Book Title: Aetihasik Ras Sangraha Part 2 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 9
________________ ચય ખુલેલા શબ્દોમાં આવે છે. અને હેનાજ આધાર કવિવરને પરિચય અહિં ઉલ્લેખવામાં આવે છે. કવિના પૂર્વજ. યદ્યપિ કવિવર લાવણ્યસમયનું જન્મસ્થાન અમદાવાદ છે. પરતુ હેમના પૂર્વજ શ્રીમાળીસંઘમાં અગ્રગણ મંગ, રળીયામણુ ગુજરાત દેશના પાટણ નગરમાં રહેતા હતા. કે જેઓ દાન કરવામાં બીજાઓની સાથે પદ્ધ કરતા. કવિનું કુટુંબ અને સ્થાન. - કવિના પૂર્વજ સંગ પાટણથી અમદાવાદ આવી વસ્યા હતા. તેમના કુલના શણગારરૂપ મને ત્રણ પુત્ર થયા હતા. હેમાં મહેટા સદ્વિચારવાળા શ્રીધર હતા. અમદાવાદના અજદરપુરામાં - મનો નિવાસ હતો, અને હેમને ઝમકદેવી નામની સ્ત્રી હતી. શ્રીધરને ચાર પુત્ર અને એક પુત્રી હતી. પુત્રના નામે વસ્તુપાલ જિબુદાસ, મંગલદાસ અને લહૂરાજ હતાં, મ્હારે પુત્રીનું નામ હતું લીલાવતી. લહરાજ એજ આપણું સુપ્રસિદ્ધ કવિવર લાવણ્યસમય છે. જન્મસમય. એક વખત જિનમંદિર પાસેની ધર્મશાળામાં ચોમાસુ રહેલ સમયરત્નગુરૂને, લઠ્ઠરાજના પિતાએ લહૂરાજનો જન્મગ બતાવ્યા. હેને જોઈ ગુરૂ મનમાં વિચાર કરવા લાગ્યા:-સં. ૧૫૨૧ (શાકે ૧૯૮૨)ના પોષ વદિ ૩ ના શુભ દિવસે, અલેષા નક્ષત્રમાં પાછલી રાત્રીએ-પ્રભાત પહેલાં નવ ઘડીએ તુલા લગ્નમાં આનો જન્મ થયે છે. આ વખતે મંગળ અને કેતુ પહેલા સ્થાનમાં સાથે રહેલા છે. વૃશ્ચિકને બુધ બીજામાં, રવિ ત્રીજામાં, મકરને શુક ચોથામાં, કુંભને ગુરૂ અને શનિ પાંચમામાં, મેષને રાહુ સામામાં અને ચંદ્ર દશમા સ્થાનમાં પોતાના ઘરમાં પડ્યો છે. એ પ્રમાણે જન્મ અને હૃદય સ્થળે સૂર્ય પડેલો જોઈને ગુરૂએ કહ્યું:– “શેઠ! સાંભળો. હમારે પુત્ર તપને ધણી થશે. અથવા તે કઈ તીર્થ કરશે. કાંતે મહેટ યતિ થશે, અને મોટે વિદ્વાન થશે. [ પ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 132