Book Title: Aetihasik Ras Sangraha Part 2 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 8
________________ કવિવર લાવણ્યસમય. કવિવર લાવણ્યસમયના નામથી ભાગ્યે જ કોઈ સાહિત્યપ્રેમી અજાણ્યા હશે. આ સુવિખ્યાત કવિવરે જહેમ સુસાધુ તરીકે પોતાનું જીવન સફળ કર્યું છે, તેમ એક સુપ્રસિદ્ધ કવિ તરીકે પણ હેમણે કંઈ કમ ખ્યાતિ મેળવી નથી, આની ખાતરીને માટે, કવિની અસાધારણ કવિત્વ શકિતથી ભરેલી હેમની કૃતિઓ જ બસ છે. એટલું જ નહિ પરતુ અષભદાસ જેવા સુપ્રસિદ્ધ કવિએ પણ પોતાના સં. ૧૯૭૦ના ભાદરવા સુદિ ૨ ગુરૂવારે ખંભાતમાં બનાવેલા “કુમારપાલ રાસ ”માં બીજા બધા કવિઓમાં “લાવણ્યસમય” ને પ્રથમ નંબર આપી પોતાની લઘુતા દર્શાવી છે. - આગિ જે મોટા કવિરાય તાસ ચરણરજ અષભાય; લાવણય લીંબે ખીમો ખરે સકલ કવિની કરતિ કરે.” ૫૩ કવિની પ્રસિદ્ધિ કે કિર્તિને માટે આ કથન કમ નથી. ખરી રીતે કહીએ તે કવિ લાવણ્યસમયે, આખા ( અમુક અપવાદને છેડી) સેળમા શતકના કવિ તરીકે સાહિત્યક્ષેત્રમાં ભાગ ભજવ્યો છે. આવા પદ્યસાહિત્યક્ષેત્રમાં સૌથી આગળ પડતો ભાગ લેનારા સુપ્રસિદ્ધ કવિના જીવનચરિત્ર સંબંધી કંઈપણ માહિતી, હેમના સમકાલીન કે તે પછીના કેપણું કવિએ પોતાના ગ્રંથમાં આપેલી હજુ સુધી જોવામાં આવી નથી. અને તેથી જહાં સુધી હેવી સામગ્રી પ્રાપ્ત ન થાય, ત્યહાં સુધી હેમના જીવનનું વિસ્તૃત વર્ણન લખવાની ઉત્કટ ઈચ્છાને દાબીજ રાખવી પડી છે. આમ છે, તોપણ એ જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે કવિ લાવણ્યસમયે પોતાના જીવનની ટૂંકી પણ જરૂરની માહિતી આપવાનું કાર્ય પોતાના હાથે કરી બતાવ્યું છે. એટલે પોતાના અતિપ્રિય (અતિપ્રિય એટલા માટેજ કે બીજા કેઈ ગ્રંથમાં આટલી હકીકત ન આપતાં આમાં આપી છે.)” વિમલ પ્રબંધ'નામના ગ્રંથની અંતમાં પોતાને પરિ [ 8 ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 132