________________
ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં ઉત્તરોત્તર વિકાસશીલ આયોજનની ગૂંથણી કરી છે.
મિથ્યાત્વનો ત્યાગ થાય તે સમ્યકત્વનો સ્વામી થાય. કદાગ્રહ ત્યાગ કરે સઅનુષ્ઠાનની પાત્રતા આવે, ત્યારે જીવ અધ્યાત્મયોગને પ્રાપ્ત કરે. મોક્ષને પ્રયોજનભૂત જે આત્મવ્યાપાર તે યોગ છે.
ગ્રંથકારે યોગના અસંખ્ય પ્રકાર કહ્યા છે, તેમાં અત્રે મુખ્ય બે પ્રકારનું નિરૂપણ કર્યું છે. ૧ કર્મયોગ. ૨. જ્ઞાનયોગ.
૧. કર્મયોગ : અર્થાત્ સંસારના વ્યવહારને કર્મયોગ કહ્યો નથી, પરંતુ મન, વચન, કાયાદિની પ્રવૃત્તિ છતાં તે નિરવદ્ય હોય, અન્યને હાનિકર્તા ન હોય અને સ્વને માટે હિતકારી હોય તેવી પ્રવૃત્તિ તે નિરવદ્ય કર્મયોગ છે.
જે જે ભૂમિકાએ જે આવંશ્યકાદિ ક્રિયા કરવા યોગ્ય છે. તે આદરપૂર્વક કરવી તે કર્મયોગ છે. કર્મયોગ એ જ્ઞાન કે ધ્યાન યોગ પૂર્વેની અભ્યાસંદશા છે. જીવના અધ્યાત્મવિકાસને રૂંધનારા મળ વિક્ષેપ અને અજ્ઞાન છે. કર્મયોગ દ્વારા મળ દૂર થાય છે, અને ચિત્ત જ્ઞાનયોગને અનુરૂપ થાય છે, ત્યારે વિક્ષેપ દૂર થાય છે. વળી જ્ઞાનદશા આવે. અજ્ઞાન દૂર થાય છે.
સાંસારિક ક્રિયાઓથી નિવૃત્તિ થઈ સમ્યમ્ પ્રવૃત્તિ કરવી, સમિતિનું સેવન કરવું તે કર્મયોગ છે. આ કર્મયોગ અશુભ અને સાવદ્યપાપકર્મથી જીવને પાછો વાળી શુભયોગ સુધી લઈ જાય છે, પરિણામે કર્મયોગી સ્વર્ગાદિનાં સુખો પામે છે.
કર્મયોગમાં સમિતિની પ્રધાનતા છે તો જ્ઞાનયોગમાં નિવૃત્તિની પ્રધાનતા છે. જ્ઞાનયોગ મુક્તિનું સાધન છે. જોકે કર્મયોગ જ્ઞાનયોગ પહેલાની ભૂમિકા છે. અધ્યાત્મ માર્ગમાં જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે. શુદ્ધ ઉપયોગની અવસ્થાને પ્રગટ કરનારો છે. જે શુદ્ધધર્મમાં લીન છે તેને આવશ્યકાદિ ક્રિયા કરવાનો વિકલ્પ નથી. છતાં યોગના
૨૬૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org