, તે શ્વેતાંબર જૈન આગમોની ભાષાને “અર્ધમાગધી’ એવું નામ અપાયું છે. આજે ઉપલબ્ધ સંસ્કરણોમાં “મહારાષ્ટ્રી પ્રાકૃત'ના પ્રયોગો થોકબંધ મળે છે. એમ લાગે છે કે વચ્ચેના સેંકડો વર્ષોના ગાળામાં, સંભવતઃ લહિયાઓ તથા અભ્યાસીઓના હાથે, મૂળ ભાષામાં ગજબનું પરિવર્તન થઈ ગયું છે! આથી ઉપલબ્ધ હસ્તપ્રતોમાંનાં સર્વ પાઠાંતરોની સૂચિ બનાવી તેની મદદથી આગમોની ભાષામાંથી પ્રાચીન અને અર્વાચીન (અર્થાત્ “મહારાષ્ટ્રી પ્રાકૃત'ના) અંશો અલગ પાડીને આર્ષ “અર્ધમાગધી'નું મૂળ સ્વરૂપ પ્રકટ કરવું એ અત્યન્ત આવશ્યક છે. ડૉ.ચન્દ્રએ પહેલી જ વાર પ્રાચીનતમ જૈનાગમ “આચારાંગસૂત્ર' તથા પાલિ પિટક અને અશોકના શિલાલેખોની ભાષાનો તુલનાત્મક અભ્યાસ કર્યો. તેમણે જોયું કે “આચારાંગસૂત્ર'ની મહાવીર જૈન વિદ્યાલયની આવૃત્તિમાં હસ્તપ્રતો તેમ જ ચૂર્ણમાંથી પુષ્કળ પાઠાંતરો આપ્યાં છે. બીજી બાજુ શુબ્રિગના સંસ્કરણમાં તો મહારાણી પ્રાકૃત'ના ધ્વનિ-પરિવર્તનવિષયક નિયમોનું જ જાણે અક્ષરશ: પાલન કરાયું છે અને પાઠાંતરો પણ જૂજ આપ્યાં છે. તેમણે આનંદ અને આશ્ચર્ય સાથે નોંધ્યું કે “ઈસિભાસિયાઈ' (ઋષિભાષિતાનિ) ના શુબિંગના જ સંસ્કરણમાં આર્ય પ્રયોગો સારા પ્રમાણમાં સચવાયા છે ! - અને અહીંથી જ ડૉ. ચન્દ્રના સંશોધનનો પ્રારંભ થયો. લબ્ધપ્રતિષ્ઠ અને ઊંડા અભ્યાસી પં. દલસુખભાઈ માલવણિયા જણાવે છે તેમ, શતાધિક વર્ષોથી ચાલી રહેલ જૈનાગમોના સંશોધનની પ્રક્રિયાને આ પુસ્તિકા નવી જ દિશા આપે છે. તે લેખકના વર્ષોની મથામણના ફળસ્વરૂપ છે. “આચારાંગસૂત્ર'ની મુખ્ય આવૃત્તિઓનો અભ્યાસ કરી તેની સાથે તેના સમકાલીન એવા પિટક તથા અશોકના શિલાલેખોની ભાષાની તુલના કરી મૂળ “અર્ધમાગધી’ ભાષાનાં લક્ષણો તારવવાનો તેમનો આ અતીપ્રશસ્ય પ્રયત્ન એક નવી જ પહેલ છે. પુસ્તકના પ્રથમ અધ્યાયમાં પ્રાચીન ગ્રંથોમાંથી નમૂના લઈ ભાષાનો વિશ્લેષ્ણાત્મક અભ્યાસ કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે “અર્ધમાગધીનું મહારાષ્ટ્રીકરણ જ થઈ ગયું છે. અને તેથી નવા સંસ્કરણમાં હસ્તપ્રતો તથા ચૂર્ણાઓમાં મળતા પ્રાચીન પાઠોને સ્વીકારી લેવા જોઈએ. બીજા અધ્યાયમાં એવું દર્શાવ્યું છે કે “મહારાષ્ટ્રી તેમ જ “શૌરસેની કરતાં અર્ધમાગધી પ્રાચીન ભાષા છે અને કેટલીક રીતે તે પાલિ ભાષા સાથે સામ્ય ધરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364